છે વાંકી નજરમાં છૂપી કંઈ ઈશારત,
કે ચાહે તો ચપટીમાં અમને નચાવે
ગણું છું હું એની રિસાવાની ઘડીઓ
ડરું છું જઈ કોણ એને મનાવે?
કદી ના બતાવે છુપાવેલ ગલ્લાં
છતા પાઈ-પાઈ હિસાબો લખાવે
નીકળતો નથી સાદ ભગવાન, તોબા !
કહ્યુંં ચાંપ પગ તો ગળું એ દબાવે
મળે છે ફકત એક રજા પણ એ દિવસે
ખૂણે-ખાંચરેથી એ બાવા પડાવે
અડોસણ-પડોસણને ભેગી કરીનેે
જગતભરના ગપ્પા ને ગોળા ચલાવે
કે શોપિંગ કરવા જવું છે પૂછું ત્યાં
એ થનગનતા કદમોને આગળ બઢાવે
કરે છે જો મેકપ તો માઝા મૂકી દે
પ્રશંસા કરું તો ભવાં એ ચઢાવે
પીયરનાં સબંધોની ગાથા છે ન્યારી
કરે કોલ ને વાત લાંબી ચલાવે
પતિધર્મ અંગે ગજબ ફિલસુફી છે:
કે શોષણ કરીનેે ફરજ સૌ બજાવે
<> પરશુરામ ચૌહાણ
No comments:
Post a Comment