Pages

Tuesday, 27 October 2015

મૂક ને પડતી એ નફરત

ગઝલ
મૂક ને પડતી એ નફરત - પ્યાર ની ચર્ચા,
ને હવે રહેવા દે માણસ જાત ની ચર્ચા.
કેમ નક્કામી કરો છો રાખની ચર્ચા?
કે હજી પૂરી નથી થઈ આગની ચર્ચા.
સાવ ઠાલા છે મલમ -ઔષધ્,દવાદારૂ,
ના કરો વકરી ગયેલા ઘાવની ચર્ચા.
લોક તો ઉમટે કિનારે જોઈ ને ભરતી ,
ને કરે હાંફી રહેલાં વ્હાણની ચર્ચા.
આભથી વરસી રહી છે ચાંદની શીતળ,
થાય છે શાથી હમેંશા દાગ ની ચર્ચા?
<> પરશુરામ ચૌહાણ

No comments:

Post a Comment