Pages

Monday 29 February 2016

હાજી કાસમ, તારી વીજળી, રે મધદરિયે વેરણ થઇ

મિત્રો, આજે વાત કરવી છે, ૧૮૮૮ની એ ગોઝારી દુર્ઘટનાની, અત્યાર સુધી મેરીટાઈમ ડિઝાસ્ટરમાં ટોપ ટેન લીસ્ટમાં સ્થાન પામેલુ જહાજ એટલે ‘’વીજળી’’ . આ કરુણ ગાથા સાંભળી વાંચી ને ભલ ભલાના રૂંવાડા ટાપુ માફક ઉપસી આવે છે. અને આંખમાં સાગર ઉમડી આવ્યા વિના ન રહે. એસએસ વૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે ઓળખાય છે, જે ચિરંજીવી થવા જઈ રહ્યુ છે.ઈંગ્લેન્ડ સ્થિત કું| એ. જે. શેફર્ડ એન્ડ કુાં, ની માલિકીનું આ જહાજ હતું. આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક દરિયાઈ વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે અરબ સાગરમાં માધવપૂર ઘેડ અને ચોરવાડની વચ્ચે સૌથી પ્રબળ મહાભુત એવા જળમાં વિલીન થઈ ગયુ. સાથે આ દુર્ઘટનામાં ૭૪૬થી અધિક લોકો પણ વિલીન થઈ ગયા.
આ જહાજનું નામ મુંબઈની નદી પરથી રખાયું હતું. અને જહાજનું હુલામણું નામ વીજળી હતું, કારણ આ સમયે નવા પ્રકારની રોશની આપતા વીજળીના બલ્બથી આખુ જહાજ પ્રકાશિત હતું. જાણે આખા જહાજને એલઈડી સીરીઝથી શણગાર્યુ હોય તેમ!!! આડ વાત આ સમયે એસએસ દરેક શીપની આગળ લખાતું હતુ, એસ એસ એટલે સેઈલીંગ શીપ.
એસ એસ વૈતરણા ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. દ્વારા ૧૮૮૫માં બનાવવામાં આવેલું, વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ હતું. તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા હતા અને બે જહાજસ્થંભો હતા. તેની વજન ક્ષમતા ૨૯૨ ટન હતી જેમાં ૨૫૮ ટન તૂતકની નીચે હતી. આ વરાળ એન્જિનને બે સિલિન્ડર હતા, જેનો વ્યાસ ૨૧" હતો અને જે ૪૨" અને ૩૦" ના હડસેલા વડે ૭૩ હોર્સપાવર જેટલી શક્તિ ઉત્પન કરતા હતાં. ડુન્સમુર એન્ડ જેક્સન, ગ્લાસગોએ આ એન્જીન બનાવ્યુ હતુ. જહાજની લંબાઈ ૧૭૦.૧ ફીટ, પહોળાઈ ૨૬.૫ અને ઊંડાઈ ૯.૯ ફીટ હતી.
આ જહાજ માંડવી, કચ્છ (તે સમયનું કચ્છ રજવાડું) થી મુંબઈ વચ્ચે મુસાફરો અને માલ-સામાન લઇને આવન-જાવન કરતું હતું. એ સમયનું નૂર ફકત ૮ રૂપિયા હતું. એસ એસ વૈતરણા માંડવીથી મુંબઈની સફર ૩૦ કલાકમાં પૂરી કરતું હતું. આ વિસ્તારનાં યાને કરાંચી થી મુંબઈ સુધીના મોટા ભાગના જહાજો તોફાનોનો સામનો કરવા માટે બનાવેલા નહોતા કારણ કે સામાન્ય રીતે આ બધા જહાજો બંદરોથી બંદર સુધી શાંત વાતાવરણમાં જ સફર કરતાં હતાં અને તોફાનો દરમિયાન બંદરો પર લાંગરેલા રહેતા હતા.
એસ એસ વૈતરણા માંડવી બંદર પર ગુરૂવાર, તારીખ ૮ નવેમ્બર ૧૮૮૮ -વિક્રમ સવંત ૧૯૪૫ની કારતક સુદ પાંચમના રોજ બપોરે લાંગર્યું હતું અને ૫૨૦ પ્રવાસીઓને લઈને દ્વારકા માટે રવાના થયું. દ્વારકા પહોંચ્યા બાદ વધુ પ્રવાસીઓ લીધા બાદ સંખ્યા ૭૦૩ પર પહોંચી. તે પોરબંદર માટે રવાના થયું. લોકવાયકા મુજબ, પોરબંદર બંદરના તે સમયના પોર્ટ સુપ્ર્રીન્ટેન્ડ્ મિ. લેલીએ કપ્તાનને સમુદ્રમાં સફર કરવાની ના પાડી હતી. પરંતુ પાછળથી થયેલા સંશોધનો મુજબ આ વાત ખોટી હતી. ખરાબ હવામાનને કારણે જહાજ પોરબંદર પર રોકાયું જ નહી અને સીધું મુંબઈ જવા રવાના થયું. સાંજ પડતાં તે માધવપૂરના દરિયા કિનારે દેખાયું હતું અને કેટલાંક લોકોએ તેને માધવપુર (ઘેડ) નજીક ભારે તોફાનમાં તૂટેલું દેખાયું હોવાનો દાવો કર્યો હતો. અને સાંજ અને રાત દરમ્યાન આ જહાજે જલસમાધી લઈ લીધી. બીજાં દિવસે સતાવાર જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું. આ દુર્ઘટનામાં એક પણ વ્યક્તિ જીવીત કે મૃત દેહ રૂપે સાગર તટે નથી મળ્યો કે ન તો જહાજનો કાટમાળ. જેમાં ૭૦૩ પેસેન્જર્સ અને ૪૩ જહાજ-કર્મીઓ. ૭૦૩ પેસેન્જર્સમાં ૧૩ જેટલી લગ્નની જાનના જાનૈયા હતા, અને ડિસેમ્બરમાં આવતી મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીકની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ
હવે આપણે જહાજના કપ્તાન હાજી કાસમ ઈબ્રાહિમ વિશે જાણીએ.. આ કપ્તાન કોઈ મામુલી કપ્તાન નહોતો કે ન તો સર્વાઈવ માટે કપ્તાન થઈ હતો, તે ખરા અર્થ માં ખારવો-સેઈલર હતો, સી-લવર કહો કે સમુદ્રનો ભાવક .... તે બોરીવલી થી દહીસર સુધીમાં કિલોમીટર્સમાં જમીન ધરાવતો તે સમયનો જમીનદાર હતો. તેની પાસે અનેક ઓફિસ હતી, તેની મુખ્ય ઓફિસ એ.આર સ્ટ્રીટમાં આવેલ હતી, અને એ સમયે મલબાર હિલ પર વિશાળ કાય બંગલામાં રહેતો હતો. સાફ હ્રદયનો સાહસિક માણસ એટલે હાજી કાસમ. તેને કોઈ સંત-ફકિરે આશિર્વાદ આપ્યા હતા. કે તારી પાસે ૮૪ લાખ ( સંખ્યા ૮૪ ) વહાણ થશે. પરંતુ સમયની પાટી પર શું લખ્યુ હતુ, એને પણ ખબર નહોતી, ‘વીજળી’ તેનુ છેલ્લુ વહાણ રહ્યુ. પરંતુ મુંબઈ શહેરને ખુલ્લા હાથે સખાવત કરતો ગયો જાણે મુંબઈ નગરીનો કોઈ નગર શ્રેષ્ઠી હોય તેમ!!!!!!!! તેમનાં યોગદાન ને મુંબઈ પાલિકામાં સ્થાન મળ્યુ છે કે નહિ તેના વિશે હું જ્ઞાત નથી... ચાલો તેની સખાવત જોઈએ ... ધોબી તળાવ પાસે ધુસવાડી માં આવેલ ચાલ ‘’હાજી કાસમ’’ ની ચાલ આજે પણ પ્રખ્યાત છે, અને આ સિવાય ‘’હાજી કાસમની ચાલ’’ , જે જે હોસ્પીટલ, વસીલ ખાન માર્ગ કાંઝીપુરા, એસવીપી રોડ પર કુલ મળી ને દસ ચાલ અને અન્ય નામે કુલ ૯૯ જેટલી એસ્ટેટ આ વ્યક્તિના સખાવત ના કારણે આજે પણ મુંબઈ શહેર ને ઈતિહાસ બયાં કરે છે.
આ જહાજની જલસમાધી બાદ જામનગરના કવિ, દુર્લભરાય વી. શ્યામજી ધ્રુવે ‘’વિજળી વિલાપ’’નામના ગીતોનો સંગ્રહ પ્રગટ કર્યો. ત્યારે બાદ ભીખારામ સાવજી જોષીએ પણ આ નામનું બીજુ પ્રકાશન પ્રગટ કર્યું. ઝવેરચંદ મેઘાણીએ આ પ્રકારના લોકગીતો ભેગા કરીને સંગ્રહ, રઢિયાળી રાત, માં "હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ" હેઠળ પ્રકાશિત કર્યું. ૧૯૫૪માં ગુજરાતી લેખક ગુણવંતરાય આચાર્ય એ હાજી કાસમ તારી વીજળી (૧૯૫૪) ના નામે આ ઘટના પરથી નવલકથા લખી.
ધોરાજી શહેરના સંશોધક વાય. એમ. ચિતલવાલાએ આ ઘટનાના અભ્યાસ પરથી ‘’વીજળી હાજી કાસમની નામ’’નું દસ્તાવેજી પુસ્તક તૈયાર કર્યું જે દર્શક ઈતિહાસ નિધિ દ્વારા ૨૦૧૦માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ જહાજની જલસમાધી બાદ અંગેજ સરકારે શકય હતા તેટલા સંશોધન કર્યા. હાથમાં કશું ન આવતા, તપાસ ને બંધ કરી દીધી. માધવ પૂર થી વેરાવળનો દરિયો લો પ્રેશર સાઈક્લોનિક માટે કુખ્યાત છે. કારણ અહિ સૌરાષ્ટ્રની જમીની ભુમિ વળાંક પર છે, આથી નૈઋત્ય અને પશ્ચિમી પવનો ભેગા મળે છે, દરિયા થી જમીની ભુ ભાગ સુધી સાઈક્લોનિક પ્રેશર ઉભુ કરે છે, ઘણી વારઆ પ્રેશર કિનારા સુધી આવે છે તો ઘણી વાર દરિયામાં જ વિખરાય જાય છે. જે કથા સ્થિતી સમજવા સૌરાષ્ટ્રનો નકશો જોતાં માલુમ થશે, અને આ જ કારણે સૌરાષ્ટ્રનો વેરાવળ થી લઈ ને ઓખા સુધી ની દરિયાઈ પટ્ટી બીચ માટે આ અયોગ્ય અને ઘાતક ગણાય છે. આજે પણ આ વિસ્તારમાં વીજળી ને લઈ ને ઘણી વાયકા અને દંતોક્તિ પ્રચલનમાં છે. ‘’વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ’’........ હાજી કાસમ, તોજી વીજળી રે મધદરિયે વેરણ થઇ

સંકલન કર્તા ડો. હિતેષ એ. મોઢા

વેદ અને વર્ણ વ્યવસ્થા એક સત્યનું ખોટુ અર્થઘટન

ઋગવેદના દસમા મંડલ ૨૪ સુકતના 'પુરુષ સુકત'માં 'વિશ્વ સ્વરૂપ અર્થાત કાળ-પુરુષ કે 'વિશ્વપુરુષ' 'વિશ્વંભર' યાને પરમ કૃપાળુ પરમાત્મા ને સ્તુતિ રૂપે, વ્યંજનાત્મક ભાષામાં રજુ કરી છે. જેને મોટા ભાગે હિન્દુ કે બીન હિન્દુઓ વર્ણ-વ્યવસ્થાનું મૂળ માને છે. તો સૌ પ્રથમ આપણે તે ૨૪ સુકતનો અભ્યાસ કરીએ; એ પહેલા આવા મંત્રો અન્ય કયા કયા વેદમાં છે? તે જાણીએ.....


અથર્વ વેદમાં કાંડ ૧૯માં તથા સામ-વેદમાં ૬ઠા મંડળમાં, આ કહેવાતા પુરુષ સુકતના અમુક સુકતો છે.... આ મંત્રો તૈતિરય આરણ્યક ગ્રંથોમાંથી વેદમાં ઘુસાડવામાં આવેલ હોવાનું એક અનુમાન છે. અથવા કરી શકાય. આ સિવાય શત પથ બ્રાહ્મણ, તૈતિરીય બ્રાહ્મણ... સ્વેતસ્વેતેતર ઉપનિષદ અને મુદગ્લોપાનિષદમાં તેમજ ભગવદ પુરાણ અને મહાભારતનાં મોક્ષધર્મ પર્વમાં જોવા મળે છે... કેટલાક વિદ્વાનોનું એમ પણ કહેવાનું થાય કે આ મંત્રો ભગવદ પુરાણમાં થી વેદમાં ટ્રાવેલ કર્યા છે..... 

યજુર્વેદની બન્ને શાખામાં વેદોકત દર્શન અને સ્પીરીચ્યુઆલીટી ભણાવવાનો વર્બલ કોન્ટ્રેક્ટ હતો. આથી અહિ થી જ આ જ શાખામાં કશેક ગરબડ થઈ હોય ??? આ એક શકયતા દર્શાવુ છુ. કારણ મોટા ભાગના બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યકો પણ આ જ શાખા પાસે જ રહ્યા હતા..... વળી ૧૪મી સદીમાં થયેલા સાયણ આચાર્ય પણ ''યજુર્વેદી હતા. અને તેને વિષય પર લાંબુ ખેડાણ કર્યુ હતુ. અને વેદ, વેદોકત સાહિત્ય જેવાં કે આરણ્યક, બ્રાહ્મણ ગ્રંથ અને ઉપનિષદ અને તેના પર પૂનઃભાષ્ય કર્મ કર્યુ. મોટા ભાગના વેદની આવૃતિમાં સાયણનો જ અનુવાદ જોવા મળે છે... 

(આ લેખ લખનાર પણ યજુર્વેદી જ છે. .... પી. ) 


એક આડ અને અતિ મહત્વની વાત. તૈતિરય આરણ્યકમાં આ પુરુષ સુકત ના ૨૪ મંત્રો છે. જેમાં ચાર પંક્તિના શ્લોક રૂપે છે, આથી ૧૨ જ મંત્રો ગણાય. તે પણ વેલ પોલીશ્ડ એવી પાણિનીની સંસ્કૃતમાં રચાયેલા છે. અનુષ્ટુપ છંદ નો ત્રીસ્ટુપ પ્રકારે છે. જયારે આ સિવાય તમામ વેદ ગીર્વાણ ભાષામાં લખાયેલ છે. આ પુરુષ સુકત મંત્રો, તેમજ તેની ટેસ્ટીમોનિયલ ચારેય વેદ સાથે ક્યાયં પણ મેચ ખાતા નથી. ન તો વેદીક ભાવાર્થ કે વેદીક શૈલી કે વેદીક ગંધર્વ (છંદ) ... તેમજ આ પ્રકારની સ્ત્રોતમ-સ્તુતિ જેવી કથા-વસ્તુ વેદોમાં છે જ નહિ .... જયારે વેદો ફકત પ્રકૃતિની ઉપાસનાની જ વાત કરે છે. અહિં ઉપાસના યાને ઉપ+ આસન અર્થાત 'ની સમીપ બેસવુ'. અથવા ના 'સાન્નિધ્યમાં બેસવુ' . અહિ બેસવાનો અર્થ એક શારીરિક ક્રિયા નથી. ખુબ ગહન છે. સમજી ને અર્થ વિસ્તાર કરવો. 

જેને અમુક ભાષ્ય કાર વ્હાલથી કે અતિશયિક્તિથી આ ગ્રંથો ને વેદના ગદ્ય ગ્રંથો કહે છે. ખરેખર તેને વેદના ગદ્ય ગ્રંથ જ ન કહી શકાય. (હું સહમત પણ નથી ) તે ગ્રંથો જેવા કે સંહિતાઓ, બ્રાહ્મણ, આરણ્યક, અને ઉપનિષદ. આ ચારે સાહિત્ય ગ્રંથો પર આગામી લેખમાં વિશદ ચર્ચા કરશું. અહિ બ્રાહ્મણ એ વેદોતર (અનુવેદ) સાહિત્યનો એક પ્રકાર જ છે. 

આ બધા ગ્રંથો ને સંહિતાઓ ને બાદ કરતા, વેદના ભાષ્ય ગ્રંથ કરતા સંશોધિત ગ્રંથ કહી શકાય. જેમાં વેદના કોઈ ચોક્કસ મંડળ (અધ્યાય) ના ચોક્કસ અનુવાક ના ચોક્ક્સ સુકત ના શ્લોક પર ગહન અભ્યાસ અને સંશોધન થતુ અને તેના પરિપાક રૂપે એક નવો જ ગ્રંથ ઉપલબ્ધ થતો. તેમ ગુરુ -શિષ્ય વાળી થતી. સોરી પ્રશ્ન ઉતર વાળી. અને તેના પરિણામ રૂપે ઉપનિષદ ગ્રંથો અવતરણ પામ્યા. 

આ અરણ્યાક પ્રથા(મેથડ) માં કુલ ૧૩ જેટલા બ્રાહ્મણ (ગ્રંથો) ત્થા આરણ્યક (ગ્રંથો)નું અવતરણ થાય છે. ૧૪મી સદીમાં થયેલા સાયણ નામના કૃષ્ણ યજુર્વેદના અધ્યેતા એવા આ આચાર્યે પૂનઃ ભાષ્ય કાર્ય પર પોતાની શૈલીનું બ્રશ વર્ક કર્યુ છે, તે એક યક્ષ પશ્ન છે. મૂળ ગ્રંથોના અભ્યાસ અંતે એવુ લાગે છે બ્રશ વર્ક જ કર્યુ છે, કોઈ સેળ-ભેળ નથી થઈ. કદાચ બ્રાહ્મણ ગ્રંથોને પાણિની કૃત વ્યાકરણબદ્ધ સંસ્કૃતમાં કર્યા હોવાની શકયતા પણ નકારી શકાતી નથી. 

બ્રાહ્મણ ગ્રંથોની વાત બાદ બીન બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીએ. તે ગ્રંથો કતિપય આરણ્યક, તરીકે ઓળખાતા કે કહેવામાં આવતા. તેમજ કેટલાક ક્ષાત્ર-ગ્રંથો, આ તમામ ગ્રંથો/સાહિત્યની પણ વિસ્તૃત ચર્ચા કરશુ, આગામી લેખમાં....

વેદ અને તેના ભાષ્ય કે સંશોધિત ગ્રંથની સુચી 

ઋગવેદઃ-- ૧))) એતરેય આરણ્યક, ૨))) કૌષીત્ક્તિ અથવા શાંખાયન આરણ્યક. 

સામવેદ ૧))) તાવલકર (જૈમિનીયોપનિષદ) આરણ્યક, ૨))) છાંદોગ્ય આરણ્યક 
યજુર્વેદઃ-- ૧))) શુકલ, ૨))) બૃહદારણ્યક ૩))) કૃષ્ણ, ૪))) તૈતિર્રીય, ૫))) મૈત્રાયણી આરણ્યક 

અથર્વવેદ- આ વેદ સૌથી છેલ્લે આવ્યો, તૃટક અને છુટક રૂપે-સ્વરૂપે હોતા, આ ગ્રંથ પર લીટરેસી કે થીસીસ સ્ટડી વર્ક ન થતા કોઈ ઉપ ગ્રંથો કે સાંકળ ગ્રંથો નથી બન્યા. કદાચ આ ગ્રંથ બાદ તક્ષશિલાનો સુવર્ણ કાળ શરુ થયો હોય ને આરણ્યક બંધ થયા હોય. પ્રથમ ત્રણ વેદ અલગ અલગ જગ્યા એ લખાય ચુકયા હતા. જે આર્ષ કે મહર્ષિની પરંપરામાં જોડાય ગયા હોય ??? !!!!! 
આટલા જ સંશોધિત ગ્રંથો હાલ ઉપલબ્ધ છે. આ સિવાયના અનેક સંશોધિત ગ્રંથો હતા જે હાલ અપ્રાપ્ય છે. 

---બેક ટુ ઋગવેદ:--- 

મંડળ દસ

सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् ।
स भूमिं विश्वतो वृत्वात्यतिष्ठद्दशाङुलम् ॥१॥
पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भव्यम् ।
उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ॥२॥
एतावानस्य महिमातो ज्यायाँश्च पूरुषः ।
पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि ॥३॥
त्रिपादूर्ध्व उदैत्पूरुषः पादोऽस्येहाभवत्पुनः ।
ततो विष्वङ् व्यक्रामत्साशनानशने अभि ॥४॥
तस्माद्विराळजायत विराजो अधि पूरुषः ।
स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः ॥५॥
यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत ।
वसन्तो अस्यासीदाज्यं ग्रीष्म इध्मः शरद्धविः ॥६॥
तं यज्ञं बर्हिषि प्रौक्षन्पुरुषं जातमग्रतः ।
तेन देवा अयजन्त साध्या ऋषयश्च ये ॥७॥
तस्माद्यज्ञात्सर्वहुतः सम्भृतं पृषदाज्यम् ।
पशून्ताँश्चक्रे वायव्यानारण्यान् ग्राम्याश्च ये ॥८॥
तस्माद्यज्ञात्सर्वहुत ऋचः सामानि जज्ञिरे ।
छन्दांसि जज्ञिरे तस्माद्यजुस्तस्मादजायत ॥९॥
तस्मादश्वा अजायन्त ये के चोभयादतः ।
गावोः ह जज्ञिरे तस्मात् तस्माज्जाता अजावयः ॥१०॥
यत्पुरुषं व्यदधुः कतिधा व्यकल्पयन् ।
मुखं किमस्य कौ बाहू का ऊरू पादा उच्येते ॥११॥
ब्राह्मणोऽस्य मुखमासीद् बाहू राजन्यः कृतः ।
ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रो अजायत ॥१२॥
चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत ।
मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत ॥१३॥
नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णो द्यौः समवर्तत ।
पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात्तथा लोकाँ अकल्पयन्॥१४॥
सप्तास्यासन् परिधयस्त्रिः सप्त समिधः कृताः ।
देवा यद्यज्ञं तन्वाना अबध्नन्पुरुषं पशुम् ॥१५॥
यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ।
ते ह नाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः ॥१६॥

આ સોળ સુકતની સુચિમાંથી કેટલાકો એ ફકત દસ મી સુકતને વર્ણ વ્યવસ્થાનો કારક બતાવ્યો છે, તે તદન ખોટુ અને અનર્થ ઘટન છે. આ સ્તુતિ (સ્ત્રોતમ) વેદની નથી. એક પણ વેદમાં સ્તુતિ સ્વરૂપ જ નથી. બીજુ પ્રશ્ન પુછવાની શૈલી પણ વેદ ગ્રંથની નથી..... તેમ જ અથર્વ વેદમાં અંતિમ સુકત સાથે સેળ ભેળ થઈ છે, અથર્વ વેદમાં અંતિમ સુકત સોમ ના ઉલ્લેખ સાથે સપામન થાય છે ... બીજુ એક એક જ પ્રકારની ડિઝાઈન કરેલી સ્તુતિ બધા ત્રણ વેદમાં મળે છે. જેને વેદ સાથે સ્નાન સુતક નો પણ સંબંધ નથી. એવુ મેક્સમૂલરથી લઈ ને અનેક લોકો કહી ચુકયા છે, અને મારો અભ્યાસ પણ આ વાત સાથે સહમત છે. પ્રથમ વેદની વાણી ગીર્વાણ-ભારતી (પાણિની પહેલાની સંસ્કૃત ભાષા) માં લખાયેલી છે. જેમાં અનુષ્ટુપ છંદ જ વપરાયો છે, અને માત્રા મેળ કરવા માટે કોઈ છુટછાટ લીધેલી નથી..... અને તદન પ્રાકૃત અને બોલચાલની સંસ્કૃત ભાષા એટલે ગીર્વાણ... બીજુ ઋગવેદમાં જે રીતે ૯૦ અધ્યાયની શરુઆતમાં ઋષિનો નામોલ્લેખ કર્યો છે. તે પણ આખા વેદમાં પ્રથમ વાર જ જોવા મળ્યો છે. બીજુ આ સ્ત્રોતમની ભાષા પાણિની કૃત સંસ્કૃત છે. અને એકદમ પોલીલ્ડ લેન્ગવેજ છે. 

બીજુ આ દસમાં સુકતમાં રાજન્ય શબ્દ પણ વેદમાં બીજે કયાંય નથી. તેમ બ્રાહ્મણોઃસ્ય શબ્દ પણ આ ચારે વેદમાં કયાંય જોવા નથી મળતો..... તેમજ રાજન્ય શબ્દ ક્ષાત્રનો એક્ઝેટ સમાનાર્થી શબ્દ પણ નથી. આથી, અહિ એક તર્ક કરીએ તો ક્ષાત્ર છે જ નહિ તો શુદ્ર કેવી રીતે હોઈ શકે ??? નંબર બે બ્રાહ્મણ એટલે અહિ કોઈ જ્ઞાતિ વાચક ઓળખનો શબ્દ નથી. બ્રાહ્મણ એટલે પ્રાતઃકાળનો પ્રકાશ પણ એવો પણ થાય છે. તેમ જ બ્રાહ્મ કે બ્રહ્મને રીલેટેડ પણ થાય છે. 

यत्पुरुषं व्यदधुः कतिधा व्यकल्पयन् ।
मुखं किमस्य कौ बाहू का ऊरू पादा उच्येते ॥११॥
ब्राह्मणोऽस्य मुखमासीद् बाहू राजन्यः कृतः ।
ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रो अजायत ॥१२॥ અર્થાત જે પ્રુરુષનું વિશેષ રૂપથી વર્ણન કર્યુ તો કેટલા પ્રકારથી તેની વિશેષ રૂપથી કલ્પના કરી, તે પ્રુરુષનુ મોઢુ, હાથ, જાંઘ અને પગ ક્યાં ? જોજો મિત્ર આ ૧૧ મી સુકતમાં પ્રશ્ન શું છે ? અને અહિ જે પુરુષની વાત છે તે અજન્મા પરમાત્માની વાત છે, અને તેને જાગતા જગતની આંખે બ્રહ્માંડ સાથે સરખાવવામાં આવે છે. ટુંક માં આખુ બ્રહ્માંડ શરીર અને શરીર આખુ જ બ્રહ્માંડ ... આ વ્યંજનાત્મક ભાષા છે. (જે પાણિની સંસ્કૃતની આગવી દેન છે) આ પ્રશ્ન માં એમ નથી પૂછવામાં આવ્યુ કે કે મુખમાંથી કોણ પેદા થયુ કે ભુજામાંથી કોણ અને જાંઘ અને પગમાં થી કોણ પેદા થયુ??? આ ૧૧ સુકત બે વખત વાંચજો જરુર પડે તો વધુ વખત વાંચજો.....

[[very very very very important ]]
બ્રાહ્મણોઃસ્ય મુખમાસીદ અર્થાત બ્રાહ્મણ એનું મુખ છે. {(राजन्यः बाहूकृतः) ખરેખર આવી રીતે હોવુ જોઈએ } રાજન્ય તેના બેઉ હાથ છે. વૈશ્ય છે તેની જાંઘ, અને પગનો ભાગ શુદ્ર છે. આવુ અસલી ભાષ્ય છે. પરંતુ અલગ અલગ પ્રકાશનના વેદોમાં આનો અર્થ એમ કરે છે. કે પગમાંથી શુદ્ર જન્મ્યા..... તો અમે માની લીધુ કે માય મિ લોર્ડ જન્મ્યા ..... તો અમારો જવાબ એ છે કે 'હે અક્ક્લના કોથળાઓ પ્રથમ ૧૧ નંબર ની સુકત તો વાંચો પછી તેના જવાબમાં ત્રણ વર્ણ સુધી સાદા વર્તમાન કાળમાં '' છે'' નામનો (ટુ બીનું રૂપ છે ) એકાક્ષરી શબ્દ છે અને પગની વાત આવે તો અજાયત કે ત્યાં થી પેદા થયુ એવો ક્યાંય અર્થ હોઈ શકે ????' અહિ, અજાયત ''છે'' ના ધ્રોતક રૂપે છે આથી તેને ''છે'' ના રૂપે જ લેવું પડે આ સંસ્કૃત વ્યાકરણ નો સર્વ સામાન્ય નિયમ છે.... સામવેદમાં દર્શાવેલા પુરુષ સુકતમાં આ શ્લોકો જ નથી. અને મારી પાસે જેટલા વેદ છે તેમાં પણ આવો અર્થ કરવામાં આવ્યો ''મુખ એ બ્રાહ્મ છે, હાથ(ભુજા) એ રાજન્ય જાંઘ એ વૈશ્ય અને પગને શુદ્ર છે અથવા જાણ.'' વિશ્વપ્રુરુષનું આખુ એનેટોમી પુરુ થઈ ગયુ...

હે અક્કલના ડફોળ કંકરો આ સુક્ત માં કોઈ જ્ઞાતિ વાચક ઓળખ કે વિશેષણની વાત જ નથી તો આ સુકત ને વર્ણ વ્યવસ્થામાં શાને ઘુસાડી દીધો ??????????? આ સુકતમાં આજ્ન્મા પરમાત્માની જ સ્તુતિ આ સોળ શ્લોક રૂપે છે. જે આજે પણ દક્ષિણ ભારતમાં ગવાય છે. આ સ્તુતિ એટલે આજન્મા પરમાત્માનું સાહિત્યક સુક્ષ્મ રૂપ. જેથી અમુક લોકોને સમગ્ર વેદ અભ્યાસ ન કરવો પડે.... 


લોજીક--નંબર -૨ વળી આ સુક્તમાં ક્ષાત્ર જેવો શબ્દ જ નથી આથી પણ વર્ણ વ્યવસ્થાવાળી વાત નો છેદ ઉડી જાય છે. ને કોણે કહ્યુ કે વેદો પર બ્રાહ્મો નો જ હક્ક છે ? વેદો તો આખી વિશ્વના માનવ સમુદાય માટે છે.

હવે વેદના વાસ્તવ તરફ---- વેદ ગ્રંથોમાં અસુર, દ્વાવિડ, યવન, મલેચ્છ, અનાર્ય, દસ્યુ , કયપિત, શકા જેવી નવેક પ્રજા (જ્ઞાતિ નહિ) નો ઉલ્લેખ છે. તો આને કેમ આ વર્ણ-વ્યવસ્થાની બહાર રાખ્યા ? હે અક્ક્લ ના મહાકંકરો, 'કેમ આ બધા માસીના દિકરા થતા હતા???????? '

મજાક---લોજીક જે મારા તરફથી છે--- અગર જાંગ યાને સાથળ એ પગમાં જ આવે કે બહાર ??? હાહાહાહા. માની લીધું કે ગોઠણથી પગ કાપી નાખ્યો તો કોઈ વૈશ્ય ગોઠણ ભેર દોડી શકે ???? બાવડા ગમે તેટલા મજબૂત હોય પણ પગ જ ન હોય તો ??? બુદ્ધિ ગમે તેવી હોય કે સ્પીરીચ્યુલાટી ગમે તેવી હોય અને શરીર લકવા ગ્રસ્ત હોય તો ? કાયમી આધીન જ રહેવુ પડે કે નહિ ????.... મિત્રો ભલે કોઈએ વેદમાં ઘુસાડયુ પણ આનો અર્થ વિસ્તાર અતિ ગહન છે...

મારા મતાનુસાર બ્રાહ્મ કાળથી બપોરના સૂર્ય પ્રકાશનું વર્ણન કર્યુ છે, વિશ્વપુરુષ રૂપી. બ્રાહ્મ એટલે જયારે ઈશાન પૂર્વમાં સૂર્ય હોય ત્યારે સૂર્ય કિરણોનો જે રંગ હોય તેને બ્રાહ્મ કહેવામાં આવે છે. (બ્રાહ્મ) ઈશાનથી અગ્નિ (પ્રભાત) અને મધ્યાન અને સાંજ .... આને સુકતની અંદર રહેલી અલંકારીક શબ્દો રૂપી ભાષ્ય ને સમજવા વેદીકના અન્ય ગ્રંથો ને પણ સમજવા શીખવા પડે.... વેદીક જ્યોતિષમાં કાળ પૂરુષની કલ્પના કરવામાં આવે છે વેદીક વાસ્તુ માં વાસ્તુપુરુષની કલ્પના કરવામાં આવે છે. અહિ પુરુષ નો અર્થ મેસ્ક્યુલાઈન કે મેલ નથી થતો, અહિ પુરુષનો અર્થ 'હ્યુમન બીઈંગ' થાય છે. 

ચાલો થોડા આગળ વધીએ આ પુરુષ સુકતના બીજા સુકત તરફ 

चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत ।
मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत ॥१३॥
नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णो द्यौः समवर्तत ।
पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात्तथा लोकाँ अकल्पयन्॥१४॥ અર્થાત મનન કરવાના સામર્થ્ય થી ચંદ્ર બન્યો, રૂપ દર્શનના સામર્થ્યથી સૂર્ય બન્યો. મુખથી ઈન્દ્ર(જલ) , અગ્નિ, વિદ્યુત, અને આગ જેવુ તેજસત્વ થયુ . રીપીટ મુખથી ઈન્દ્ર(જલ) , અગ્નિ, વિદ્યુત, અને આગ જેવુ તેજસત્વ થયુ ... કેમ અહિ મુખ થી બ્રાહ્મણ ન થયો ??? અને મુખ થી જલ હોય સાથે અગ્નિ અને વિદ્યુત કે આગ હોય ??? એક વેદમાં ફકત જલ જ કહે છે. તેનો પર્યાય વાચી શબ્દ ઈશાન વાપર્યો છે ત્યાં..... પ્રાણથી વાયુ....||૧૩|| નાભીથી અંતરિક્ષ ને કલ્પિત કર્યો છે...શીર ભાગ થી વિશાળ આકાશ કલ્પિત કર્યો છે.પગથી ભુમિ અને કાનોથી દિશાઓ અને આ પ્રકારે સમસ્ત લોકની કલ્પના કરી છે. અહિ પગમાંથી ભુમિ આવી તો પગમાંથી શુદ્ર કેમ ન આવ્યા ???????? મિત્રો થીંક બીગ એન્ડ ડીપ.... આ એક વ્યંજનાત્મક સ્તુતિ છે. એથી વિશેષ કશું જ નથી ચાહે વેદમાં હોય કે ન હોય, તો પણ તેનુ અર્થઘટન કોઈ ચોક્ક્સ વર્ણ વ્યવસ્થાની ઓળખ તરફ તો નથી જ લઈ જતું. હાં નથી જ લઈ જતું. 

|| અપૂર્ણમ-સંપૂર્ણમ ||

પં. ડો હિતેષ એ. મોઢા

Friday 19 February 2016

યે દેશ હૈ મેરા ...!!

સ્કૂલમાં ફોટા પાડવાના હતા..
પ્રિન્સીપાલ  ;- (ફોટોગ્રાફરને )૨૦ રૂપિયા વધારે કહેવાય ..અમારે સ્કૂલમાં ૧૬૦૦ વિદ્યાર્થીઓ છે એટલે ૧૦ -૧૦ રૂપિયામાં ફોટો પાડી દેજો..
પ્રિન્સીપાલ ;- (શિક્ષકને )-દરેક બાળકો પાસે ફોટાના ૩૦-૩૦ રૂપિયા લઇ લેજો .
શિક્ષક ( કલાસરૂમમાં )-સાંભળો બાળકો કાલે તમારા ફોટા પાડવાના છે એટલે દરેક પોતાના ઘરેથી ૫૦ રૂપિયા લઈને આવજો..

**તોફાની વિદ્યાર્થી ઘૂઘો ;- આ માસ્તર બધા મળી ગયેલા છે,એક ફોટાના ૨૦ રૂપિયા થાય અને આપણી પાસેથી વધારે લઈને સ્ટાફરૂમમાં સમોસા ઝાપટશે ..કોઈને નીતિ જેવું છે જ નહી..!!

**ઘરે આવ્યા પછી
ઘૂઘો ;- '' મમ્મી..કાલે અમારી સ્કૂલમાં ગ્રુપ ફોટો સેશન છે એટલે માસ્તરે ૧૦૦ રૂપિયા મંગાવ્યા છે.."
મમ્મી ;- ''૧૦૦ રૂપિયા...!આ લોકો પણ ખુલ્લી લૂટ જ કરેછે ..વધારે પૈસા લઈને પછી આપણા પૈસાથી જલસા જ કરશે ...! થોડી વાર અહી ઉભો રહે બેટા..હું તારા પપ્પા પાસેથી તારા માટે પૈસા લઈ આવું હો..!
ઘૂઘાની મમ્મીએ ઘૂઘાના પપ્પાને કહ્યું...એ ય ...સાંભળો છો..બાળકોની સ્કૂલમાં કાલે ફોટા પાડવાના હોવાથીમ માસ્તરોએ ૨૦૦ રૂપિયા મંગાવ્યા છે...!!!!

()

Wednesday 17 February 2016

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દોડતાં જઈને મારી રોજની
બાંકડીએ બેસવું છે,

રોજ સવારે ઊંચા અવાજે
રાષ્ટ્રગીત ગાવું છે.

નવી નોટની સુગંધ લેતાં
પહેલા પાને ,

સુંદર અક્ષરે મારું નામ
લખવું છે.

...મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ 
ફેંકી,

નળ નીચે હાથ ધરી પાણી
પીવું છે.

જેમ તેમ લંચબોક્સ
પૂરું કરી...

મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-
કાકડી બધું ખાવું છે.

સાઈકલના પૈડાની સ્ટમ્પ
બનાવી ક્રિકેટ રમવું છે,

કાલે વરસાદ પડે તો નીશાળે
રજા પડી જાય ,

એવાં વિચારો કરતાં રાતે
સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ
માટે...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ
જોતાં,

મિત્રો સાથે ગપ્પાં મારતાં
વર્ગમાં બેસવું છે.

ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ
કરીને,

સાઈકલની રેસ લગાવતાં ઘેર
જવું છે.

રમત-ગમતના પીરીયડમાં...

તારની વાડમાંના બે તાર
વચ્ચેથી સરકી બહાર ભાગી
જવું છે.

તો ભાગી જવાની મોજ
અનુભવવા...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દીવાળીના વેકેશનની રાહ
જોતાં,

છ માસીક પરીક્ષાનો અભ્યાસ
કરવો છે.

દીવસભર કિલ્લો બાંધીને માટીને
પગથી તોડી,

હાથ ધોયા વિના ફરાળની
થાળી પર બેસવું છે.

રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા
પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા
શોધતાં ફરવું છે.

વેકેશન પત્યા પછી બધી
ગમ્મતો દોસ્તોને કહેવા...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના
બોજ કરતાં ,

પીઠ પર દફતરનો બોજ
વળગાડવો છે....

ગમે તેવી ગરમી મા
એરકંડીશન્ડ ઓફીસ કરતાં,

પંખા વીના ના વર્ગમાં બારી
ખોલીને બેસવું છે.

કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે
ઓફીસની આરામદાયક ખુરશી
કરતાં,

બે ની બાંકડી પર ત્રણ
દોસ્તોએ બેસવું છે...

"બચપણ પ્રભુની દેણ છે"-
તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં
આવવા માંડ્યો છે.

એ બરાબર છે કે નહી તે
સાહેબને પુછવા માટે...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા
થવું હતું...

આજે જયારે મોટો થયો ત્યારે
ખ્યાલ આવે છે કે,

"તૂટેલા સ્વપ્નો" અને
"અધુરી લાગણીઓ" કરતા-

"તૂટેલા રમકડા" અને
"અધૂરા હોમવર્ક" સારા હતા..

આજે સમજાય છે કે જયારે
"બોસ" ખીજાય એના કરતા,

શાળા માં શિક્ષક "અંગુઠા"
પકડાવતા હતા એ સારું હતું...

આજે ખબર પડી કે ૧૦-૧૦
રૂપિયા ભેગા કરી ને જે
નાસ્તા નો જે આનંદ આવતો
હતો એ આજે "પીઝા" મા
નથી આવતો...

ફક્ત મારેજ નહી,
-કદાચ આપણે બધાને ફરી સ્કુલે
જવું છે... 

Sunday 14 February 2016

"વેલેન્ટાઈન ના પૂર .....બગાવત ના સુર"




  બધા જુવાનીયા... એ કાલે વેલેન્ટાઈન ડે ઉજવ્યો જ હશે (અપવાદ બાદ કરતા) જુવાનીયા શું હવે તો બધા આ પ્રેમ ના આ પર્વ ને ઉજવતા થયા છે. આમ તો પ્રેમ ની ઉજવણી માટે નો કોઈ દિવસ ના હોય પણ ભાઈ પ્રેક્ટિકલ ઉજવવામાં ખર્ચો નો પોસાય... એમ તો કૃષ્ણ જન્મ્યા તે સાક્ષાત છે જ આપણી સાથે , તો તેની ગોકુળ આઠમ કેમ ઉજવો છો. પ્રેમ ને વ્યક્ત કરવા માટે કંઈ દિવસ ની રાહ નો જોવાય,એ તો જયારે થાય તે જ વેલેન્ટાઈન તો એના કંઈ દિવસો હોય....
ના હોય ?, હોવાજ જોય.

બધી વસ્તુ માટે ના દિવસો છે, ધર્મ માટે તમે દિવસો આપી દીધા પણ માણસ મન ના સૌથી મોટા ધર્મ ની ઉજવણી માટે ના  દિવસો માં તમને વાંધા પડે છે. એમાં તમને સંસ્કૃતિ નું પતન દેખાય છે. આવા લોકો ને કેતાય   શરમ નથી આવતી જગત ને પ્રેમ નું ભાન કરાવનાર જ આપણો જગત જમાદાર હતો...આપણો જ કાનો હતો.. અને અજેય તેના નામ ની સાથે  તેની સાથે તેની પત્ની ની નઈ તેની પ્રેમિકા ની પૂજા થાય છે. આ કેમ ભૂલી જાવ છો.


 પ્રેમ કરવા માટે કોઈ ધર્મ નું માનવાનું હોય ...? કે ખુદ ના ધર્મ નું કે..? પછી પ્રેમધર્મ એજ .. મહાધર્મ કરી ને કૂદી પડવાનું હોય તેમાંથી જે શીખવા મળે તે તેના સિદ્ધાંતો અને,  સામે નું પાત્ર એ તે ધર્મ નો ભગવાન તેના માટે જે કરો એ તેની પૂજા . બરોબર ને મિત્રોસ્  તમે ભગવાન પાસે કૈક તો અપેક્ષા રાખતા હોવ જ છો ને એટલે  સામેના પાત્ર પાસે તમારે અપેક્ષા તો હોવાની જ.. અને હોવી પણ જોઈએ. જો તમે ભગવાન પાસે અપેક્ષા રાખતા હોય અને તમને જો કહી દેવામાં આવે ભગવાન કંઈ  નથી તેના પાસે કંઈ અપેક્ષા નઈ... તો શું કંકોડો તમે તેને માનવના પ્રેમ માં પણ આમજ, અપેક્ષા હોય તો જ પ્રેમ ટકે..
"પ્રેમ એટલે કંઈ પણ અપેક્ષા વગર નું સમર્પણ "એ શું વળી , આ જે ટોપા એ વ્યાખ્યા કરી હોય તેનો જરૂર પ્રેમભંગ થયો હશે અને દિલ ને દિલાસો આપવા માટે આવું કહ્યું હશે.

     *    *   *    *

અમુક લોકો,બાબાઓ , દંભી ધર્મ ના પ્રચારકો વેલેન્ટાઈન ડે કોનું છે, ક્યાંની સંસ્કૃતિ છે. શું છે તે એવું સમજાવતા ફરે છે. અરે ટોપાવ.. તમને માનવ ના મન ની ખબર નથી તો શું તમને કંકોડો ભગવાન શોધવા ને નીકળ્યા છો. અને પાછા લોકોને , દુનિયા ને પોતાની સંસ્કૃતિ ભણાવવા નીકળ્યા છો.
તમને પોતાનું કંઈ દેખાતું જ નથી ને બીજા ની ઉડાડવા નીકળી પડ્યા. આપણાં શાસ્ત્રો થી લઈને સાહિત્ય  સુધી દરેક જગ્યા એ પ્રેમ ની વ્યાખ્યા કરી છે. અને આ દંભી ડોકલા વેલન્ટાઇન કોનું અને શા માટે ઈ સમજાવા નિકળા છે, તેને કહો કે ભાઈ આ દેશ ના લોકો ને હજુ 26 મી જાન્યુઆરી અને 15 મી ઓગષ્ટ માં, સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસતાક દિન માં પણ કન્ફયુજન થાય છે અને તે શા માટે છે એનીય અડધા ને ખબર નથી ને તમે વેલેન્ટાઇન ડે શા માટે કોનું છે ઈ... શું છે ઈ.. આવું સમજવા નીકળ્યા છો. ડૂબી મરો...
આ ઉંમરે તો પ્રેમ માં પડ્યા પછી બાપા નુય સરખું નથી માનતા તો આ બાબાઓ નું ક્યાંથી માનશે,
દર વખતે આપણી સંસ્કૃતિ મહાન , આપણી સંસ્કૃતિ મહાન એવું કહેવાથી કંઈ આપણે મહાન નથી થઈ જવાના , આપણે પશ્ચિમ નું જે સારું હશે તે સ્વીકારવું જ રહ્યું..
અલ્યા મહાન મહાન ના ગાણા ગાનાર તમારી આજુ બાજું , ઉપર નીચે બધું જોવો એમાં તમારી સઁસ્કૃતિ નું શું છે. એલાવ.."પેન ની ટાંક થી લઈને... પેન્ટ ની ચેન સુધી " બધુ અત્યારે જે તમે વાપરો ને ઈ તેની જ દેન સે જેને તમે ગાળો આપો છો.
  આતો એવું થયું કે આપણું મહાન તો બીજા નું ધૂળ.. ઢેફાં
અને પછી પોતાની મહાનતા ય એ ધૂળ ઢેફાં ગણાવો તેની ઉપર ઉભા રહી ને ન તમારી મહાનતા બતાવવી છે.  તો એનો મતલબ એવો જ થયો ને કે આપણી મહાન તા ની જેટલી ઊંચાઈ આપણે બતાવીએ છીએ તે ઓલા ના ખંભા પર ચડીયે તોજ મહાન અને ઊંચી દેખાય છે તો આપણી ઊંચાઈ શું ગણવી બોલો..
  આતો શું આપણી પાસે દુનિયા ને દેખાડવા માટે કંઈ બીજું છે નય ને એટલે આ સંસ્કાર ને સંસ્કૃતિ ની ફાટેલી પીપુડી વગાડયે રાખી.. એટલે ચાલ્યા કરે છે.

     જો પશ્ચિમ ની સારી વસ્તુનું અનુકરણ કરવા માં ધર્મ ભરષ્ટ થતો હોય તો મારે તેવા ધર્મ ની કોઈ જરૂર નથી તેવા ધર્મ નું તો હું પડીકું વાળી મોટો ખાડો ખોદી તેને દફનાવી ને તેના પર પીપી કરીશ. મારો ધર્મ મને એજ શીખવે કે જે સારું છે તે સ્વીકારો સારા વસ્તુ લેવા માં પોતાનું કે બીજા નું નો જોવાનું હોય અને આપણું ભલે ગમે તેટલું મહાન હોય જો તે કંઈ કામ માં મને નો આવતું હોય અને મારો વિકાસ માં કે મારા જીવન ના આંનદ લેવા માં ખલેલ પહોંચાડતું હોય તો ઈ ફગવી દેવાનું અને નવા માટે જગ્યા કરવાની.
        *   *   *  *

 #સમાધાન

આપણી પ્રજા છે ને તે ઉત્સવ પ્રિય પ્રજા છે. તે શું છે ,શેનું
છે ,શા માટે છે તે બધા કરતા તેની ઉજવણી માં વધુ રસ છે.
તે માની લેવું જોઈએ... અને તેની સાથે તેનો આનંદ પણ લેવો જોઈએ.
જો આપણે અંગ્રેજી કેલેન્ડર વગર નથી જ ચાલવાનું  તે આપણે સ્વીકારી લીધું, તો આપણે 31 ડિસેમ્બર ઉજવવા માં વાંધો ના જ હોવો જોઈ...
હું 31 ડિસેમ્બર પણ ઉજવીશ અને બેસતું વર્ષ પણ ઉજવીશ.

અને હા વેલન્ટાઇન ના આ દિવસો એ પ્રેમ ને વ્યક્ત કરવાના નહિ પ્રેમ ની ઉજવણી ના દિવસો છે. તે યાદ રહે

#પ્રાર્થના:  બધા એ પોત પોતાના પ્રેમ ધર્મ ને માની ને જેટલી પૂજા કરી છે તેટલું તેનું ફળ તેને જલદી મળે.

#આવતા_જતા

આજનો યુવાન ના તો 'ભૌતિકવાદી' છે , નાતો 'આધ્યાત્મવાદી' છે, નાતો તે 'નાસ્તિકવાદી' છે નાતો તે 'આસ્તિકવાદી' છે આજ નો યુવાન તો ફક્ત ''વાસ્તવવાદી'' છે.
       
                      ~હિતેશ નરસિંગાણી

Wednesday 10 February 2016

લોકશાહીને બચાવજો.

મોટા મોટા રાજકારણીઓના, મોટા મોટા ભોપાળા,
ચુંટણીઓ નજીક આવતા મોટી મોટી સભાઓ યોજે છે.
મોટી મોટી સભામાં મોટી મોટી વાતો કરીને,
જુઠા વચનોથી ભરમાવે છે.



મત દાન મહા દાન મીઠી મીઠી વાતો કરે છે,
કોઈ કહે કમળને ખીલવજો, તો કોઈ કહે પંજાને જીતાડ્જો.
એક એક મતની ભીખ માંગતા કેવા શરીફ દેખાય છે....!
ગોળમટોલ ભજીયાના, લાંબા લાંબા ગાઠીયના મોટા તાવડા માંડે છે,
પેટ ભરીને ખાઈ લેજો, ખોટી ફોર્માલીટી કરે છે.
પછી તો અમારોજ વારો છે...!, એવું ઈશારા ઈશારામાં કહે છે.
દિવસ આખો દારૂ બંધીની મોટી મોટી વાતો કરીને,
રાત આખી દારૂની બોટલો ઠાલવે છે.
પછી તો બાટલીઓ પીતા પીતા ભોળી પ્રજાને,
બાટલીમાં ઉતારવાની  મોટી મોટી ચાલો યોજે છે.
દિવસે માનવ ને રાતે દાનવ કાંચીડા જેમ સ્વરૂપો બદલવામાં
કેવી હોંશિયારી દેખાડે છે........!
આ બિચારી ભોળી પ્રજાને વાત વાત માં ફસાવા
છી..............છી...............છી..............
કાયદાના ઉલંઘન કરતા ક્યાં આ અચકાય છે.....!

જાગજો ભાઈઓ ને બહેનો,
આ રાજકારણીઓ થી ચેતજો.
લોકશાહીને બચાવજો....!
                            -રાજ પેથાણી

દોસ્તી નિભાવીશું,

દુનિયા માં આવ્યો છું... તો કશું આપી જ જવાનો છું,,,,
,
કયાં કશું સાથે લઈ જવાનો છું. ..???
,
થોડો પ્રેમ... થોડી લાગણી આપી,,,,
,
દિલ માં તમારા... થોડી મારી જગ્યા રાખી જવાનો છું,...!!!
,
જાજા દોસ્ત છે... થોડા દુશ્મનો છે,,,
,
દુશ્મનો ને પણ દોસ્ત બનાવી જવાનો છું...!!!
,
છો તમે મિત્રો બધા પારસમણી,,,
,
અડી ને તમને હું કથીર કંચન બની જવાનો છું..!!!
,
હું ગરીબ સુદામો, તમને કૃષ્ણ બનાવી,,,,
,
કૃષ્ણ સુદામા ની જોડી બનાવી જવાનો છું...!!!
,
આપો તો થોડી લાગણી... થોડો પ્રેમ આપજો,,,
,
હું તો જિંદગી તમારા નામે કરી જવાનો છું...!!!
,
એકલો આવ્યો તો... એકલો જવાનો છું,,,,
,
રહેજો સદા ખુશ, દુખ દર્દ તમારા લઈ જવાનો છું...!!!
,
વચન છે જિંદગીભર હસતાં હસતાં... દોસ્તી નિભાવીશું,,,,
,
જોજો ને જઈસ ત્યારે... રડાવી જવાનો છું...!!!
,
સદાય રાખજો મને દિલમાં તમારા,,,,
,
જન્મો જન્મ શોધી તમને... દોસ્તી નિભાવી જવાનો છું...!!!

भारतीय सभ्यता के नाम!

गाय  हमारी
 COW बन गयी,

                    शर्म हया अब
                  WOW बन गयी,

  काढ़ा  हमारा
CHAI बन गया,

                     छोरा बेचारा
                   GUY बन गया,

    योग हमारा
 YOGA बन गया,

                     घर का जोगी
                  JOGA बन गया,

 भोजन 100 रु.
PLATE बन गया,

         ..हमारा भारत
       GREAT बन गया..

  घर की दीवारेँ
 WALL बन गयी,

          दुकानेँ
SHOPING MALLबन गयीँ,

                        गली मोहल्ला
                    WARD बन गया,

    ऊपरवाला
LORD बन गया, 

  माँ हमारी
 MOM बन गयी,

                             छोरियाँ
        ITEM BOMB बन गयीँ,

  तुलसी की जगह
 मनी प्लांट ने ले ली..!

                    चाची की जगह
                    आंटी ने ले ली..!

पिता जी  डेड हो गये..! 
           भाई तो अब ब्रो हो गये..!
         बेचारी बेहन भी अब
          सिस  हो गयी..!

     दादी की लोरी तो अब
     टांय टांय फिस्स हो गयी..!

टी वी के सास बहू में भी
 अब साँप नेवले का रिश्ता है..!
                पता नहीं एकता कपूर
           औरत है या फरिश्ता है..!!!

   जीती जागती माँ बच्चों के
      लिए ममी हो गयी..!

        रोटी अब अच्छी कैसे लगे
 मैग्गी जो इतनी यम्मी हो गयी..!

गाय का आशियाना अब
      शहरों की सड़कों पर बचा है..!

             विदेशी कुत्तों ने लोगों के
   कंधों पर बैठकर इतिहास रचा है..!



    बहुत दुखी हूँ ये सब देखकर
          दिल टूट रहा है..!

      हमारे द्वारा ही हमारी      

      भारतीय सभ्यता का
       साथ छूट रहा है.....  

Sunday 7 February 2016

એક દીકરીનો એની મમ્મીને.....


 ===================

પ્રિય મમ્મી,
8 GB ની PEN DRIVE માં, થોડી જગ્યા ઓછી પડી નહિં તો, મારું આખું બાળપણ એક ફોલ્ડર માં નાંખી ને, 
અહીં સાસરે લઇ આવી હોત.


પણ,

મારું બાળપણ તો તારા ખોળા માં જ રહી ગયું.

તારા ખોળામાં, 
હું માથું મૂકીને સુઈ જતી, 
એ સમય સોનાનો હતો , 

અને 
 એટલે જ , 
એ ચોરાઈ ગયો. 

સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી. 

ગમે ત્યાં ખોવાઈ જાય છે. 
ઘરે હતી ત્યારે તો, 
તું મને શોધી આપતી. 

સાસરે આવ્યા પછી, 
મારી જ જાત મને મળતી નથી

તો

બીજી વસ્તુઓ તો ક્યાં થી મળે ?

તું રોજ સવારે,

મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી. 

હવે મારે, 
ALARM મુકવું પડે છે. 

આજે પણ રડવું આવે છે,

ત્યારે તારી જૂની સાડીનો છેડો આંસુઓ સામે ધરી દઉં છું.

આંસુઓ ને તો મૂરખ બનાવી દઉં, 

પણ 

આંખો ને કેવી રીતે ...બનાવું ? 
આંખો પણ હવે,

INTELLIGENT થઇ ગઈ છે.

મમ્મી, 

જયારે પણ VEHICLE ચલાવું છું, 

ત્યારે 
 પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું 

કે 

'ધીમે ચલાવ'.

'ધીમે ચલાવ' એવું કહેવા વાળું હવે કોઈ નથી,

એટલે 'ફાસ્ટ' ચલાવવાની મજા નથી આવતી.

મમ્મી, 

મારા ઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં, 

એક પણ U-TURN આવ્યો નહિ. નહિ તો, 

હું તને લેવા ચોક્કસ આવી હોત.

લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે, 

જે ગાડીમાં બેસી ને હું વિદાય પામી હતી, 

એ ગાડી ના 'REAR-VIEW MIRROR' માં લખેલું હતું કે '

OBJECTS IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR'.

બસ,

એ જ અરીસા માં છેક સુધી મેં તારો ચેહરો જોયા કર્યો. 

મમ્મી, 

કેટલાક રસ્તાઓ ONE-WAY હોય છે. 

એવા રસ્તાઓ ઉપર હું આગળ નીકળી ગઈ છું. 

કોઈ ને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે મારી SURNAME અને સરનામું, 

બંને બદલાઈ ગયા છે.

પણ 

એ રસ્તાઓ ઉપર WRONG SIDE માં DRIVE કરી ને પણ,

તને મળવા હું ચોક્કસ આવીશ. 

કારણ કે , 

મારું DESTINATION તો તું જ છે, .....

મમ્મી, 

મારું DESTINATION અને મારી DESTINY બંને તું જ છે.

WORLD STARTS WITH YOU AND ENDS IN YOU.

મમ્મી, 

સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી. 

કારણ કે, 

મારી દુનિયા તો તું છે....
- લી. મમ્મી ની દિકરી

દુનિયા માં આવ્યો છું.

દુનિયા માં આવ્યો છું... તો કશું આપી જ જવાનો છું,,,,
,
કયાં કશું સાથે લઈ જવાનો છું. ..???
,
થોડો પ્રેમ... થોડી લાગણી આપી,,,,
,
દિલ માં તમારા... થોડી મારી જગ્યા રાખી જવાનો છું,...!!!
,
જાજા દોસ્ત છે... થોડા દુશ્મનો છે,,,
,
દુશ્મનો ને પણ દોસ્ત બનાવી જવાનો છું...!!!
,
છો તમે મિત્રો બધા પારસમણી,,,
,
અડી ને તમને હું કથીર કંચન બની જવાનો છું..!!!
,
હું ગરીબ સુદામો, તમને કૃષ્ણ બનાવી,,,,
,
કૃષ્ણ સુદામા ની જોડી બનાવી જવાનો છું...!!!
,
આપો તો થોડી લાગણી... થોડો પ્રેમ આપજો,,,
,
હું તો જિંદગી તમારા નામે કરી જવાનો છું...!!!
,
એકલો આવ્યો તો... એકલો જવાનો છું,,,,
,
રહેજો સદા ખુશ, દુખ દર્દ તમારા લઈ જવાનો છું...!!!
,
વચન છે જિંદગીભર હસતાં હસતાં... દોસ્તી નિભાવીશું,,,,
,
જોજો ને જઈસ ત્યારે... રડાવી જવાનો છું...!!!
,
સદાય રાખજો મને દિલમાં તમારા,,,,
,
જન્મો જન્મ શોધી તમને... દોસ્તી નિભાવી જવાનો છું...!!!

શિક્ષકો તૈયાર છે?

એક વિધાર્થી ની શિક્ષકો ને અરજી.


મને જ્ઞાન આપજો....... વિજ્ઞાન તો હું વાંચી લઈશ. મારે શિક્ષા જોઈએ છે..... પરીક્ષા નહી.
શિક્ષક તેના નિરીક્ષણ (observation) માં જ મૂલ્યાંકન (evaluation) કરી શકે છે. તેના માટે પેપર સેટ કરવાની જરૂર પડતી નથી.

• વસંત આવવાની હોય ત્યારે કયું વૃક્ષ પરીક્ષા આપે છે?
• કળી માંથી ગુલાબ થાય એ પહેલા..... ગુલાબ નો છોડ.....એ કળી ને.... એક પણ સવાલ પૂછતો નથી.
• ચકલીઓ ના બચ્ચાઓ.... માળા માં થી પહેલી વાર ઉડે.... એ પહેલા કઈ પ્રવેશ પરીક્ષા (entrance exam) આપે છે?
• અરે, જ્યાં આકાશ એમને ઉડવાની પ્રેરણા આપતું હોય.... ત્યારે તેઓ માળા માં ગોંધાઈ રહેતા નથી.

તેમને પડવાનો વિચાર સુદ્ધા આવતો નથી કારણ કે તેઓ આકાશ ને જુએ છે.... જમીન ને નહિ.
પપ્પા કહે છે.... આજ ની શિક્ષણ પ્રથા સારી નથી, પણ મેં તો શિક્ષણ પ્રથા ને જોઈ જ નથી. મેં તો ફક્ત શિક્ષકો ને જોયા છે. શિક્ષકો સારા હોય તો શિક્ષણ પ્રથા સારી જ હોય...મને તો એટલી જ સમજ છે.
ડોક્ટર થી દર્દી ની સારવાર માં કોઈ ભૂલ થાય..... અને દર્દી મૃત્યુ પામે તો તમે તેને તબીબી બેદરકારી (medical negligence) કહો છો. તો પછી..... શિક્ષકો ભણાવવા જેવી વાતો ભણાવે નહિ અથવા ન ભણાવવા જેવી વાતો ભણાવે તો એને શૈક્ષણિક બેદરકારી (educational negligence) કેમ ન કેહવાય?

તબીબી બેદરકારી (medical negligence) થી તો ફક્ત એક વ્યક્તિ મરે છે. શૈક્ષણિક બેદરકારી (educational negligence) થી આખો સમાજ મરે છે. તમને મળેલી એ પીરીયડ ની મિનિટ દેશ નું ભવિષ્ય બદલી શકે છે. આ વાત ની તમને તો ખબર જ હશે ને!!!

પ્રિય શિક્ષકો...... મને માહિતી (information) અને જ્ઞાન (knowledge) વચ્ચે નો તફાવત ખબર નથી. એ તો તમારે જ સમજાવવો પડશે. પાઠ્ય પુસ્તકો બોલી શકતા નથી. વિજ્ઞાન ના પાઠ્ય પુસ્તક માં ઝીંદગી કેમ જીવવી એના વિષે તો ઉલ્લેખ જ નથી. સમાજ ના કોયડાઓ કેમ ઉકેલવા..... એવું તો ગણિત માં એકેય ઉદાહરણ જ નથી. અમે તો વિદ્યાર્થીઓ છીએ.... અમને ઉદાહરણ વગર ન સમજાય. જો ગણિત - વિજ્ઞાનની ચોપડીઓ જ સમાજ ઘડતી હોત તો આ લકવાગ્રસ્ત સમાજ (paralyzed society) ના ખરાબ વ્રણ (bed sore) અમારે વિદ્યાર્થીઓ ને જોવા ન પડત.

ગ્લાસ અડધો ખાલી છે કે ભરેલો.... મારે ફક્ત એ નથી જાણવું. મારે એ પણ જાણવું છે કે ગ્લાસ માં નું અડધું પાણી ક્યાં ગયું હોઈ શકે? ગ્લાસ માં રહેલા પાણી ની રચના (composition) શું છે? ગ્લાસ શેનો બનેલો છે? ગ્લાસ નો અને પાણી નો સંબંધ શું?

મારી બાળ સહજ નિર્દોષતા નું બાષ્પી ભવન કરે..... મારે એવો શિક્ષક નથી જોઈતો.
જે મારા માં રોજ નવી કુતુહલતા નું સિંચન કરે.... મારે એવો શિક્ષક જોઈએ છે.

મને જવાબ આપે એવો શિક્ષક મને ન પોસાય. મારા માં જે સવાલો ઉભા કરે... મારે એવો શિક્ષક જોઈએ છે.

જો ૧૮ વર્ષ ની ઉંમર પછી પુખ્ત થયેલા લોકો (શારીરિક પુખ્તતા ની વાત કરું છું... માનસિક નહિ) ને મત આપી સરકાર ચુંટવાનો અધિકાર છે...... (અરે બુદ્ધિશાળી લોકો.... મત આપી આપી ને પણ તમે પાંગળી સરકાર જ ચૂંટો  છો ને!) તો પછી અમને વિધાર્થીઓ ને અમારી પસંદ ના શિક્ષકો ચુંટવાનો કેમ અધિકાર નથી?

૩૫/૪૫/૬૦/૧૨૦ મિનિટ ના પીરીયડ માં અમારા પર રોજ રોજ શૈક્ષણિક બળાત્કાર થાય.... એ આ દેશ ની સરકાર ને મંજુર હશે. અમે દેશ નું ભવિષ્ય છીએ, દેશ ના ભવિષ્ય ને આ મંજુર નથી. સમાજ ના માપદંડો મારા ખભ્ભા ઉપર લાદી ને.... મને અપાહિજ ન બનાવતા. વાલીઓ ની સાથે સાથે.... પ્રિય શિક્ષકો.... તમને પણ કહું છું.......તમારી જે કઈ અપેક્ષાઓ છે એ તમારી પાસે જ રાખજો. તમારી અપેક્ષાઓ નું મને વજન લાગે છે. મારે દેશ ઊંચકવાનો છે. ખોખલા વિચારો નહિ. વર્ગખંડ માં પ્રથમ કે દ્વિતીય આવવાના સપનાઓ આપી ને.... મારી આંખો ને બગાડશો નહિ. મારી આંખો ને.... આંખો માં સમાય નહિ.... એવા સપનાઓ આપજો. ભારત નિર્માણ નું સ્વપ્ન. નીચે પડવાનો ડર... મને બતાવશો નહિ. મને ફક્ત આકાશ બતાવજો. મારે ઉડવું છે. મને તમારી ઝીંદગી ની નિરાશાઓ ના સ્પંદનો (vibrations) ભૂલે ચુકે પણ આપતા નહિ. મારે હકારાત્મકતા (positivity) જોઈએ છે.

ટુથ પેસ્ટ ની ટ્યુબ માંથી બહાર નીકળેલી ટુથ પેસ્ટ ને.... ફરી પાછી.....અંદર નાખવી હોય તો એ વાત અશક્ય કેહવાય. મારે એવું શીખવું નથી. ૧૦ cc ની syringe માં ભરી.... એ બહાર નીકળેલી ટુથ પેસ્ટ ને.... ફરી પાછી અંદર નાંખી જ શકાય.... મારે એવું શીખવું છે.

અશકય હોય એવી એક પણ શક્યતા ને મારે ઓળખવી નથી. મારે વ્યસ્ત રહેવું છે.... ભારત નિર્માણ માં. શિક્ષકો.... તમે મને કરેલી સારી કે ખરાબ દરેક વાત... મને આજીવન યાદ રહેશે. મારી ‘માં’ ના ચેહરા પછી હું સતત કોઈ નો ચેહરો જોતો હોવ તો એ એક સારા શિક્ષક નો છે. તમારી વાતો.... મારું વર્તન નક્કી કરશે. તમારો અભિગમ.... મારો પણ અભિગમ બનશે.

પ્રાર્થના કરું છું.....
મારા મમ્મી- પપ્પા એ મને સોંપ્યો છે તમને....એવી ઉંમર માં....
જયારે હું  વળી શકું છું.... કોઈ પણ દિશા માં..........
ઢળી શકું છું... કોઈ પણ આકાર માં.

પ્રિય શિક્ષકો.... તમે માળી છો.... ઈશ્વરે ઉગાડેલા બગીચા ની તમે કાળજી રાખો છો. એક પણ કળી મુરઝાય નહિ..... એનું ધ્યાન રાખશો ને? ચંપો , ચમેલી , પારિજાતક અને આ બગીચા માં રહેલા દરેક ફૂલ વતી હું એક ગુલાબ આપને વિનંતી કરું છું. મને શિક્ષણ નો માર કે દફતર નો ભાર આપશો નહિ. મને દંભીપણાનું આવરણ આપશો નહિ. મને વાતાવરણ આપજો કે જેમાં હું ખીલી શકું. સત્ય બોલવું સૌથી સહેલું છે. મને એ જ ગમશે. ભારત ના સ્વાસ્થ્ય માટે પણ એ જ સારું છે. મારી આંખો માં આંસુ આવે તો મને ફક્ત રૂમાલ ન આપશો..... એ આંસુઓ શું કામ આવ્યા છે? એનું કારણ પણ શોધવાનો પ્રયત્ન કરશો.

મેં સાંભળ્યું છે.... શિક્ષક ના શર્ટ ને ક્યારેય કોલર નથી હોતા. શિક્ષક ના પેન્ટ ને ખિસ્સા પણ નથી હોતા જેમાં કશુંક મૂકી શકાય. ટ્યુશન કરી ને શિક્ષક પોતાનું ઘર ચલાવી શકે, સમાજ નહિ. શિક્ષક ની મુઠ્ઠી ક્યારેય બંધ નથી હોતી કારણકે શિક્ષકે કશું જ લેવાનું નથી હોતું . ફક્ત આપવાનું હોય છે. ખુલ્લી હથેળીઓ વાળો હાથ જ શિક્ષક નો હોઈ શકે. નિ:સ્વાર્થ પરોપકાર ની ભાવના લઇ ને જનમ્યા હશો, અને ખરેખર ભાગ્ય શાળી હશો...... તો જ મારા શિક્ષક હશો...... કારણ કે એક વિધાર્થી માટે એક શિક્ષક ઈશ્વર છે. ઈશ્વર પોતાની પદવી બહુ આસાની થી કોઈ ને આપતો નથી. શિક્ષક બન્યા છો તો નક્કી ભાગ્યશાળી જ હશો. શિક્ષક ના ચોક ની તાકાત સંવિધાન બદલી શકે છે. દેશ ની સરહદ પર રહેલો જવાન દેશ બચાવે છે..... અને શિક્ષક દેશ બનાવે છે.

પ્રિય શિક્ષકો..... તમે દેશ નું સૌથી મોટું નિવેશ (investment) છો. કાળા પાટિયા પર સફેદ ચોક થી લખતાં હાથ આ દેશ નો ઇતિહાસ ફક્ત સમજાવી જ નહિ...... બનાવી પણ શકે છે. સમાજવિદ્યા માં આવતો ઇતિહાસ બદલી શકાય છે..... વિધાર્થીઓ તૈયાર છે.... ઇતિહાસ બદલવા.

શિક્ષકો તૈયાર છે?

આજે આંખે દરિયો પીધો

ક્યાં વાતે  ચડવું છે મારે ?
મન સાથે લડવું છે મારે .

આજે આંખે દરિયો પીધો ,
થઇ આંસુ રડવું છે મારે.

દિલમાં કેડી છે કંડારી ?
સામે રસ્તે મળવું છે મારે.

રાખ હવે શબ્દો ગજવામાં !
આખું નભ ઘડવું છે મારે .

ક્યાં અંકો પણ લાવારિસ છે ?
શૂન્ય થઇ  ફળવું છે મારે.

કવિ 
મોરબી

Friday 5 February 2016

તારા વ્હાટ્સએપ ના ગ્રુપ,

છોડ તારા વ્હાટ્સએપ ના ગ્રુપ,
માણ મસ્ત મૌસમ નું રુપ,
કર તારા ટ્વીટર ને ચુપ,
સાંભળ મીઠી કોયલ ની કુક,
ફેંક બધા ફેસબુક ના લાઈક,
સાચુકલી વાત કર ને કાંઈક,
છોડ ને અલ્યા ટીવી નો છાલ,
નિહાળ ભીના ફૂલો ના ગાલ,
મૂક હવે લેપટોપ ની લપ,
કર ચા ની ચૂસ્કી પર ગપસપ,
બંધ કર હવે મોબાઇલ ની ગેમ,
વાંચ હૈયા માં છલકાતો પ્રેમ,
બસ એટલું તું સમજી જા યાર...
જીવન છે ટચસ્ક્રીન ની બહાર...

કે દીકરો દસમામાં આવ્યો

કવિતાની છાલ તમે છોડો કે,દીકરો દસમામાં આવ્યો
કોક ટ્યુશન વાળાને હાથ જોડો કે દીકરો દસમામાં આવ્યો.
ટેનીસ થી ઊંચક્યો ને સ્વીમીંગ માં નાખ્યો,
અર્ધો ભીંજાયો કે સ્કેટિંગ માં નાખ્યો,
સાન્તાક્લોઝ લાવ્યા ને દાદા ભૂલાયા,
ડેડી ને ડેડ કીધું ત્યારે હરખાયા,
ભલે હાંફયો ને તોય કહ્યું, "દોડો!" કે દીકરો દસમામાં આવ્યો.
દીકરાને ગમશે શું, એ ક્યાં વિચાર્યું !
આપણી જ ઈચ્છાનું ભારણ વધાર્યું,
ઢાળ જોઈ દોડ્યા ને દોડાવ્યે રાખ્યું,
એક ઘડી થોભી એ ન વિચાર્યું -
આ દીકરો કે રેસ તણો ઘોડો! કે દીકરો દસમામાં આવ્યો.
હાલરડાં ગાઈ જેને હેતે સુવાડ્યો,
કાચી નીંદર માંથી એને જગાડ્યો,
ભણતરના ભાર તણો થેલો ઉપાડ્યો,
આંખો ન ઉઘડી ત્યાં ચોપડો ઉઘાડ્યો !
એ તો સપનું જોવા માં પડે મોડો કે દીકરો દસમામાં આવ્યો.
સઘળાને નંબર વન શાને બનાવવા ?
આટલા વિદ્વાનોને ક્યાં જઈ સમાવવા ?
સાથે મળી સૌ બેસો વિચારવા
ક્યાં સુધી છોકરા ને રોબો બનાવવા ?
કૈક એની મરજી પર તો છોડો કે દીકરો દસમામાં આવ્યો.
ટકા ઓછા આવશે તો લોકો શું કહેશે,લોકો ની લાય ભોગ છોકરાનો લેશે,
કરગરતા મા-બાપો ભિક્ષુક ને વેશે,
ભણતર ની આ હાલત ઋષીઓ ના દેશે ?
કોક વિરલા હવે આ વિષચક્ર તોડો કે દીકરો દસમા માં આવ્યો.