એક તારી યાદ આવી ને મનને ઝંઝોળી ગઈ
આંખોમાં ઉમટયા કાળા વાદળ, ને નયન ભીંજવતી ગઈ,
કોઈક પંખી બોલ્યું મારામાં ટહુકા દઈ
હળવેથી વરસાવી સ્નેહ મનને પંપાળી ગઈ,
કયાંક કોઈ તરસ ઉગી'તી તે છીપાઈ ગાઈ,
અંતરના રણનું મૃગજળ આરોગતી ગઈ,
લીલાછમ યૌવનનાં બિછાના પર ચરણ ચાપતી ગઈ,
આકાશમાં ગોઠવેલા અરીસામાં તને ચમકાવતી ગઈ,
કેટલાય પત્રો લખ્યા ને ફાડ્યા,શ્યાહી ખબર નહિ કેવી તે સુકાઈ ગઈ,
ક્યાં કોઈ સ્પર્શ્યો વસંત કોઈ ફુલને,
ઉભી બજારે વસંત અમથીજ કરમાઈ ગઈ,
યાદોના ઉપવનમાં પાનખરને ઝૂલાવતી ગઈ,
જીવથી મળેલા જીવને ફરી વિખેરતી ગઈ.
અસ્મિતા
No comments:
Post a Comment