સિતારો નભ થી..
બની સિતારો નભ થી
ખરવુ નથી મારે
દુનિયા ની ધમકી થી
ડરવુ નથી મારે
કિનારો ના મળે તો
ભલે ના સહી
ડૂબાડી બીજા ને ક્યારેય
તરવુ નથી મારે
મહેનત નુ જેટલુ મળે છે
તેનાથી સંતોષ છે
ખિસ્સુ વ્યર્થ કમાણી થી
ભરવુ નથી મારે
દુખ મારુ અંગત છે
સહી લઇશ હુ ખુદ
કહી ને બીજા નુ ચેન
હરવુ નથી મારે
No comments:
Post a Comment