ગામના પાદરમા આવેલા એક ના એક માતાજીના નાનકડા મંદીરનો પુજારી, સુરજ આથમતો જોઈને આરતીની થારી તૈયાર કરીને હાકલ પાડે ત્યા તો ગામના ભાભલા, ટાબરીયા અને જુવાનીયાઓ મંદીરે પોચી જાય... 
બે તણ છોકરાવ હાથમા ઝાલર, ખંજરી હાથમા લય ને ઉભા રય જાય.. અને એય  હસ મોટા નગારા ઉપર ધડીંગ ધડીંગ બાવડા જીકતા હોય..
 અને બાયુ આરતી ગાતી હોય... .
 આવા ઐશ્ર્વરીય વાતાવરણમા માતાજીની આરતી થાતી હોય.. અને જે સુર્યનો અસ્ત થાતો હોય... 
ઈ ને સાંજ કેવાય ..બાપ.. 
બાકી શહેરમા તો.. ઈલેકટીક નગારા ઉપર ટેપ મા જે આરતી વગડતી હોય એનાથી તો ખાલી રાયત પડે મારા વાલા.. આથમતી સાંજ ને માણવી હોયને તો..
 કાઠીયાવાડમા આવુ પડે...બાપલા..
 
No comments:
Post a Comment