Birthdays mean a fresh start; a time for looking back with gratitude at the blessings of another year. It is also a time to look forward with renewed hope for bigger blessings. May you find true bliss as you face your next milestones. Happy birthday!
કરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..
Wednesday, 22 June 2016
Happy birthday 🎂. 🎂
Birthdays mean a fresh start; a time for looking back with gratitude at the blessings of another year. It is also a time to look forward with renewed hope for bigger blessings. May you find true bliss as you face your next milestones. Happy birthday!
Sunday, 12 June 2016
Thursday, 9 June 2016
Sunday, 15 May 2016
Wednesday, 11 May 2016
"નીલ બટ્ટે સન્નાટા"
_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_
હા તો આપણે કોઈ જાત ના રાઇટર નથી એ ચોખવટ, એટલે આ રીવ્યુ નહિ પણ તે ફિલ્મ જોતી વખતે મારી સાથે કનેક્ટ થયેલી લાગણીઓ, અને ફિલ્મ સાથે ના મારા વિચારો શેર કરું છું. સૌથી પેલા તો નામ આવું અષ્ટમ્ પષ્ટમ્ નામ શું કામ રાખ્યું અને આ તે કેવું નામ , પેલા મનેય એવું લાગ્યું સાલું સાઉથ ના ફિલ્મ જોતી વખતે 'બદલા ધ રિવેંજ' આવા નામ વિચિત્ર નથી લગતા.પણ આવા મુવી માં લાગે , પણ ફિલ્મ જોશો એટલે સમજાઈ જશે.
ફિલ્મ રીવ્યુ આપવા માટે આ નથી લખ્યું, ફિલ્મ રીવ્યુ લખવાનું કામ ફ્લોપ રાઇટર કરે અથવા ટોપ રાઇટર કરે એ સિવાય બીજા કોઈને હક નથી ફિલ્મ ની સમીક્ષા કરવાનો.😜
હા તો આપણે કોઈ જાત ના રાઇટર નથી એ ચોખવટ, એટલે આ રીવ્યુ નહિ પણ તે ફિલ્મ જોતી વખતે મારી સાથે કનેક્ટ થયેલી લાગણીઓ, અને ફિલ્મ સાથે ના મારા વિચારો શેર કરું છું. સૌથી પેલા તો નામ આવું અષ્ટમ્ પષ્ટમ્ નામ શું કામ રાખ્યું અને આ તે કેવું નામ , પેલા મનેય એવું લાગ્યું સાલું સાઉથ ના ફિલ્મ જોતી વખતે 'બદલા ધ રિવેંજ' આવા નામ વિચિત્ર નથી લગતા.પણ આવા મુવી માં લાગે , પણ ફિલ્મ જોશો એટલે સમજાઈ જશે.
આ ફિલ્મ નો બેઝ એટલે મેથ્સ, અને હું એન્જીન્યરીંગ નો સ્ટુડન્ટ એટલે મારો બેઝ પણ મેથ્સ એટલે મારી સાથે તો આ ફિલ્મ ડાયરેક્ટ જોડાય , બીજું આમ જે પરિસ્તીથી વર્ણવી છે. તેમાં જે છોકરી છે અપેક્ષા એ મારુ પ્રતિનિધિત્વ કરે છે. દરેક ગરીબ/લોઅર મિડલ ક્લાસ ફેમિલી માંથી આવતા સ્ટુડન્ટસ નું પ્રતિનિધિત્વ કરે છે. મારુ એક સામાન્ય ઓબ્ઝર્વેશન છે. ગરીબ/લોઅર મિડલ ક્લાસ ફેમિલી ના છોકરા-છોકરી ને જેટલી , પોતાના વિષે વિચારવાની, પછી તેના પર ચાલવાની, પોતાના સપના જોવાની અને તેને પુરા કરવા માટે મથવા દેવાની (તે ન પુરા થાય એ અલગ વાત છે.) હોય છે. તેટલી હાયર મિડલ ક્લાસ કે થોડા સમૃદ્ધ ફેમિલી ના બાળકો ને છૂટ નથી હોતી, બોવ ઊંચા ની આપણે વાત નથી કરતા કારણ કે એનો આપણ ને અનુભવ નથી મિત્રોસ્, બાકી તમેય આ વિષે થોડું ડિપ્લી વિચારશો તો ખબર પડી જાશે.
હવે ફિલ્મ પર આવીએ આ ફિલ્મ માં એક ગરીબ મા-દીકરી ની વાત છે. પિતા નથી, દિવસ રાત ખુબ મહેનત કરી ને મા તેની દીકરી ને ભણાવે છે. ( મા ના રોલ મા સ્વરા ભાસ્કરે તો પોતાની આખી જિંદગી ની એક્ટિંગ શીખી હોય અને તે બધા નો નિચોડ અહીં ઠાલવ્યો હોય એવો અભિનય અને 10 માં ધોરણ માં ભણતી છોકરી અપેક્ષા નો રોલ પણ કબીલેદાદ છે.)
પણ છોકરી ને ભણવા માં જાજો રસ નથી, તે માત્ર ભણવા ખાતર ભણતી હોય છે. સ્વભાવે અલ્લડ, પોતાનું ધાર્યું કરવા વાળી,પણ નિખાલસ છોકરી જે પોતાની મા આગળ ખુલ્લી હોય છે. મા ને તેની અપેક્ષા પર ઘણી અપેક્ષા હોય છે. પણ તે ક્યારેય તેની અપેક્ષા માટે દબાણ નથી કરતી કે નથી તેના વિષે જાજી વાત કરતી.... ફિલ્મ ચાલતી રહે છે. હા બોરિંગ તો જરાય નથી .હસતા હસતા રડાવે અને રડતા રડતા હસાવે એવી ફિલ્મ , અને છેલ્લે તમારે ઉભા થય ને મો ધોવા તો જવું જ પડે તોય કદાચ આંખો ભીની રહી જાય એવી ફિલ્મ, હા બાધી બીજી વખત જોવા વાળા ને કદાચ આ બોરિંગ લાગી શકે, અને જો મારી સલાહ થી કે કેવા થી તમે આ ફિલ્મ જોવ ને બોરિંગ લાગે તો મને નો કેતા, એના કરતા મારી સલાહ મુજબ બાધી જ ત્રીજીવાર જોઈ નાખજો.🙃
પણ જેને ખરેખર કાંઈક ફિલ્મ માંથી પણ શીખવું છે. તે આ ફિલ્મ ખાસ જોવે. અરે ભાઈ બીજું કાંઈ નહીં તો મેથ્સ અઘરું લાગતું હોય એવા લોકો માટે તો આ મુવી ખાસ છે. તે સિવાય પણ ઘણું બધું છે. એ બધા પોત પોતાની રીતે ઉપાડી શકે એમ છે. પણ આ મેથ્સ વાળું તો કોમન છે.😃
ફિલ્મ ના ડાયલોગ ની જો વાત કરીયે તો એક સાથે 15-20 ક્વોટ તો આમાં થી મળીજ રહે.
એક દ્રશ્ય માં સ્વરા તેની દીકરી ને પૂછે છે. તારે શું બનવું છે. તો તેના જવાબ માં દીકરી અપ્પુ કહે છે. બાઈ બનવું મારે અને તેની મા પેલા તો ચોંકી જય છે અને પછી ગુસ્સો કરે છે. તેના પર ત્યારે અપ્પુ ઉર્ફ અપેક્ષા કહે છે, એન્જિનયર કા બેટા એન્જિનયર, ડોક્ટર કા બેટા ડોક્ટર તો બાઈ કી બેટી બાઈ હી બનેગી ના...
છતાંય મા ત્યાં રડવા નથી બેસતી કે હે ભગવાન શું થશે...
હું આટ આટલું કરું ને આ છોકરી આમ.... ને તેમ
પછી દીકરી સામે મા પર ગુસ્સે થતા કહે છે. ''ઇસ દેશ મેં તો બચ્ચો કો અપના ફ્યુચર ડીસાઇડ કરને કા ફ્રીડમ હી નહીં હૈ"
ફિલ્મ માં મા દીકરી વચ્ચે ની તકરાર માટે એક સંવાદ
મા: મા હું તેરી ગુડીયા
દીકરી: તો બાપ બનને કી કોશિશ મત કર.
બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે ચાલેલા કોલ્ડ વોર થી કમ નથી. આ ફિલ્મ માં ચાલતી મા દીકરી વચ્ચે ની તકરાર. છતા તેની સાથે છે, મા દીકરી વચ્ચે નો પ્રેમ , એક અદભુત ભાવનાત્મક જોડાણ.
મો માં ન ઘૂસે એવી મોટા કઠણ/કડવા લાડવા જેવી ફિલોસોફી ને ચૂરો કરી ને સરળતા થી ગળે ઉતરી જાય અને કડવી પણ ના લાગે એ રીતે તેની ઉપર હાસ્ય નું થોડું કેપસ્યુલ બનાવી ને બતાવવા માં આવ્યું છે. મૂળ તો વાત સ્કુલ ની છે. મા(પેરેન્ટ્સ) ના સંતાન પાછળ ના સંઘર્ષ ની છે. સંતાન માટે ના સપના ની છે.
આમાં નથી મે ફિલ્મ ની વાત કરી કે તેની અંદર ની સ્ટોરી ની, ફ મેં તો બસ મારા અનુભવ કહ્યા છે.
(ફિલ્મ ની સ્ટોરી કહી દવ તો મજા શેની)
#પ્રાર્થના: જો ભાઈ આવી ફિલ્મો એક તો બહુ ઓછી બને, અને બને તો લોકો સુધી પહોંચતી નથી આ પરિસ્તીથી જલ્દી દૂર થાય .
#આવતા_જતા
અપ્પુ:ગરીબ લોગો કો સપને દેખને કા હક નહીં હોતા.
ચંદા(સ્વરા ભાસ્કર): ગરીબ વો હોતા હે જીસકા કોઈ સપના નહીં હોતા
~હિતેશ નરસિંગાણી
Friday, 6 May 2016
10 std
હમણાં હમણાં આપણા સૌ કોઈ નું ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ આવી જશે. પ્રાથમિક અને માધ્યમિક નું પરિણામ શાળામાં આવી પણ ગયું હશે. વિદ્યાર્થી મિત્રો, અને વાલીઓ. આપ સૌ કોઈ ને કેટલાય શાળા વાળા અને ટ્યુશન વાળા જાત જાતના પ્રલોભનો પણ આપી ગયા હશે. આવા કોઈ પ્રલોભનો માં ના ફસાતા આપણે એવું ક્ષેત્ર પસંદ કરીએ કે જેમાં આપણી ઈચ્છા હોય, રસ હોય. વિચારો કે સચિન તેંદુલકરને સંગીતમાં મોકલવામાં આવ્યા હોત અને લતામંગેશકર ક્રિકેટમાં મોકલવામાં આવ્યા હોત તો ? મિત્રો સમયની માંગ ના જુઓ તમારું વ્યક્તિત્વ એવું બનાવો કે સમય તમારા વ્યક્તિત્વની માંગ કરે. મને આશા છે કે આપ કઠપુતળી ના પાત્રો તો નથી જ. કે આપ બીજાના દોરવાયા દોરવાય જાવ.
જે વિષયમાં રસ છે અને જે વિષય આવડે છે તેમાં નિષ્ણાત બનવા શિક્ષણનો મોટો હિસ્સો ફાળવો. દુનિયાની તમામ બાબતો ને સીખી લેવી તેમાં કોઈ માલ નથી.
- રાજ પેથાણી
શું તમને એવું લાગે છે કે લોકો તમને પેઢી દર પેઢી યાદ રાખે......?
શું તમને એવું લાગે છે કે લોકો તમને પેઢી દર પેઢી યાદ રાખે......?
એવું તો આપણે શું કરીએ કે લોકો આપણને યાદ રાખે. આપણે એવું જરૂર કરી શકીએ કે જે કાર્ય કર્યા પછી લોકો તેનો બધીજ પ્રકારે સારામાં સારો લાભ લે. આપણને યાદ કરે. પરંતુ એવું કાર્ય કયું ? હા, એ કાર્ય છે આપણી સંસ્કૃતિના આધાર સ્તંભ સમા મંદિર નિર્માણનું. જેના દ્વારા લાખો ભાવિક ભક્તો મંદિરનો લાભ લઇ ને ચારિત્ર્યવાન સમાજ ઉભો કરી શકશે. મંદિરો શાંતિનું કેન્દ્ર છે. લોકોને સારા માર્ગે વાળવાનું શ્રેય આપણા ફાળે જશે. આજે વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આ કાર્ય કરી રહ્યા છે. જેના દ્વારા સમાજ કલ્યાણની વિવિધ ૧૬૩ કરતા પણ વધુ પ્રવૃતિઓ ચલાવામાં આવે છે. આપણે પણ આવા મંદિર નિર્માણના કાર્યમાં જોડાઈએ. પરંતુ ના જોડાય શકીએ તો કાઈ નહિ. પરંતુ આવી પ્રવૃત્તિઓ નો અનાદર ના કરતા તેને પ્રોસ્તાહન આપીશું તો પણ આપણી સેવા થઈ જશે. લોકો આપણને યાદ કરશે. બાકી આજના ઘરડા-ઘર ના જમાનામાં આપણને કોણ યાદ રાખશે.

Subscribe to:
Posts (Atom)