આ હિન્દુસ્તાન છે. એક બિનસાંપ્રદાયિક અને વાણીસ્વાતંત્ર્યની ભૂમિ છે. આથી આજ દેશની માટી માંથી જન્મીને, આજ દેશનું અન્ન ખાઈને , આજ દેશની ધરતીનું ખોદી શકાય છે. આ દેશ પર દેશ દ્રોહના પ્રહારો કરી શકાય છે. કુછ બાત હેકી હસતી મિટતી નહિ હમારી..... એ સત્ય છે કે આટ આટલા પ્રહારો થયા પછી પણ આપણો દેશ અને આપણા દેશની સંસ્કૃતિમાં જીવતા લોકો પર આવા પ્રહારોની કોઈજ અસર થઇ નથી. પરંતુ એ પણ ચોક્કસ છે કે, આ દેશની ઉગતી પેઢી પર આવા પ્રહારો ખુબ મોટી નકારાત્મક આશરો ઉપજાવી રહ્યા છે. અને તેનાથી દેશના દરેક નાગરિક ને ચિંતિત થવું જ જોઈએ.
દેશની વર્તમાન સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે, હવે દરેકે એક્શનમાં આવવું અનીવાર્ય બની ચુક્યું છે. જો આ દેશને બચાવો હોય તો...! કેટલાય વર્ષોથી આ દેશની ઉગતી પેઢીઓના માનસ પટ પર હિન્દુત્વ વિષે ગેર સમજ, ધિક્કાર, અને તિરસ્કાર કરાવતા શબ્દોની એવી અગન વર્ષા થઈ છે કે, ભારતીય સમાજ પોતાની પરંપરાને, પોતાના ઉજ્જવળ વારસાને, હીન અને પતિત સમજવા મજબુર થઈ ગયો.
ભોગવાદ અને આંતકવાદની વચ્ચે ઉછરતી, ગૂંચવાયેલી આપણી નવી પેઢીને આ દેશની ગરિમાની કેટલી પડી છે ? એમને ખબર છે કે ભારત અને ભારતીયતા શું છે ? અંધશ્રધ્ધાનો સરવાળો છે ? અંતિમવાદ કે કટ્ટરતાનો પાળો છે ? તેમને સત્યથી અવગત કરી શકીશું ખરા ?
વાંચો.....! ભારત શું છે...? ભારત એક વિશાળદિલ જીવનશૈલી છે કે જેની વ્યાખ્યા કરવાનું એક બે શબ્દોમાં સંભવ નથી. શ્રી મતી એનીબેસન્ટના શબ્દો આપણા દરેકની આખો ખોલી નાખે તેવા છે...
“લગભગ ચાલીસ વર્ષો સુધી વિશ્વના મહાન ધર્મોના અભ્યાસ પછી, મને એક પણ ધર્મ એવો નથી જડ્યો, એવો સંપૂર્ણ નથી લાગ્યો, એવો વૈજ્ઞાનિક નથી જણાયો, એવો દાર્શનિક અને આધ્યાત્મિક નથી લાગ્યો, જેવો મહાન હિંદુ ધર્મ છે, જેને હિન્દુત્વના નામે ઓળખવામાં આવે છે. હિન્દુત્વ વિષે જેમ વધુ જાણતા જસો તેમ તેમ તેને વધુ ચાહવા લાગશો.જેમ જેમ તેને વધુ સમજવાનો પ્રયાસ કરશો, તેમ તેમ તેનું મુલ્ય વધુ ઊંડાણથી પામશો, અને જો જો કોઈ ગાફલાઈમાં ન રહેતા. હિન્દુત્વ વિના ભારતનું કોઈજ ભવિષ્ય નથી. હિન્દુત્વ એક એવી માટી છે જેમાં ભારતના મુળિયા ચોટયા છે. અને તેને ઉખેડી નાખશો તો અવશ્યપણે ભારત મુરજાય જશે- જેવી રીતે કોઈ વ્રુક્ષને જમીન માંથી ઉખેડી નાખો અને જે દશા થાય તેવી રીતે. કેટલાય ધર્મો અને કેટલીય જાતિઓ ભારતમાં વિકસી રહી છે, પરંતુ કોઈની પાસે ભારતના ભવ્ય ભૂતકાળ સુધી પહોંચવાની પહોંચ નથી કે ભારતને એક રાષ્ટ્ર તરીકે ટકવવા માટે તે કોઈની જરૂર નથી. તે જેવા આવ્યા છે તેવા જતા રહેશે, પરતું ભારત રહેશે. ભારત શું છે ? તેના ભૂતકાળની ભૌગોલીક અભિવ્યક્તિ છે, નસ્ટ થયેલી ભવ્યતાની એક સ્મૃતિ છે, તેની કળા છે, તેના ભવ્ય સ્મારકો, બધામાં આરપાર હિન્દુત્વ અંકાયું છે.”
આટલું કહીને ડો. એનીબેસન્ટ હિંદુઓને ચેતવતા પ્રશ્નો પૂછે છે : “ જો હિંદુઓ જ હિન્દુત્વને નહી જાળવે તો તેને કોણ બચાવશે ? જો ભારતનાજ સંતાનો પોતાના ધર્મને પકડી નહી રાખે તો બીજું કોણ તેની રક્ષા કરશે ? ભારતને માત્ર ભારતજ બચાવી શકશે. અને ભારત કે હિન્દુત્વ બને એકજ છે.”
જે દેશના નાગરિકોની ઉપર આ દેશની રક્ષા કરવાનું બહુજ મોટું દાયિત્વ છે. તે દેશની ઉગતી પેઢી કેટલી જાગૃત છે ? જેના પર ‘સંકીર્ણતા’ અને ‘સંકુચિતતા’ નો આરોપ લગાવામાં આવી રહ્યો છે તે દેશ માટે માત્ર એનીબેસન્ટ જ નહી, વિશ્વના પ્રખર વિદ્વાનો, તત્વ ચિંતકો અને મહાનુભાવો કેટલું ગૌરવ લે છે. તેની આ ઉગતી પેઢીને કેટલી જાણ છે હશે ?
હવે સમય આવી ગયો છે આ દેશની પરંપરા સામે થતા પ્રહારો સામે લડવાનો..! પરંતુ કેવી રીતે ? આ દેશની ગરીમાને જાણીને અને અનુભવીને, આ દેશના બાળકો યુવાનોને શાળા કોલેજો ઉપરાંત ટુયુંશનમાં મોકલીને નહી, આ દેશ પ્રત્યે અસ્મિતા જગાડે તેવા પુસ્તકો પાસે મોકલીને. બગીચાઓમાં મોકલીને નહી, મંદિરોમાં મોકલીને.
યાદ રાખજો...! આધુનિકતાના આડંબરમાં એક હિંદુ તરીકે આપણી નવી પેઢીમાં હિન્દુત્વની ગરિમા રેડવાનું ચુકી ગયાતો ...?
તો તે એક આત્મ વિનાશક અપરાધ બની રહેશે.
બુસ્ટર – જન્મે હિંદુ અને વર્તને હિંદુ બને અલગ બાબત છે.
-રાજ પેથાણી

Wow yarrr so good nice
ReplyDelete