કલકતા, ઓક્ટોબર ૧૨, ૧૮૩૬
પરમ પ્રિય પિતાજી !
આપણી શાળાઓ ખુબ સરસ રીતે ઉન્નતી કરી રહી છે. હિંદુઓ પર આ શિક્ષણનો પ્રભાવ ખુબ અદભુત થયો છે. અંગ્રેજી શિક્ષણ મેળવ્યું છે એવો એક પણ હિંદુ એવો નથી જે સાચા હદયથી પોતાના ધર્મને અનુસરતો હોય. થોડા એવા છે જે નીતિના વિચારથી પોતાને હિંદુ કહે છે અને કેટલાક ખ્રિસ્તી બની રહ્યા છે. એ મારો વિશ્વાસ છે કે જો આપણી આવીજ શૈક્ષણિક નીતિ ચાલતી રહેશે તો અહીની સન્માનિત જાતિઓમાં આગામી ત્રીસ વર્ષમાં એક પણ એવો બંગાળી બાકી નહી બચ્યો હોય જે મૂર્તિ પૂજક હોય. આ એમને ખ્રિસ્તી બનાવ્યા વિના જ થઈ જશે. એમના ધર્મમાં હસ્તક્ષેપ કરવાની આવશ્યાકતા પણ નહી રહે. આપણું અંગ્રેજી જ્ઞાન અને વિચાર શીલતા વધારવાથી એ આપ મેળે થઈ જશે. આવી સંભાવના પર મને અત્યંત પ્રસન્નતા થઈ રહી છે.
આપનો પ્રિય
No comments:
Post a Comment