આજે કોલેજ માં એકાઉન્ટનું પેપર હતું. આજે પેપરના દિવસે મને બે અનુભવ થયા. અનુભવમાંથી ઘણું શીખવા પણ મળ્યું. અને થોડો ગુસ્સો પણ આવ્યો. ગુસ્સો આવવો વ્યાજબી હતો.
પરીક્ષા આપવા હું મારા મિત્ર સાથે પરીક્ષા બિલ્ડિંગમાં પ્રવેશ્યો. મારી સાથેના બધા પરિક્ષાર્થીઓ એક બીજા સાથે વાતચીત કરતા કરતા પરીક્ષા ખંડ માં પ્રવેશતા હતા. હું મારા મિત્ર ને ખભે હાથ રાખી પેપરની ચર્ચા કરતો અંદર પ્રવેશ્યો. હજુ તો જગ્યા ઉપર બેસું તે પહેલાજ પરીક્ષા ખંડ માં એક પ્રોફેસર પ્રગટ થયા. મને કહ્યું, 'રાજ... આ બગીચો છે.' મેં કહ્યું... કેમ ? શું થયું...? ( અચાનક જ મગજમાં લાઈટ થઈ કે હું ખભે હાથ રાખીને અંદર આવ્યો તે જોઈ ગયા હશે.) મેં સોરી કહીને માફી માગી. તેને પણ મને કહ્યું કે ખભે હાથ રાખીને આવો છો તો શું આ બગીચો છે. મેં ફરી વખત સોરી કહ્યું.
મારી ભૂલ હતી, હું સ્વીકારું છું. પણ વાત એ છે કે એટલી પણ ભૂલ નોહતી કે બગીચો કહેવું પડે. હા શિસ્ત માં નોહતો. અને ત્યારે એવો માહોલ પણ નોહતો કે એટલી બધી શિસ્ત રાખવી પડે. એ પણ હકીકત છે. ( પ્રોફેસર એની જગ્યાએ સાચા હશે હું મારી જગ્યાએ સાચો હતો.)
વાત જો બગીચાની જ હોય તો વિધાર્થીઓ અને પ્રોફેશરો કોલેજ કેમ્પસ ની અંદર પાન માવા, ગુટકા ફાકી, બીસ્ટોલ પીવે ત્યારે શું કોલેજ બગીચો નથી બની જતી...? છોકરીઓ બગલ દેખાય તેવા ટૂંકા અને વલ્ગર કપડાં પહેરીને આવે અને ક્યારેક તો અંદરના વસ્ત્રો નરી આંખે દેખાતા હોય ત્યારે શું કોલેજ બગીચો નથી બની જતી...? એવા કેટલાય દ્રશ્યો બને છે કે જ્યારે કોલેજના કેમ્પસ કરતા બગીચાના દ્રશ્યો સારા હોય...
હા બદલાતા જમાના પ્રમાણે અમુક બાબતો સ્વીકારવી પડે. પણ હદ તો ત્યારે થાય કે વંદે માતરમ કે રાષ્ટ્ર ગીત ચાલતું હોય ત્યારે શિસ્તના બણગાં ફૂંકવા વાળા આજ પગાર સેવક પ્રોફેશરો કોલેજ ના કેમ્પસમાં બગીચા માં બેઠા હોય તેમ બેઠા રહે. શિસ્તને ખાતર નય પણ દેશને ખાતર માન આપવા પણ બે મિનિટ ઉભા રહેવાની તસ્દી ના લે. ત્યારે શું કોલેજ બગીચો નથી બની જતી...?
ખેર, આ લખીને મારે કોઈ બદલો નથી લેવો, મારી ભૂલ હતી એટલે હું સ્વીકારું પણ છું પરંતુ અમુક વાસ્તવિકતા એવી છે કે જેમાં આપણાં બધાનું ભવિષ્ય શૂન્ય છે, દેશ અને સંસ્કૃતિ ને શોભા દેતું નથી. આપણે જાણીએ છીએ, આપણી નજર સામેથી પસાર થાય છે ક્યારેક આપણે બધા તેમાં સહભાગી થઈએ છીએ.
એવી કેટલીય બાબતો છે કે જેની સામે પ્રશાસને નક્કર પગલાં લેવાની જરૂર છે. કેવળ પ્રશાસન નહિ આપણે નાગરિકો એ પણ જાગૃત થવાની જરૂર છે. નીડરતાથી મુકાબલો કરવાની જરૂર છે. સહભાગી થવાની જરૂર છે.
મહેરબાની કરી કોઈ પ્રોફેસરનું નામ પૂછવા નો આવે.
બીજા અનુભવની વાત પછી ક્યારેક.....
:- રાજ પેથાણી
No comments:
Post a Comment