અંધશ્રદ્ધા છે આંધળી
વહેમને વંટોળે વહે;
વેવલાપણાંનાં વાવેતર કરે.
યુરોપે અટપટાં યંત્રો શોધી
ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સિદ્ધિયંત્રો બનાવી,
ફીટ કર્યાં ફોટામાં.
પશ્ચિમે ઉપગ્રહ બનાવી,
ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વિજાણુ યંત્રો થકી,
સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી,
ગરીબી રાખી અમ દેશમાં.
અમેરિકા વૈજ્ઞાનિક અભિગમથી
બળવાન બન્યો વિશ્વમાં;
આપણે ધાર્મિક કર્મકાંડો થકી
કંગાળ બન્યા દેશમાં.
પશ્ચિમે પરિશ્રમ થકી,
સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પૂજાપાઠ–ભક્તિ કર્યા
ઍડવર્ડ જેનરે રસી શોધી,
શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદિર બાંધી
મૂર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણથી જયારે જગત આખું છે ચિંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી,
લાકડાં ખડકીએ છીએ ચિતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ,
લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી,
ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી
પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવાથી
પાપ ન લાગે આ દેશમાં.
સુપર્બ ફ્રેન્ડ. સુપર્બ
ReplyDeleteસ્વામી સચ્ચિદાનંદનાં ક્રાંતિકારી લેખો અને " આપણે અને પશ્ચિામ " તથા " પરિવર્તનનાં પંથે " જેવા બે પુસ્તકોમાં જે લખ્યું છે, જે વિચારો રજૂ થયા છે તેને શોર્ટ & મિનીંગફૂલ પંક્તિઓમાં રજૂ કરી દીધો. સમજવાલાયક પંક્તિ છે. Very nice lines.