શરુથી અંત સુધી શૂન્ય
શમણુ હતુ, તોયે ભવ્ય
પ્રકાશમાં અંજાય આંખો
ટેરવે ટેરવે પામ્યુ દ્ર્શ્ય
રિકતતા નામે રસાયણ
ક્યાં છે આથી મોટુ દ્રવ્ય
મૃત્યુ યાને સ્મૃતિનો નાશ
હે જીવન છે હવે રહસ્ય?
હોવુ એટલે હું કે કૈં બીજુ?
કે આ સિવાય કૈંક અન્ય
ડો હિતેષ એ. મોઢા
No comments:
Post a Comment