હમણાં હમણાં આપણા સૌ કોઈ નું ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ આવી જશે. પ્રાથમિક અને માધ્યમિક નું પરિણામ શાળામાં આવી પણ ગયું હશે. વિદ્યાર્થી મિત્રો, અને વાલીઓ. આપ સૌ કોઈ ને કેટલાય શાળા વાળા અને ટ્યુશન વાળા જાત જાતના પ્રલોભનો પણ આપી ગયા હશે. આવા કોઈ પ્રલોભનો માં ના ફસાતા આપણે એવું ક્ષેત્ર પસંદ કરીએ કે જેમાં આપણી ઈચ્છા હોય, રસ હોય. વિચારો કે સચિન તેંદુલકરને સંગીતમાં મોકલવામાં આવ્યા હોત અને લતામંગેશકર ક્રિકેટમાં મોકલવામાં આવ્યા હોત તો ? મિત્રો સમયની માંગ ના જુઓ તમારું વ્યક્તિત્વ એવું બનાવો કે સમય તમારા વ્યક્તિત્વની માંગ કરે. મને આશા છે કે આપ કઠપુતળી ના પાત્રો તો નથી જ. કે આપ બીજાના દોરવાયા દોરવાય જાવ.
જે વિષયમાં રસ છે અને જે વિષય આવડે છે તેમાં નિષ્ણાત બનવા શિક્ષણનો મોટો હિસ્સો ફાળવો. દુનિયાની તમામ બાબતો ને સીખી લેવી તેમાં કોઈ માલ નથી.
- રાજ પેથાણી
No comments:
Post a Comment