વર્ષો પહેલા જીંદગી કેરા હાઈવે પર હું ગયેલો,
એ વખતે એક અદભૂત અનુભવ મને થયેલો !
રોડના કિનારે એક દુકાન પર લખ્યું'તું: "સ્વર્ગનો સ્ટોર",
કુતુહલપૂર્વક ત્યાં જઈને, મેં ખખડાવ્યું'તું ડોર .....
દરવાજે એક ફરિશ્તો. ટોપલી લઈને આવ્યો !
સ્ટોરનો આખો રસ્તો, એણે સરસ સમજાવ્યો .....
હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો: "સાંભળ ભાઈ,
જે જોઈએ તે ભેગું કરીને, લઇ આવ તું અહીં" .....
કદાચ પડે જો ટોપલી નાની, તો બીજો ફેરો કરજે,
નિરાંત જીવે ખરીદજે, ને ઘરને તારા ભરજે .....
પ્રથમ સ્ટોલમાંથી ૨-૪ પેકેટ, ધીરજ મેં લીધી,
પ્રેમ અને ડહાપણની સાથે, સમજણ પણ ખરીદી .....
૨ બેગો ભરી શ્રદ્ધા લીધી, માનવતા કેમ વિસરું?
થયું કે થોડી હિંમત પણ લઇને, પછી જ બહાર નીકળું .....
સંગીત, શાંતિ અને આનંદ, ડીસ્કાઊંટ રેટે મળતા,
પુરુષાર્થની ખરીદી પર, મફત મળતી'તી સફળતા .....
ભક્તિ મળતી'તી સ્કીમ પર, પ્રાર્થના પેકેટ સાથે,
લેવાય એટલી લીધી મેં તો, વહેંચવા છુટ્ટે હાથે .....
દયા-કરુણા લઇ લીધી, મળતી'તી પડતર ભાવે,
થયું કે બંને જો હશે, તો ક્યારેક કોઈને કામ આવે .....
ટોપલી મારી ભરાઈ ગઈ'તી , જગ્યા રહી'તી થોડી,
રહેમ પ્રભુની મળતી'તી, એ કેમ દઉં છોડી?
કાઉંટર પર પહોંચીને પૂછ્યું, "કેટલા પૈસા થયા?"
ત્યારે ફરિશ્તાની આંખોમાં, પ્રેમના અશ્રુ આવી ગયા .....
બોલ્યો: "વહેંચજે સૌને આ , કરતો ના સહેજે ઢીલ,
ભગવાને ખુદ હમણાં જ , ચૂકવી દીધું તારું બિલ" .....
પ્રણામ

No comments:
Post a Comment