Pages

Friday, 19 February 2016

યે દેશ હૈ મેરા ...!!

સ્કૂલમાં ફોટા પાડવાના હતા..
પ્રિન્સીપાલ  ;- (ફોટોગ્રાફરને )૨૦ રૂપિયા વધારે કહેવાય ..અમારે સ્કૂલમાં ૧૬૦૦ વિદ્યાર્થીઓ છે એટલે ૧૦ -૧૦ રૂપિયામાં ફોટો પાડી દેજો..
પ્રિન્સીપાલ ;- (શિક્ષકને )-દરેક બાળકો પાસે ફોટાના ૩૦-૩૦ રૂપિયા લઇ લેજો .
શિક્ષક ( કલાસરૂમમાં )-સાંભળો બાળકો કાલે તમારા ફોટા પાડવાના છે એટલે દરેક પોતાના ઘરેથી ૫૦ રૂપિયા લઈને આવજો..

**તોફાની વિદ્યાર્થી ઘૂઘો ;- આ માસ્તર બધા મળી ગયેલા છે,એક ફોટાના ૨૦ રૂપિયા થાય અને આપણી પાસેથી વધારે લઈને સ્ટાફરૂમમાં સમોસા ઝાપટશે ..કોઈને નીતિ જેવું છે જ નહી..!!

**ઘરે આવ્યા પછી
ઘૂઘો ;- '' મમ્મી..કાલે અમારી સ્કૂલમાં ગ્રુપ ફોટો સેશન છે એટલે માસ્તરે ૧૦૦ રૂપિયા મંગાવ્યા છે.."
મમ્મી ;- ''૧૦૦ રૂપિયા...!આ લોકો પણ ખુલ્લી લૂટ જ કરેછે ..વધારે પૈસા લઈને પછી આપણા પૈસાથી જલસા જ કરશે ...! થોડી વાર અહી ઉભો રહે બેટા..હું તારા પપ્પા પાસેથી તારા માટે પૈસા લઈ આવું હો..!
ઘૂઘાની મમ્મીએ ઘૂઘાના પપ્પાને કહ્યું...એ ય ...સાંભળો છો..બાળકોની સ્કૂલમાં કાલે ફોટા પાડવાના હોવાથીમ માસ્તરોએ ૨૦૦ રૂપિયા મંગાવ્યા છે...!!!!

()

No comments:

Post a Comment