ટમટમીને કેવી ઝાકમઝોળ કરતા રાતને ?
તારલાઓ આથમીને ક્યાં જતા રહેતા હશે?
છેવટે તો તટ ઉપર ફેંકાય જાવાનું હતું,
એંમ પડછાયા તરીને ક્યાં જતા રહેતા હશે ?
અહીં સુધી તો કાળનો પગરવ સુણી પહોંચ્યોં હવે,
રેતમાં પગલાં ડૂબીને ક્યાં જતા રહેતા હશે ?
આ હવા માફક ન આવી હોય એવું તો નથી,
આખરે શ્વાસો છળીને ક્યાં જતા રહેતા હશે?
<> પરશુરામ ચૌહાણ
No comments:
Post a Comment