Pages

Friday, 5 February 2016

પવન ને હું વાવું

પવન ને હું વાવું ,ક્ષિતિજ ને પેલે પાર,
ને ક્યાંક થી તુ મને મળી આવે ફોરમ ની સંગાથે,
પહાડો માં સુરજ ઉગે ને હું ઝરણું થઇને નાચું,
કોમળ કોમળ કુંપણ વચ્ચે મબલખ યાદો વાવું,
સુરજનો સોનેરી તડકો રેતકણો માં ભરાય,
ને ઝાકળ નાં ભીના સ્પર્શે,હું આછી આછી ચમકુ.
અસ્મિતા


બન્યા તા શ્વાસ જેના માંથી એ આંધી નહીં આવે,

"બન્યા તા શ્વાસ જેના માંથી એ આંધી નહીં આવે,
હજારો મહાત્મા તો આવશે ગાંધી નહીં આવે."- મરીઝ 



જો તમે આ પોસ્ટ વાંચતા હોય અને જય વસાવડા નો  ગાંધીજી એ આપેલ ભાષણ વાળો (3 ફેબ્રુઆરી,2016 ગુજરાત સમાચાર  ની શતદલ પૂર્તિ માં છપાયેલ)  લેખ ન વાંચ્યો હોય તો પ્લીઝ વાંચી જાઓ... જો તે વાંચ્યા વગર આ વાંચશો તો સમ લાગશે...

આજ કાલ શું ફેશન ચાલે છે. ગાંધી ને ગાળો આપવાની, અને ફેશન ની વિરુદ્ધ થોડા ચલાય ફેશન તો મારવી જ પડે ને..
થાય ભૂલ થાય ...માણસ થી જ થાય મિત્રોસ... અને આપણે તો પાછા આઝાદ દેશ ના આઝાદ નાગરિક ગાંધી જી એ જ કહ્યું તું કે... જે સ્વતંત્રતા માં એક ભૂલ કરવાની પણ સ્વતંત્રતા નો હોય તો એ સ્વતંત્રતા કોઈ કામની નય.. એટલે આવી સ્વતંત્રતા નો આપણે ઉપયોગ કરી જ લેવાનો.. આવું જ તો બાપુ ઇચ્છતા હતા..

ખબર હોય કે નો હોય... આપણો કક્કો સાચો અને તે જ ઘૂંટવા નો...આપણું છે ઈ મહાન ને બીજા નું ધૂળ ઢેફાં એવું જ હોય ને મિત્રોસ..??
તટસ્થતા વિચાર વા બેસીએ તો વળી ક્યાંક આપણી માન્યતા ભુલાય જાય ... એટલે આપણે માનતા હોય એવું જ વાંચવાનું ને એવું જ સાંભળવાનું અને તેજ સમજવાનો પ્રયત્ન કરવાનો...
.એમાં ઓલું એક ભાઈ એ કહ્યું તું... કે ઓલા જુના નોકિયા ના મોબાઈલ જેવું છે, આજ થી 20 વર્ષ પેહલા તે કેટલો સુવિધા જનક લાગતો. તે રાખવા માટે પણ સ્ટેટ્સ જોઈતું.. અને આજે તેને તુચ્છ ગણવામાં આવે અત્યાર ના સ્માર્ટ ફોન ની સરખામણી માં તો ... ત્યારે આ ગાંધી તો 19 મી સદી નું મોડલ.. ક્યાંથી મેળ પડે આપણાં જેવી 21 મી સદી ની કહેવાતી  સ્માર્ટ પ્રજા ને..

મને તો સાલું એ નથી સમજાતું કે આ ગાંધીજી નો વિરોધ કરવા વાળા પાસે ગાંધીજી ની વિરુદ્ધ માં એવા ક્યાં મુદ્દા છે જયારે આખી દુનિયા ગાંધી ના વિચાર પર વિચાર કરતી હોય ત્યારે આપણે ગાંધી ની ભૂલો શોધવા બેઠા છી. છે ક્યાં ઈ મુદ્દા ગાંધી વિચાર ની વિરુદ્ધ માં  આજની સમસ્યા(વૈશ્વિક લેવલ ની) ને હલ કરવા માટે ના ઈ લઇ ને પર્સનલ માં મળજો એટલે મનેય સાલું કાંઈક નવું તો જાણવામળે.

આપણાં રાજકારણી ઓમાં એક પક્ષ તો પોતાને જ સાચો રાષ્ટ્રવાદી દેશભક્ત જ માને છે. તેણે તો સરદાર, નેતાજી,ભગતસિંહ... આ બધા નામો ને તો હાઈજેક કરી ને જ પોતાની પાસે રાખ્યા છે ભલે તેમના વિચારો સાથે તેને ધોવા નોય સંબંધ નો હોય અને બીજો પક્ષ આપણે ભલે મેં મંગળ સુધી પહોંચી ગયા હોય તે હજુ રાજીવ ગાંધી ના લાવેલા કોમ્પ્યુટર ના ગાન ગાવા માં અને તેની ઉજવણી માંથી જ ઊંચું નથી આવતું.
ગાંધી વિષે તો હું વિચાર વાનું પણ નથી કહેતો તેમના વિચારો વિષે વિચાર્યું જ નહિ ને આપણે નોટ માં ફોટો છાપી અને રાષ્ટ્રપિતા  નું બિરુદ આપી ને ગાંધી ને તો સાઇડલાઇન જ કરી નાખ્યા...
(તેનું પણ એક કારણ છે કારણ કે ગાંધી વિચારો માં થોડા રાજકારણ રમાય... )
હા આઝાદી માત્ર ને માત્ર ગાંધીજી એ અપાવી એમ હું નથી માનતો આઝાદી અપવવા માં ઘણા વીર પુરુષો ના બલિદાન છે. પણ ગાંધી નો માર્ગ અનોખો છે આઝાદી તો આમેય મળવાની હતી જ અને તે ભગત સિંહ ના માર્ગે મળી હોત તો કદાચ મળી તેના કરતા વહેલી પણ મળત... પણ શું ત્યારે આપણો ભારત અખંડ રહી શકત...?? કેટલાક કહેશે હા , તેમ થયું હોત તો પાકિસ્તાન નો પ્રશ્ન જ ના રેત... પણ ટોપાવ..ગોડસે ભક્તો .. જરા એતો વિચારો 562 રજવાડા ત્યારે સ્વતંત્ર થાત તો શું આજે ભારત નો જે નકશો છે તેવો હોત?
આપણે તો ભાઈ પેન્ટ નું ખિસ્સું ફાટેલ હોય તોય ઘરે ઘરે આપણું અલગ રજવાડું હો...
એવા માં અખંડ  ભારત રેત ખરું?

    " રાજા ઓ ના રાજ મુકાવ્યા ...
એવા ધન્ય વીર વલ્લભ સરદાર"
     
બાપુ ખાલી આઝાદી અપવવા માં નોતા માનતા પણ આઝાદી અપાવ્યા પછી તે નો કેમ ઉપયોગ કરવો તે પણ શીખવવા માંગતા હતા.. શું બાપુ એ ઇચ્છયું તું એવો ઉપયોગ થાય છે ખરો આજે?
100 વર્ષ પેહલા એ આમ તો એન આર આઈ  યુવાન જે વિદેશ માં મોટું પરાક્રમ કરી જ આવ્યો તો અહીં તો તેને કોઈ ઓળખતું પણ ન હતું ત્યારે પોતાના એક ભાષણ થી અખા દેશ ને નવો રાહ ચીંધતો એ યુવાન  અંગ્રેજ વાઇસરોય સામે બેઠા હોય તેની સામેજ તેની સુરક્ષા પર કટાક્ષ કરતો હોય, માતૃભાષા માં શિક્ષણ ની વાત કરતો હોય, સ્વચ્છતા ની વાત કરતો હોય..
આવા મર્દ ને આજે લોકો બાયલો કેવા માં ફેશન માને છે અને પોતાને દેશ ભક્ત કેવડાવી ગૌરવ અનુભવે છે. શરમ આવે મને તો એવા લોકો પર
શું આપણે ગાંધી પાસે થી કઈ  બાપુ એ કહેલના 100 વર્ષ પેહલા ની પરિસ્તીથી ને આપણે આઝાદી ના 69 વર્ષે પણ તેમાં કાંઈ સુધારો કરી શક્યા? એમાં વાંક કોનો ? ભાષણ વાંચી જજો સમજાઈ જશે...
મારી વાત કરું તો હું પહેલે થી સફારી અને નગેન્દ્રદાદા નો ચાહક છું કઈંક તો આને લીધે જ મને શરૂઆત માં ગાંધીજી પ્રત્યે અણગમો ...
પણ ત્યારે હું એક વાત ને લીધે જ તેમનો આદર કરતો કે જે હોય તે એ માણસ માં કૈક તો હશે ને.. એની માને , અમુક ગણ્યાંગાંઠિયા  લોકો ને બાદ કરતા આખા દેશ ની પ્રજા તેની પાછળ ઘેલી હતી.. અરે કૉંગ્રેસ ના  તે સમય ના દેશ ના મોટા માથા ના નેતાઓ તે પણ પછી ગાંધી ના ફોલોઅર્સ થય ગયેલા..જેમણે ગાંધી ને અટકાવ્યા તા તે પણ.. ..
કૈક તો હશે ને એ બંદા માં.. આટલું વિચારી ને પણ તે આદર ને પાત્ર નથી મિત્રોસ્...?
   બળ થી અને કળ થી તો એક કરવા વાળા ઘણા થયા પણ માત્ર વિચારો થી એક કરનાર મહાત્મા નથી તો બીજું શું છે ?
કળ અને બળ થી એક કરવા વાળા તો ઘણા આવશે પણ ફરી ખાલી વિચારો થી એક કરવા વાળા ગાંધી નહિ આવે..
    અસ્તુ !
મિત્રોસ્ ... જય હિન્દ!
.
.
 # પ્રાર્થના : જેટલા લોકો ના ખિસ્સા માં ગાંધી ને રાખવા માંગે છે તેટલા જ તેમના વિચારો હર્દય માં રાખે

#આવતા જતા
જો મને કોઈ આવી ને પૂછે કે પાછલા 150-200 વર્ષ માં ભગવાન થી પણ વિશેષ વિચાર વળી ભારત માટે કોઈ વ્યક્તિ જન્મી છે તો હું (બીજા ઘણા ની જેમ) ઇન્સ્ટન્ટ જવાબ માં એક જ નામ આપીશ..

"મોહનદાસ કરમચંદ ગાંધી"
        
             ~હિતેશ નરસિંગાણી

(બાપુ ના એ ભાષણ વાળો જય વસાવડા નો લેખ વાંચવા માટે ની લિંક.. 

http://gujaratsamachar.com/index.php/articles/display_article/anavrut

Wednesday, 3 February 2016

એવું થયું આગમન એનું


હું કધિ સરયુ નદીના


પૂછો ના કોઈ હવે હોય કેવો વગડો

એક વેદના -
પૂછો ના કોઈ હવે હોય કેવો વગડો ને હોય કેવા ઝાડ અને છાંયડા,
હોય કેવા કૂવા ને વાવ અને વાડી કે સીમ અને પાદર ને ગામડા .
પૂછો ના કોઈ હવે હોય કેવી નદિયું, તળાવ અને વહેળા કે વોંકળા,
ભરખી ગયો કાળ શું વાડા ને કોઢ સોતા ધણચરના મેદાનો મોકળા ,
ખોવાણા ગાયું ને ભેંસુના ધણ,અને ખોવાણા ભડકીલા વાછડાં.
ક્યાય નથી તમરાનું ઝીણેરું ગાન,નથી રીઢા એ રામધણ રાનમાં ,
ધોરીની કોટ મહી ઘમકે ના ઘૂઘરાં, ના સંભળાતો કોસ હવે કાનમાં .
પૂછો ના હોય કેવા ખેતર ને ચાડીયા, ને શેઢા,ને ચાસ અને ક્યારડા.
ક્યાંય નથી ડેલી કે નળીયાળા ખોરડા કે ઢાળિયા ને બેસણાં બડાઈ ના,
ક્યાંય નથી ઢોલણી કે ઢોલિયા,ને આંગણાં કે હિંડોળા વડની વડવાઈના .
ક્યાંય નથી ઘમ્મર વલોણાંના ગાજ,નથી દળણાંના ગીતો ના રાગડા.
પૂછો ના સુરજનું ઉગમણે ઊગવું શું ,સાંજુક ના આથમણે નમવું,
ક્યાંય નથી દેખાતો ચાંદલિયો રાત્ય,એક પલકારે તારાનું ખરવું .
આટલામાં ક્યાંક હશે ધરબાયો આદમી કે મંગાવો કોદાળી-પાવડા.
-પરશુરામ ચૌહાણ

વહુ ના હાથ ની રોટલી

નં૧:- ઘરના વડીલો એ શોધેલી વહુ ના હાથ ની રોટલી

 
નં૨:- મુરતીયા એ જાતે શોધેલી વહુ ના હાથ ની રોટલી

Monday, 25 January 2016

જો રીઝે તો મોતીડે અમને વધાવે

જો રીઝે તો મોતીડે અમને વધાવે ને વિફરે તો વાઘણ બનીને ડરાવે
છે વાંકી નજરમાં છૂપી કંઈ ઈશારત, કે ચાહે તો ચપટીમાં અમને નચાવે
ગણું છું હું એની રિસાવાની ઘડીઓ ડરું છું જઈ કોણ એને મનાવે?


કદી ના બતાવે છુપાવેલ ગલ્લાં છતા પાઈ-પાઈ હિસાબો લખાવે
નીકળતો નથી સાદ ભગવાન, તોબા ! કહ્યુંં ચાંપ પગ તો ગળું એ દબાવે
મળે છે ફકત એક રજા પણ એ દિવસે ખૂણે-ખાંચરેથી એ બાવા પડાવે
અડોસણ-પડોસણને ભેગી કરીનેે જગતભરના ગપ્પા ને ગોળા ચલાવે
કે શોપિંગ કરવા જવું છે પૂછું ત્યાં એ થનગનતા કદમોને આગળ બઢાવે
કરે છે જો મેકપ તો માઝા મૂકી દે પ્રશંસા કરું તો ભવાં એ ચઢાવે
પીયરનાં સબંધોની ગાથા છે ન્યારી કરે કોલ ને વાત લાંબી ચલાવે
પતિધર્મ અંગે ગજબ ફિલસુફી છે: કે શોષણ કરીનેે ફરજ સૌ બજાવે <> પરશુરામ ચૌહાણ