Pages

Monday 29 February 2016

વેદ અને વર્ણ વ્યવસ્થા એક સત્યનું ખોટુ અર્થઘટન

ઋગવેદના દસમા મંડલ ૨૪ સુકતના 'પુરુષ સુકત'માં 'વિશ્વ સ્વરૂપ અર્થાત કાળ-પુરુષ કે 'વિશ્વપુરુષ' 'વિશ્વંભર' યાને પરમ કૃપાળુ પરમાત્મા ને સ્તુતિ રૂપે, વ્યંજનાત્મક ભાષામાં રજુ કરી છે. જેને મોટા ભાગે હિન્દુ કે બીન હિન્દુઓ વર્ણ-વ્યવસ્થાનું મૂળ માને છે. તો સૌ પ્રથમ આપણે તે ૨૪ સુકતનો અભ્યાસ કરીએ; એ પહેલા આવા મંત્રો અન્ય કયા કયા વેદમાં છે? તે જાણીએ.....


અથર્વ વેદમાં કાંડ ૧૯માં તથા સામ-વેદમાં ૬ઠા મંડળમાં, આ કહેવાતા પુરુષ સુકતના અમુક સુકતો છે.... આ મંત્રો તૈતિરય આરણ્યક ગ્રંથોમાંથી વેદમાં ઘુસાડવામાં આવેલ હોવાનું એક અનુમાન છે. અથવા કરી શકાય. આ સિવાય શત પથ બ્રાહ્મણ, તૈતિરીય બ્રાહ્મણ... સ્વેતસ્વેતેતર ઉપનિષદ અને મુદગ્લોપાનિષદમાં તેમજ ભગવદ પુરાણ અને મહાભારતનાં મોક્ષધર્મ પર્વમાં જોવા મળે છે... કેટલાક વિદ્વાનોનું એમ પણ કહેવાનું થાય કે આ મંત્રો ભગવદ પુરાણમાં થી વેદમાં ટ્રાવેલ કર્યા છે..... 

યજુર્વેદની બન્ને શાખામાં વેદોકત દર્શન અને સ્પીરીચ્યુઆલીટી ભણાવવાનો વર્બલ કોન્ટ્રેક્ટ હતો. આથી અહિ થી જ આ જ શાખામાં કશેક ગરબડ થઈ હોય ??? આ એક શકયતા દર્શાવુ છુ. કારણ મોટા ભાગના બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યકો પણ આ જ શાખા પાસે જ રહ્યા હતા..... વળી ૧૪મી સદીમાં થયેલા સાયણ આચાર્ય પણ ''યજુર્વેદી હતા. અને તેને વિષય પર લાંબુ ખેડાણ કર્યુ હતુ. અને વેદ, વેદોકત સાહિત્ય જેવાં કે આરણ્યક, બ્રાહ્મણ ગ્રંથ અને ઉપનિષદ અને તેના પર પૂનઃભાષ્ય કર્મ કર્યુ. મોટા ભાગના વેદની આવૃતિમાં સાયણનો જ અનુવાદ જોવા મળે છે... 

(આ લેખ લખનાર પણ યજુર્વેદી જ છે. .... પી. ) 


એક આડ અને અતિ મહત્વની વાત. તૈતિરય આરણ્યકમાં આ પુરુષ સુકત ના ૨૪ મંત્રો છે. જેમાં ચાર પંક્તિના શ્લોક રૂપે છે, આથી ૧૨ જ મંત્રો ગણાય. તે પણ વેલ પોલીશ્ડ એવી પાણિનીની સંસ્કૃતમાં રચાયેલા છે. અનુષ્ટુપ છંદ નો ત્રીસ્ટુપ પ્રકારે છે. જયારે આ સિવાય તમામ વેદ ગીર્વાણ ભાષામાં લખાયેલ છે. આ પુરુષ સુકત મંત્રો, તેમજ તેની ટેસ્ટીમોનિયલ ચારેય વેદ સાથે ક્યાયં પણ મેચ ખાતા નથી. ન તો વેદીક ભાવાર્થ કે વેદીક શૈલી કે વેદીક ગંધર્વ (છંદ) ... તેમજ આ પ્રકારની સ્ત્રોતમ-સ્તુતિ જેવી કથા-વસ્તુ વેદોમાં છે જ નહિ .... જયારે વેદો ફકત પ્રકૃતિની ઉપાસનાની જ વાત કરે છે. અહિં ઉપાસના યાને ઉપ+ આસન અર્થાત 'ની સમીપ બેસવુ'. અથવા ના 'સાન્નિધ્યમાં બેસવુ' . અહિ બેસવાનો અર્થ એક શારીરિક ક્રિયા નથી. ખુબ ગહન છે. સમજી ને અર્થ વિસ્તાર કરવો. 

જેને અમુક ભાષ્ય કાર વ્હાલથી કે અતિશયિક્તિથી આ ગ્રંથો ને વેદના ગદ્ય ગ્રંથો કહે છે. ખરેખર તેને વેદના ગદ્ય ગ્રંથ જ ન કહી શકાય. (હું સહમત પણ નથી ) તે ગ્રંથો જેવા કે સંહિતાઓ, બ્રાહ્મણ, આરણ્યક, અને ઉપનિષદ. આ ચારે સાહિત્ય ગ્રંથો પર આગામી લેખમાં વિશદ ચર્ચા કરશું. અહિ બ્રાહ્મણ એ વેદોતર (અનુવેદ) સાહિત્યનો એક પ્રકાર જ છે. 

આ બધા ગ્રંથો ને સંહિતાઓ ને બાદ કરતા, વેદના ભાષ્ય ગ્રંથ કરતા સંશોધિત ગ્રંથ કહી શકાય. જેમાં વેદના કોઈ ચોક્કસ મંડળ (અધ્યાય) ના ચોક્કસ અનુવાક ના ચોક્ક્સ સુકત ના શ્લોક પર ગહન અભ્યાસ અને સંશોધન થતુ અને તેના પરિપાક રૂપે એક નવો જ ગ્રંથ ઉપલબ્ધ થતો. તેમ ગુરુ -શિષ્ય વાળી થતી. સોરી પ્રશ્ન ઉતર વાળી. અને તેના પરિણામ રૂપે ઉપનિષદ ગ્રંથો અવતરણ પામ્યા. 

આ અરણ્યાક પ્રથા(મેથડ) માં કુલ ૧૩ જેટલા બ્રાહ્મણ (ગ્રંથો) ત્થા આરણ્યક (ગ્રંથો)નું અવતરણ થાય છે. ૧૪મી સદીમાં થયેલા સાયણ નામના કૃષ્ણ યજુર્વેદના અધ્યેતા એવા આ આચાર્યે પૂનઃ ભાષ્ય કાર્ય પર પોતાની શૈલીનું બ્રશ વર્ક કર્યુ છે, તે એક યક્ષ પશ્ન છે. મૂળ ગ્રંથોના અભ્યાસ અંતે એવુ લાગે છે બ્રશ વર્ક જ કર્યુ છે, કોઈ સેળ-ભેળ નથી થઈ. કદાચ બ્રાહ્મણ ગ્રંથોને પાણિની કૃત વ્યાકરણબદ્ધ સંસ્કૃતમાં કર્યા હોવાની શકયતા પણ નકારી શકાતી નથી. 

બ્રાહ્મણ ગ્રંથોની વાત બાદ બીન બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીએ. તે ગ્રંથો કતિપય આરણ્યક, તરીકે ઓળખાતા કે કહેવામાં આવતા. તેમજ કેટલાક ક્ષાત્ર-ગ્રંથો, આ તમામ ગ્રંથો/સાહિત્યની પણ વિસ્તૃત ચર્ચા કરશુ, આગામી લેખમાં....

વેદ અને તેના ભાષ્ય કે સંશોધિત ગ્રંથની સુચી 

ઋગવેદઃ-- ૧))) એતરેય આરણ્યક, ૨))) કૌષીત્ક્તિ અથવા શાંખાયન આરણ્યક. 

સામવેદ ૧))) તાવલકર (જૈમિનીયોપનિષદ) આરણ્યક, ૨))) છાંદોગ્ય આરણ્યક 
યજુર્વેદઃ-- ૧))) શુકલ, ૨))) બૃહદારણ્યક ૩))) કૃષ્ણ, ૪))) તૈતિર્રીય, ૫))) મૈત્રાયણી આરણ્યક 

અથર્વવેદ- આ વેદ સૌથી છેલ્લે આવ્યો, તૃટક અને છુટક રૂપે-સ્વરૂપે હોતા, આ ગ્રંથ પર લીટરેસી કે થીસીસ સ્ટડી વર્ક ન થતા કોઈ ઉપ ગ્રંથો કે સાંકળ ગ્રંથો નથી બન્યા. કદાચ આ ગ્રંથ બાદ તક્ષશિલાનો સુવર્ણ કાળ શરુ થયો હોય ને આરણ્યક બંધ થયા હોય. પ્રથમ ત્રણ વેદ અલગ અલગ જગ્યા એ લખાય ચુકયા હતા. જે આર્ષ કે મહર્ષિની પરંપરામાં જોડાય ગયા હોય ??? !!!!! 
આટલા જ સંશોધિત ગ્રંથો હાલ ઉપલબ્ધ છે. આ સિવાયના અનેક સંશોધિત ગ્રંથો હતા જે હાલ અપ્રાપ્ય છે. 

---બેક ટુ ઋગવેદ:--- 

મંડળ દસ

सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् ।
स भूमिं विश्वतो वृत्वात्यतिष्ठद्दशाङुलम् ॥१॥
पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भव्यम् ।
उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ॥२॥
एतावानस्य महिमातो ज्यायाँश्च पूरुषः ।
पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि ॥३॥
त्रिपादूर्ध्व उदैत्पूरुषः पादोऽस्येहाभवत्पुनः ।
ततो विष्वङ् व्यक्रामत्साशनानशने अभि ॥४॥
तस्माद्विराळजायत विराजो अधि पूरुषः ।
स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः ॥५॥
यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत ।
वसन्तो अस्यासीदाज्यं ग्रीष्म इध्मः शरद्धविः ॥६॥
तं यज्ञं बर्हिषि प्रौक्षन्पुरुषं जातमग्रतः ।
तेन देवा अयजन्त साध्या ऋषयश्च ये ॥७॥
तस्माद्यज्ञात्सर्वहुतः सम्भृतं पृषदाज्यम् ।
पशून्ताँश्चक्रे वायव्यानारण्यान् ग्राम्याश्च ये ॥८॥
तस्माद्यज्ञात्सर्वहुत ऋचः सामानि जज्ञिरे ।
छन्दांसि जज्ञिरे तस्माद्यजुस्तस्मादजायत ॥९॥
तस्मादश्वा अजायन्त ये के चोभयादतः ।
गावोः ह जज्ञिरे तस्मात् तस्माज्जाता अजावयः ॥१०॥
यत्पुरुषं व्यदधुः कतिधा व्यकल्पयन् ।
मुखं किमस्य कौ बाहू का ऊरू पादा उच्येते ॥११॥
ब्राह्मणोऽस्य मुखमासीद् बाहू राजन्यः कृतः ।
ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रो अजायत ॥१२॥
चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत ।
मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत ॥१३॥
नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णो द्यौः समवर्तत ।
पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात्तथा लोकाँ अकल्पयन्॥१४॥
सप्तास्यासन् परिधयस्त्रिः सप्त समिधः कृताः ।
देवा यद्यज्ञं तन्वाना अबध्नन्पुरुषं पशुम् ॥१५॥
यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ।
ते ह नाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः ॥१६॥

આ સોળ સુકતની સુચિમાંથી કેટલાકો એ ફકત દસ મી સુકતને વર્ણ વ્યવસ્થાનો કારક બતાવ્યો છે, તે તદન ખોટુ અને અનર્થ ઘટન છે. આ સ્તુતિ (સ્ત્રોતમ) વેદની નથી. એક પણ વેદમાં સ્તુતિ સ્વરૂપ જ નથી. બીજુ પ્રશ્ન પુછવાની શૈલી પણ વેદ ગ્રંથની નથી..... તેમ જ અથર્વ વેદમાં અંતિમ સુકત સાથે સેળ ભેળ થઈ છે, અથર્વ વેદમાં અંતિમ સુકત સોમ ના ઉલ્લેખ સાથે સપામન થાય છે ... બીજુ એક એક જ પ્રકારની ડિઝાઈન કરેલી સ્તુતિ બધા ત્રણ વેદમાં મળે છે. જેને વેદ સાથે સ્નાન સુતક નો પણ સંબંધ નથી. એવુ મેક્સમૂલરથી લઈ ને અનેક લોકો કહી ચુકયા છે, અને મારો અભ્યાસ પણ આ વાત સાથે સહમત છે. પ્રથમ વેદની વાણી ગીર્વાણ-ભારતી (પાણિની પહેલાની સંસ્કૃત ભાષા) માં લખાયેલી છે. જેમાં અનુષ્ટુપ છંદ જ વપરાયો છે, અને માત્રા મેળ કરવા માટે કોઈ છુટછાટ લીધેલી નથી..... અને તદન પ્રાકૃત અને બોલચાલની સંસ્કૃત ભાષા એટલે ગીર્વાણ... બીજુ ઋગવેદમાં જે રીતે ૯૦ અધ્યાયની શરુઆતમાં ઋષિનો નામોલ્લેખ કર્યો છે. તે પણ આખા વેદમાં પ્રથમ વાર જ જોવા મળ્યો છે. બીજુ આ સ્ત્રોતમની ભાષા પાણિની કૃત સંસ્કૃત છે. અને એકદમ પોલીલ્ડ લેન્ગવેજ છે. 

બીજુ આ દસમાં સુકતમાં રાજન્ય શબ્દ પણ વેદમાં બીજે કયાંય નથી. તેમ બ્રાહ્મણોઃસ્ય શબ્દ પણ આ ચારે વેદમાં કયાંય જોવા નથી મળતો..... તેમજ રાજન્ય શબ્દ ક્ષાત્રનો એક્ઝેટ સમાનાર્થી શબ્દ પણ નથી. આથી, અહિ એક તર્ક કરીએ તો ક્ષાત્ર છે જ નહિ તો શુદ્ર કેવી રીતે હોઈ શકે ??? નંબર બે બ્રાહ્મણ એટલે અહિ કોઈ જ્ઞાતિ વાચક ઓળખનો શબ્દ નથી. બ્રાહ્મણ એટલે પ્રાતઃકાળનો પ્રકાશ પણ એવો પણ થાય છે. તેમ જ બ્રાહ્મ કે બ્રહ્મને રીલેટેડ પણ થાય છે. 

यत्पुरुषं व्यदधुः कतिधा व्यकल्पयन् ।
मुखं किमस्य कौ बाहू का ऊरू पादा उच्येते ॥११॥
ब्राह्मणोऽस्य मुखमासीद् बाहू राजन्यः कृतः ।
ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रो अजायत ॥१२॥ અર્થાત જે પ્રુરુષનું વિશેષ રૂપથી વર્ણન કર્યુ તો કેટલા પ્રકારથી તેની વિશેષ રૂપથી કલ્પના કરી, તે પ્રુરુષનુ મોઢુ, હાથ, જાંઘ અને પગ ક્યાં ? જોજો મિત્ર આ ૧૧ મી સુકતમાં પ્રશ્ન શું છે ? અને અહિ જે પુરુષની વાત છે તે અજન્મા પરમાત્માની વાત છે, અને તેને જાગતા જગતની આંખે બ્રહ્માંડ સાથે સરખાવવામાં આવે છે. ટુંક માં આખુ બ્રહ્માંડ શરીર અને શરીર આખુ જ બ્રહ્માંડ ... આ વ્યંજનાત્મક ભાષા છે. (જે પાણિની સંસ્કૃતની આગવી દેન છે) આ પ્રશ્ન માં એમ નથી પૂછવામાં આવ્યુ કે કે મુખમાંથી કોણ પેદા થયુ કે ભુજામાંથી કોણ અને જાંઘ અને પગમાં થી કોણ પેદા થયુ??? આ ૧૧ સુકત બે વખત વાંચજો જરુર પડે તો વધુ વખત વાંચજો.....

[[very very very very important ]]
બ્રાહ્મણોઃસ્ય મુખમાસીદ અર્થાત બ્રાહ્મણ એનું મુખ છે. {(राजन्यः बाहूकृतः) ખરેખર આવી રીતે હોવુ જોઈએ } રાજન્ય તેના બેઉ હાથ છે. વૈશ્ય છે તેની જાંઘ, અને પગનો ભાગ શુદ્ર છે. આવુ અસલી ભાષ્ય છે. પરંતુ અલગ અલગ પ્રકાશનના વેદોમાં આનો અર્થ એમ કરે છે. કે પગમાંથી શુદ્ર જન્મ્યા..... તો અમે માની લીધુ કે માય મિ લોર્ડ જન્મ્યા ..... તો અમારો જવાબ એ છે કે 'હે અક્ક્લના કોથળાઓ પ્રથમ ૧૧ નંબર ની સુકત તો વાંચો પછી તેના જવાબમાં ત્રણ વર્ણ સુધી સાદા વર્તમાન કાળમાં '' છે'' નામનો (ટુ બીનું રૂપ છે ) એકાક્ષરી શબ્દ છે અને પગની વાત આવે તો અજાયત કે ત્યાં થી પેદા થયુ એવો ક્યાંય અર્થ હોઈ શકે ????' અહિ, અજાયત ''છે'' ના ધ્રોતક રૂપે છે આથી તેને ''છે'' ના રૂપે જ લેવું પડે આ સંસ્કૃત વ્યાકરણ નો સર્વ સામાન્ય નિયમ છે.... સામવેદમાં દર્શાવેલા પુરુષ સુકતમાં આ શ્લોકો જ નથી. અને મારી પાસે જેટલા વેદ છે તેમાં પણ આવો અર્થ કરવામાં આવ્યો ''મુખ એ બ્રાહ્મ છે, હાથ(ભુજા) એ રાજન્ય જાંઘ એ વૈશ્ય અને પગને શુદ્ર છે અથવા જાણ.'' વિશ્વપ્રુરુષનું આખુ એનેટોમી પુરુ થઈ ગયુ...

હે અક્કલના ડફોળ કંકરો આ સુક્ત માં કોઈ જ્ઞાતિ વાચક ઓળખ કે વિશેષણની વાત જ નથી તો આ સુકત ને વર્ણ વ્યવસ્થામાં શાને ઘુસાડી દીધો ??????????? આ સુકતમાં આજ્ન્મા પરમાત્માની જ સ્તુતિ આ સોળ શ્લોક રૂપે છે. જે આજે પણ દક્ષિણ ભારતમાં ગવાય છે. આ સ્તુતિ એટલે આજન્મા પરમાત્માનું સાહિત્યક સુક્ષ્મ રૂપ. જેથી અમુક લોકોને સમગ્ર વેદ અભ્યાસ ન કરવો પડે.... 


લોજીક--નંબર -૨ વળી આ સુક્તમાં ક્ષાત્ર જેવો શબ્દ જ નથી આથી પણ વર્ણ વ્યવસ્થાવાળી વાત નો છેદ ઉડી જાય છે. ને કોણે કહ્યુ કે વેદો પર બ્રાહ્મો નો જ હક્ક છે ? વેદો તો આખી વિશ્વના માનવ સમુદાય માટે છે.

હવે વેદના વાસ્તવ તરફ---- વેદ ગ્રંથોમાં અસુર, દ્વાવિડ, યવન, મલેચ્છ, અનાર્ય, દસ્યુ , કયપિત, શકા જેવી નવેક પ્રજા (જ્ઞાતિ નહિ) નો ઉલ્લેખ છે. તો આને કેમ આ વર્ણ-વ્યવસ્થાની બહાર રાખ્યા ? હે અક્ક્લ ના મહાકંકરો, 'કેમ આ બધા માસીના દિકરા થતા હતા???????? '

મજાક---લોજીક જે મારા તરફથી છે--- અગર જાંગ યાને સાથળ એ પગમાં જ આવે કે બહાર ??? હાહાહાહા. માની લીધું કે ગોઠણથી પગ કાપી નાખ્યો તો કોઈ વૈશ્ય ગોઠણ ભેર દોડી શકે ???? બાવડા ગમે તેટલા મજબૂત હોય પણ પગ જ ન હોય તો ??? બુદ્ધિ ગમે તેવી હોય કે સ્પીરીચ્યુલાટી ગમે તેવી હોય અને શરીર લકવા ગ્રસ્ત હોય તો ? કાયમી આધીન જ રહેવુ પડે કે નહિ ????.... મિત્રો ભલે કોઈએ વેદમાં ઘુસાડયુ પણ આનો અર્થ વિસ્તાર અતિ ગહન છે...

મારા મતાનુસાર બ્રાહ્મ કાળથી બપોરના સૂર્ય પ્રકાશનું વર્ણન કર્યુ છે, વિશ્વપુરુષ રૂપી. બ્રાહ્મ એટલે જયારે ઈશાન પૂર્વમાં સૂર્ય હોય ત્યારે સૂર્ય કિરણોનો જે રંગ હોય તેને બ્રાહ્મ કહેવામાં આવે છે. (બ્રાહ્મ) ઈશાનથી અગ્નિ (પ્રભાત) અને મધ્યાન અને સાંજ .... આને સુકતની અંદર રહેલી અલંકારીક શબ્દો રૂપી ભાષ્ય ને સમજવા વેદીકના અન્ય ગ્રંથો ને પણ સમજવા શીખવા પડે.... વેદીક જ્યોતિષમાં કાળ પૂરુષની કલ્પના કરવામાં આવે છે વેદીક વાસ્તુ માં વાસ્તુપુરુષની કલ્પના કરવામાં આવે છે. અહિ પુરુષ નો અર્થ મેસ્ક્યુલાઈન કે મેલ નથી થતો, અહિ પુરુષનો અર્થ 'હ્યુમન બીઈંગ' થાય છે. 

ચાલો થોડા આગળ વધીએ આ પુરુષ સુકતના બીજા સુકત તરફ 

चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत ।
मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत ॥१३॥
नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णो द्यौः समवर्तत ।
पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात्तथा लोकाँ अकल्पयन्॥१४॥ અર્થાત મનન કરવાના સામર્થ્ય થી ચંદ્ર બન્યો, રૂપ દર્શનના સામર્થ્યથી સૂર્ય બન્યો. મુખથી ઈન્દ્ર(જલ) , અગ્નિ, વિદ્યુત, અને આગ જેવુ તેજસત્વ થયુ . રીપીટ મુખથી ઈન્દ્ર(જલ) , અગ્નિ, વિદ્યુત, અને આગ જેવુ તેજસત્વ થયુ ... કેમ અહિ મુખ થી બ્રાહ્મણ ન થયો ??? અને મુખ થી જલ હોય સાથે અગ્નિ અને વિદ્યુત કે આગ હોય ??? એક વેદમાં ફકત જલ જ કહે છે. તેનો પર્યાય વાચી શબ્દ ઈશાન વાપર્યો છે ત્યાં..... પ્રાણથી વાયુ....||૧૩|| નાભીથી અંતરિક્ષ ને કલ્પિત કર્યો છે...શીર ભાગ થી વિશાળ આકાશ કલ્પિત કર્યો છે.પગથી ભુમિ અને કાનોથી દિશાઓ અને આ પ્રકારે સમસ્ત લોકની કલ્પના કરી છે. અહિ પગમાંથી ભુમિ આવી તો પગમાંથી શુદ્ર કેમ ન આવ્યા ???????? મિત્રો થીંક બીગ એન્ડ ડીપ.... આ એક વ્યંજનાત્મક સ્તુતિ છે. એથી વિશેષ કશું જ નથી ચાહે વેદમાં હોય કે ન હોય, તો પણ તેનુ અર્થઘટન કોઈ ચોક્ક્સ વર્ણ વ્યવસ્થાની ઓળખ તરફ તો નથી જ લઈ જતું. હાં નથી જ લઈ જતું. 

|| અપૂર્ણમ-સંપૂર્ણમ ||

પં. ડો હિતેષ એ. મોઢા

No comments:

Post a Comment