Pages

Wednesday 10 February 2016

લોકશાહીને બચાવજો.

મોટા મોટા રાજકારણીઓના, મોટા મોટા ભોપાળા,
ચુંટણીઓ નજીક આવતા મોટી મોટી સભાઓ યોજે છે.
મોટી મોટી સભામાં મોટી મોટી વાતો કરીને,
જુઠા વચનોથી ભરમાવે છે.



મત દાન મહા દાન મીઠી મીઠી વાતો કરે છે,
કોઈ કહે કમળને ખીલવજો, તો કોઈ કહે પંજાને જીતાડ્જો.
એક એક મતની ભીખ માંગતા કેવા શરીફ દેખાય છે....!
ગોળમટોલ ભજીયાના, લાંબા લાંબા ગાઠીયના મોટા તાવડા માંડે છે,
પેટ ભરીને ખાઈ લેજો, ખોટી ફોર્માલીટી કરે છે.
પછી તો અમારોજ વારો છે...!, એવું ઈશારા ઈશારામાં કહે છે.
દિવસ આખો દારૂ બંધીની મોટી મોટી વાતો કરીને,
રાત આખી દારૂની બોટલો ઠાલવે છે.
પછી તો બાટલીઓ પીતા પીતા ભોળી પ્રજાને,
બાટલીમાં ઉતારવાની  મોટી મોટી ચાલો યોજે છે.
દિવસે માનવ ને રાતે દાનવ કાંચીડા જેમ સ્વરૂપો બદલવામાં
કેવી હોંશિયારી દેખાડે છે........!
આ બિચારી ભોળી પ્રજાને વાત વાત માં ફસાવા
છી..............છી...............છી..............
કાયદાના ઉલંઘન કરતા ક્યાં આ અચકાય છે.....!

જાગજો ભાઈઓ ને બહેનો,
આ રાજકારણીઓ થી ચેતજો.
લોકશાહીને બચાવજો....!
                            -રાજ પેથાણી

No comments:

Post a Comment