Pages

Tuesday, 27 October 2015

મને પ્રેમ છે

હાં તારી યાદો સાથે મને પ્રેમ છે,

કોલેજના એ દિવસોમાં હું તને તારા ઘરની સામે ડ્રોપ કરતો ને પછી તુ બાલ્કનીમાંથી બાય કહીને મને ઘરે જવાનો ઈશારો કરતી, ને તો ય હું ખરા તડકાનો તારી ઓર એક ઝલક મેળવવા ઉભો રહેતો,
હજી તો ઘરે પણ ના પહોંચ્યો હોય એ પહેલા તારો કોલ આવતો કે ઘરે પહોંચીને જમી લેજે, થોડો આરામ કરી લેજે,
અને ૫ વાગ્યે ડેરી ડોનમાં મળવા આવજે,
અને પછી કયારેક તારો કોલ રિસિવ ના થયો હોય એના બીજા દીવસે કોલેજે તુ મને જોઈને પણ મોં મચકોડીને નજરઅંદાજ કરતી.....
.
હાં એ તારી નજરઅંદાજ કરવાની અદા સાથે મને પરેમ છે,
હા તારી યાદો સાથે મને પરેમ છે!

1 comment: