Pages

Saturday, 19 March 2016

વંદના કરું છુ

વંદના કરું છુ હું વંદના,પ્રમુખસ્વામીને વંદના
કોટિ કોટિ વંદના, પ્રમુખસ્વામીને વંદના...૦

અંતરના તિમિર હરનારને, અંતરથી વંદના.
પાપોને હરનારા છો તમે પશ્ચાતાપથી વંદના.
કોટિ કોટિ વંદના, પ્રમુખસ્વામીને વંદના..૧

શાસ્ત્રીજીને, યોગીજીના કૃપાપાત્રને વંદના.
હરિભક્તોના પ્રાણ છો તમે પ્રમુખજીને વંદના.
કોટિ કોટિ વંદના, પ્રમુખસ્વામીને વંદના...૨

મોક્ષના દાતા નારાયણસ્વરૂપને વંદના.
મનુષ્ય રૂપમાં અક્ષરધામને વંદના.
કોટિ કોટિ વંદના, પ્રમુખસ્વામીને વંદના...૩

પરાત્પર ગુરુહરી, ગુણાતીતને વંદના.
શત શત જીવજો, પ્રમુખજી તમને વંદના.
કોટિ કોટિ વંદના, પ્રમુખસ્વામીને વંદના...૪

                                  -રાજ પેથાની

No comments:

Post a Comment