Pages

Saturday, 16 January 2016

"મૃગજળ"


એવો એક સમય મને આપ!,
જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં,
બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન,
બસ! હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું,
ને આમજ જીવતરનો લાગેલો થાક હળવાસઆપી રહે મુજને,
એવી જ એક ક્ષણ જેને હું મૃગજળ સમજી,
દોડતી રહી જીવનભર....
પેલા કસ્તુરીમૃગ ની જેમ, મારામાં હોવા છતાં ,
મારાથી છેટે ને છેટે રહી...લપાતી,છુપાતી,સંતાતી....,
ને બસ! દોડ..દોડ.. અનંત સુધી...,
વૈભવની,સત્તાની,લાલસાની,પ્રણયની....
ભાંગી કોઈ ભૂખ.....? તરસ..બસ! તરસ....
ને, હું બસ ચાલતી જ રહી..વ્યસ્તતામાં ..અસ્તવ્યસ્ત..,
સ્વ ને ખોઈને ભીડમાં એકલી.
અસ્મિતા

ઘેરદાર ઘાઘરો ને,


ઘેરદાર ઘાઘરો ને, ચોળી ભાતીગળ,
ટમટમ કરતી ચુંદડીને, રાત ઝમે ઝમઝમ...,
આવ્યો ફાગણ ફોરમતો.....
એ આવ્યો ! ફાગણ ફોરમતોને...
રસઝરતી તુ નાર....,
છમછમછમ પાયલ છમકે...
તારલિયાની સાથ...,
યૌવન તારું મદમાતું ને મનગમતી તુ નાર...,
અંગ અંગ તારું દહેક દહેક ને...
મન મારું ચહેક.. ચહેક..,ને મોર કરે થનગાટ...,
તારી નખરાળી છે ચાલ..,
મઘમઘતો કેસુડો મહેકે..,વન,વન, ઉપવન....,
તારા યૌવનનોથનગાટ...,
તારી મદઝરતી છે ચાલ...,
તારા પાયલનો ઝંકાર...,
તારા શ્વાસનો ધબકાર...,
તારા ખંજનનો મલકાટ...,
તારા સ્પર્શનો પમરાટ...,
તારો કાળો ભમ્મર કેશ..,
તારા યૌવનનો છે કેફ...,
કાવ્ય બની કવિઘૂમે.. તારા અંગ મરોડદાર...,
અંગ અંગ નર્તન કરે ને મન ..સંગે સંગે સોહાય..,
તુ મદ્ઝરતી છે નાર,...
તુ રસઝરતી છે નાર...
તુ યૌવનનો તલસાટ...,
ઘેરદાર ઘાઘરો ને ચોળી ભાતીગળ.....
અસ્મિતા

મારી અંદર નો અડીખમ પથ્થર

મારી અંદર નો અડીખમ પથ્થર
આત્મા! નામે ઓળખાય,
મનોભાવો નો મોટો હીંચકો,
આલમ ડોલમ થાય,
કોણ બેસે? કોણ હલાવે ?,
અડીખમ પથ્થર હો મુંજાય,
ઉંચે જાય શૃંગે અથડાય ,નીચે આવે પાતાળે જાય,
શૃંગ ઉપર ની દેવી કાળી,પાતાળ ની પાછી પાતાળદેવી,
દક્ષ યજ્ઞ નો કાળભૈરવ!,સતી!, સતી થાય,
શંકર ભૂલે નાચ નટરાજનો ને,
બ્રહ્માંડ આલમ ડોલમ થાય,
સતી નાં શબને ખભે નાખી, તાંડવનૃત્ય થાય,
ને ધરતી ધરુજી જાય,
વિષ્ણુના સુદર્શન ચક્રે સતીના અંગઅંગ વેરાય,
પડ્યું અંગ જે ભૂમિ ઉપર તે શક્તિપીઠ કેહવાય,
શક્તિબીજ ને રોપ્યું આંગણે,
તે જ તીર્થોત્તમ કેહવાય.
અસ્મિતા

Friday, 11 December 2015

મા : હેલો,

રાતના 12 વાગ્યે :
મા : હેલો, વૃદ્ધાશ્રમમાંથી મમ્મી બોલું છું, હેપ્પી બર્થડે ડે બેટા.
દિકરો : અરે મમ્મી, ઘરડાઘરમાં ઘડિયાળ નથી કે શું ? આવા ટાઇમે ફોન કરાય ?
મા : બેટા સાંજથી તને ફોન કરવાનો પ્રયત્ન કરતી 'તી, પણ તું ઉપાડતો જ નો'તો બેટા, એટલે થયું કે લાવ તને 'વીશ' કરી દઉં.
દિકરો : અરે એ તો હું મારી બર્થડે ડે પાર્ટીમાં બીઝી હોંઉં કે નહીં ? પણ તને એટલી ખબર ના પડે કે અત્યારે ફોન ના કરાય, મારી ઉંઘ બગાડી તેં તો....
મા (ડૂંસકું ગળી જઇ ભીના અવાજે) : માફ કરજે બેટા, પણ આજથી ઓગણત્રીસ વર્ષ પહેલા આવી જ એક રાતે જ્યારે તું આ દુનિયામાં આવવાનો હતો ને ત્યારે તેં તો મને આખી રાત જગાડી હતી અને ............એ વાતની ફરિયાદ મેં આજ 
સુધી તને કરી નથી.



Friday, 4 December 2015

મારા દિલ પર રહ્યો નથી મારો કાબુ


મારા દિલ પર રહ્યો નથી મારો કાબુ,
ખબર જ નથી તો કારણ કેમ આપુ ?
ન લાગી વાર પહોંચતા દિલ સુધી તારા,
નજરથી નજરના મારગને કેમ માપું ?
બંધાયા છે સબંધો દિલના નાજુક દોરથી,
લાગણી કેરાએ નાજુક સેતૂને કેમ કાપું ?
પ્રભુને ક્યાં હતી ખબર આવતી કાલની,
તો ભવિષ્ય કોઇનું હું નાદાન કેમ ભાંખુ ?
ઇશે આપી છે જીદંગી આ મજાની 'નીર'
એ જીદંગીને વ્યર્થ હું વેડફી કેમ નાંખું ?
નિરંજન શાહ 'નીર'

मधुमक्खी से पूछा ?

एक चिड़िया ने मधुमक्खी से पूछा कि तुम इतनी मेहनत से शहद बनाती हो और इंसान आकर उसे चुरा ले जाता है,
तुम्हे बुरा नही लगता ??
मधुमक्खी ने बहुत सुंदर जवाब दिया
इंसान मेरा शहद ही चुरा सकता है पर मेरी शहद बनाने की कला नही,
कोई भी आपका Creation चुरा सकता है 
पर आपका Talent (हुनर) नही..