Pages

Saturday, 28 November 2015

આજે બધા મિત્રો ને "કોક્ટેલ" પીવડાવવુ છે ...

આજે બધા મિત્રો ને "કોક્ટેલ" પીવડાવવુ છે ...
‪#‎india_won‬
કાલે ભારત 9 વર્ષ પછી સાઉથઆફ્રિકા સામે સિરીઝ જીત્યું ... આમા જો કોઈ સૌથી વધુ દુઃખી થયું હશે તો તે હશે આપણા વાસી થય ચુકેલ કેપ્ટન મહેન્દ્ર ભાઈ ને કારણ કે ઓલો ત્રણ લંગુરિયા ફિલ્મ નો ડાયલોગ યાદ જ હશે ...
" જબ દોસ્ત ફેલ હોતા હે તો દુઃખ હોતા હે લેકિન જબ દોસ્ત ફર્સ્ટ આયે તો બહોત જ્યાદા દુઃખ હોતા હે 😅"

‪#‎darubandhi_in_bihar‬
અને મારી બધા બિહારી ભાઇયોં ને સલાહ છે ... મોટાભાઇયોં પોતપોતાના ઘર માં માલ નો જેટલો સ્ટોક કરવો હોય એટલો 31 માર્ચ 2016 સુધી માં કરી લેજો ... અને ત્યાર પછી ઝારખંડ અને up ના બધા સપ્લાયરો ને પણ સલાહ છે તમે બધા બિહાર ની બોર્ડર પરના કોઈક ગામ માં ગોડાઉન ની વ્યવસથા કરી લેજો ..જેથી પછી આગળ જતા શું સપ્લાઇ માં વાંધો નો આવે ... અને જો બિહારી ભાઇયોં માં નવા બુટ્લેગર બનવા માગતા ભાઇયોં ને જો કોઈ તાલીમ લેવી હોઇ તો તેમને ગુજરાત માં આવી અને 3 મહિના ની તાલીમ લેવા વહેલી તકે ગુજરાત આવી જવું ... અને સાથે જ મારી મોદી સાહેબ ને વિનંતી છે કે બિહાર ના બધા પોલીસ અફસરોં અને નેતાઓ ને સ્વિસ બેંક માં ખાતું ખોલાવી આપવું .. અને આ વધુ કર્યા પછી જો 1 એપ્રિલ એ નિતીશ કુમાર જો આવી ને કહે કે મે તો એપ્રિલ ફૂલ બનાવ્યા ..બિહાર માં દારૂ ચાલુ જ રેશે ... તો ઉપર સલાહ આપી એ બધા લોકો એ નિતીશ કુમાર ઉપર ગુસ્સે ન થવું ... કારણ કે
" એપ્રિલ ફુલ બનાયા ... તો ગુસ્સા કાહે કો આયા ... ઉસમેં મેરા નહીં કસૂર... કહો ઉનસે જિસને યે દસ્તૂર બનાયા "
આ આટલા શબ્દો તેના ભાષણ માં બોલવા માટે હું તેમને મારા તરફથી પત્ર લખી ને વિનંતી કરી દઈશ ...
‪#‎Aamir‬
આ હમણાં તો આ આમિર ના નિવેદન પછી ફ઼ેસબુક અને વોટ્સ એપ પર તો દેશ ભક્તિ ના રાફળા ફાયટા સે હો ...એની માને પેલી વાર દેશ માં ભારત -પાકિસ્તાન ના મેચ સિવાય આટલી બધી દેશભક્તિ નો જુવાળ ઊભો કરવા બદલ આપણે આમિર ખાન નો આભાર માનવો જોય .. ને આપણે બધા ગાળ આપીયે ઇ આપણા સંસ્કાર નઈ હો ...પણ આપણા ઘર માં જો કોઈ બટ્કેલ છોકરો હોઇ તો એનો ઢંઢેરો ગામ માં કરવો જ જોઈ ..ભલે ને પછી ઘર નુ નામ ખરાબ થાય .. કઈ દેજો હજી કોઈને કંઇ મૂકવું હોઇ કે પોસ્ટ કરવું હોઇ તો કરી દેજો હો .. આવી તક વારમવાર નથી મલતી ... મૂકતા નઈ હો .. ગામ ના ચોક માં કોક માર ખાતું હોઇ તેના પર હાથ સાફ કરવા જેવો મોકો છે આ ..

‪#‎Election‬
આ કોર્પોરેશન ની ચૂંટણી થય અને તેમા મતદાન થયું એટલું જ આપણે તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી માં કરવાનું છે ...હો નકર વળી આ મોટા શહેર ના માણસો ને ખોટુ લાગી જાય ..યાદ રાખજો 45% થી વધુ મતદાન થય જાશે કાલે તો... આ મોટા શહેરો ના ભણેલા -ગણેલ લોકો ને ખોટુ લાગી જાય ...એનૂય ધ્યાન રાખવું પડે ને ગમે એમાં તો એય આપણા ભાયુ જ ને .. આપણે ખાલી ફ઼ેસબુક માંજ દેશભક્તિ બતાવવાની હો ..કારણ કે આપણા જેવા નવરા માણસો પાસે સમય નો ખૂબ અભાવ હોઇ છે એટલે ચાલે બધું ...

‪#‎પ્રાથના‬:- આ વિષ્ણુ ભગવાન પછી માર્કેટ માં નવા આવેલા સહિષ્ણુ ભગવાન આપણા દેશ અને આપણા પર પોતાની કૃપા વરસાવતા રયે...
‪#‎majak‬
આવતા જતા
લાલુ :- આ બિહાર મા બધું ઘાસ તો ખાતા ખાતા ખૂટી ગયું હવે શું ખાવું પીવું ..
નિતીશ:- ચિંતા ના કરો હું દારૂબંધી લગાવી દવ છુ .. પછી આપણે નીરાતે ખાધા પીધા રાખશું

Friday, 27 November 2015

દરેક વિસ્તારમાં આબોહવા

દરેક વિસ્તારમાં આબોહવા અનુસાર તહેવારો ,ઉત્સવો ,ખાણીપીણી, અને પહેરવાસ પ્રયોગમાં લેવા આવતા હોય છે!! ઓરિસ્સા માં વાતાવરણમાં ૭૦% ભેજ ને કારણે અહી ના ટૂંકા પહેરવેશ ને વધારે માન્યતા આપાય છે. દિવાળી પછી તહેવારોની મોસમ લગાતાર ચાલુ જ રહે છે!
ગુજરાતી વિક્રમ સંવત અને ઓરિયા કેલેન્ડર વચ્ચે ૧૫ દિવસનો ગાળો રહે છે!! આપણે ત્યાં ગુજરાત માં આસો વદ ૧ ચાલુ થાય એટલે ઓરિસ્સા નો કાર્તિક વદ ૧ ચાલુ થાય! આપણે પહેલા અજ્વાળિયું(સુદ) આવે, અહી પહેલા અંધારિયું!!! એ હિસાબે ૨૫/૧૧/ બુધવાર ના કાર્તિકપૂર્ણિમા અને કાર્તિક માસની પૂર્ણ હુતી, આજે મહા વદ 2 છે!
સમગ્ર કાર્તિક માસ દરમ્યાન ચુસ્ત ઓરિયા ધર્મ પાળતા મોટા ભાગ ના લોકો ઉપવાસ દરમ્યાન લશણ, ડુંગળી વિના ના શાકાહારી વ્યંજનો ખાઈ દેવી દેવતાઓ નું પૂજન કરે છે.ઓરિયા લોકો મોટે ભાગે માંસાહારી જ હોય છે. કાર્તિક માસ દરમ્યાન માંસાહાર નો ત્યાગ એટલે કે "છાડ" કરે છે.
મહાવદ ૧ ના દિવસે પોતાના પ્રિય માંસાહારી વ્યંજનોને એક મહિના ના ત્યાગ પછી ખાવા નો ઉત્સવ એટલે "છાડ ખાઈ"!! જો મહાવદ ૧ ના દિવસે ગુરુવાર જે લક્ષ્મી જી નો વાર માનવા આવે છે અથવા સોમવાર જે શિવજી નો વાર ગણવા આવતો હોવા થી ત્યારપછી નાદિવસે "છાડ ખાઈ" મનાવ્વવા માં આવે છે! આજે શુક્રવાર હોવાથી મટન, ચીકન, અને મચ્છી માર્કેટ માં અપાર ભીડ જોવા મળી રહી છે!!
માંસ, મટન ખાવા છતાં અહીના લોકો ચુસ્ત હિંદુ છે! માનવતા ની અનેક મીશાલો અહી જોવા મળે છે. શિક્ષણ નું સ્તર ખુબ જ ઉચ્ચ સ્તર નું છે! અસહિષ્ણુતા ની અસર અહી ઓછી વર્તાય છે!!

Wednesday, 25 November 2015

આ સાગર મારી


આજ ભરી લઉં આ સાગર મારી આંખોમાં,
બસ એમ છુપાવી લઉં તારા દર્દને આંખોમાં.
નિરંજન શાહ 'નીર'



પાંપણ ને કોઈ ની પ્રતિક્ષા

અશ્રુ સંગાથે કાળુ કાજળ ઝરે છે,

ને આંખો માં લોહી ના રંગો ભરે




છે,


નીંદર બિચારી પાછી વળી


ગઈ,

પાંપણ ને કોઈ ની પ્રતિક્ષા
નડે છે……

Monday, 23 November 2015

સમય ની કિંમત સમજતાં થઇએ..!

વિતેલા દિવસો પાછા નહીં આવે, સમય ની કિંમત સમજતાં થઇએ..!
વાંક મારો હતો કે તારો,
એ વાત ને હવે ભુલતા થઇએ...!

અરસ પરસ થોડુ સહન કરી લઈ ને,
ચાલો સબંધો સાચવતા થઇએ...!
માત્ર "આજ" આપણને મળી છે,
કાલની કોઈ ને ખબર કયાં,
ચિંતાની ગાંઠ બાજુ એ મુકી,ચાલ હરપળ માં જીવતાં થઇએ...!
ગણિત પૃભુ નું સમજાતું નથી,
ને આપણી મરજીથી કંઈ થાતુ નથી....,
ભલે એ દેખાતો નથી પણ,
ચાલ ઇશ્વરમાં માનતાં થઈએ...

મને મળે તેના કરતા સુખ તને વધુ મળે .



મને મળે તેના કરતા સુખ તને વધુ મળે .
તને મળે તેના કરતા દુઃખ મને વધુ મળે .

Sunday, 22 November 2015

કેટલાક સંબંધો👌✌

It's written in Gujarati, but it's nicely written, hope u enjoy reading it!

કેટલાક સંબંધો👌✌

જીવન સાથે વણાઈ જાય છે,

કેટલીક યાદો

સ્વપ્ન બની ને રહી જાય છે,

લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,

'કોઈકના' પગલા

કાયમ માટે યાદ રહી જાય છે!!

ઝીંદગી મળવી એ નસીબની વાત છે

મોત મળવું એ સમયની વાત છે

પણ મોત પછી પણ

કોઈના દિલમાં જીવતા રેહવું

એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે..

પાનખરમાં વસંત થવું મને ગમે છે,

યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,

આંખ ભીની તો કાયમ રહે છે,

તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

મોકલું છું મીઠીયાદ

ક્યાંક સાચવી રાખજો,

મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,

તડકામાં છાયો

ના લાવી શકે તો કંઈ નહિ,

ખુલા પગે તમારી સાથે ચાલશે

એ જ યાદ રાખજો.

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,

જે નામંજુર હોય તે જ કરવું પડે છે,

રોવાનો અધિકાર પણ

નથી આપતું આ જગત,

ક્યારેક લોકોને બતાવવા માટે

હસવું પણ પડે છે. .

આંસુ સુકાયા પછી જે મળવા આવે...

એ "સંબંધ છે", ને...

આંસુ પહેલા મળવા આવે....,

એ પ્રેમ છે

દરેક ઘર નું સરનામું તો હોય...પણ....

... ગમતા સરનામે ઘર બની જાય.....

એ જીવન છે...!!