Pages

Monday, 26 October 2015

કંઈ ને કંઈ હર કોઈ

કંઈ ને કંઈ હર કોઈ ને બંધાણ તો નક્કીહશે, 
સહેજ પણ અંદર કશે ભંગાણ તો નક્કી હશે.

ફક્ત મોજાઓ જ આકર્ષાય ના અમથા કદી, 
ચંદ્ર ને પણ આ તરફ ખેંચાણ તો નક્કી હશે.

ફક્ત એવી ધારણા થી આ સફર લાંબી બની,
કે હજી આગળ કશે રોકાણ તો નક્કી હશે.

ઓશિયાળી લાગણી ના વહાણ મોઝારે હવે, 
કો'ક કાંઠે ક્યાંક એ સંજાણ તો નક્કી હશે

જર્જરિત ખંડેર જેવો હું ધરાશાયી થયો, 
મને ઢંઢોળ, મુજ માં પ્રાણ તો નક્કી હશે.

<> પરશુરામ ચૌહાણ

1 comment: