Pages

Sunday, 7 February 2016

આજે આંખે દરિયો પીધો

ક્યાં વાતે  ચડવું છે મારે ?
મન સાથે લડવું છે મારે .

આજે આંખે દરિયો પીધો ,
થઇ આંસુ રડવું છે મારે.

દિલમાં કેડી છે કંડારી ?
સામે રસ્તે મળવું છે મારે.

રાખ હવે શબ્દો ગજવામાં !
આખું નભ ઘડવું છે મારે .

ક્યાં અંકો પણ લાવારિસ છે ?
શૂન્ય થઇ  ફળવું છે મારે.

કવિ 
મોરબી

No comments:

Post a Comment