વિતેલા દિવસો પાછા નહીં આવે, સમય ની કિંમત સમજતાં થઇએ..!
વાંક મારો હતો કે તારો, એ વાત ને હવે ભુલતથઇએ...!
અરસ પરસ થોડુ સહન કરી લઈ ને, ચાલો સબંધો સાચવતા થઇએ...!
માત્ર "આજ" આપણને મળી છે, કાલની કોઈ ને ખબર કયાં, ચિંતાની ગાંઠ બાજુ એ મુકી, ચાલ હરપળ માં જીવતાં થઇએ...!
ગણિત પ્રભુ નું સમજાતું નથી, ને આપણી મરજીથી કંઈ થાતુ નથી, ભલે એ દેખાતો નથી પણ, ચાલ ઇશ્વરમાં માનતાં થઈએ...!!
ચાલો થોડું માણસ-માણસ રમીએ, નમીએ, ખમીએ, એક બીજા ને ગમીએ, અને સુખ-દુઃખમાં એક બીજાને કહીએ, "તમે ફિકર ના કરો અમે છીએ"
આજે એક નવો જ સંકલ્પ લઈએ, "એક બીજાની અદેખાઈ, સ્પર્ધા તજીએ, એક બીજાના પુરક બનીએ,"
ચાલો થોડું માણસ-માણસ રમીએ...!!!
No comments:
Post a Comment