Pages

Monday, 2 November 2015

કોનાથી બગાડું......

NAMO JINANAM
*************
કોના થી બગાડું કોના થી બગાડું
જીવવું થોડું ને મારે કોનાથી બગાડું.
વ્હેલું કે મોડું સહુએ જવાનું
આ દુનિયા છે મુસાફિરખાનું
સુખે સુતેલાને નહિ રે જગાડુ
જીવવું થોડું ને મારે કોનાથી બગાડું
પંખી તમે સહું સંપીને રહેજો
વડલાની ડાળે વિસામો રે લેજો
ડરશો ના દિલમાં નહિ રે ઉડાડું
જીવવું થોડું ને મારે કોનાથી બગાડું
અંતરજામી હું એટલું જ માંગુ
પરદુ:ખે હું દોડી ને જાવું
આંખના આંસુથી અગ્નિ બુજાવું
જીવવું થોડું ને મારે કોનાથી બગાડું
કોણ છે વેરી ને કોણ છે વ્હાલું
ખાલી હાથ આવ્યા ને ખાલી જવાનું
ક્ષણિક સુખને માટે દુ:ખ નહિ લગાડું
જીવવું થોડું ને મારે કોનાથી બગાડું
પાર્શ્વનાથ ના પ્રિતમ પ્યારા
સદગુરૂ મારા તારણહારા
સ્મરણે સહાય દેજો લગની લગાડી
જીવવું થોડુંને મારે કોનાથી બગાડું
કોનાથી બગાડું......

No comments:

Post a Comment