Pages

Thursday 24 March 2016

પોતાની પુત્રીના લગ્ન સમયે એક પિતાનું વક્તવ્ય



મેં વિચાર્યું હતુ કે હું મારા વક્તવ્ય દરમિયાન તમોને મારી પુત્રીના 'નવા' પરિવાર તરીકે સંબંધિત કરીશ. પરંતુ મને એ અયોગ્ય લાગ્યું કેમકે હવે તેના લગ્ન થઇ ચુકયા છે. અને હવે એક માત્ર તમો જ તેનો પરિવાર છો. સાચું કહું તો મને તેમા કોઇ વાંધો નથી. બલ્કે હું તો ઇચ્છુ છું કે તેણી હવે તમોને જ અગ્રતા આપે. આ એ સમય છે જ્યારે અમારે તેણીના જીવનમાંથી થોડું પાછળ હટી જવું જોઇએ. એ હું સ્વીકારું છું પરંતુ સાથે તેણીને હંમેશા ખુશ રાખવા વિનંતી કરું છું.

મને ભરોસો છે કે તમે તેને હંમેશા ખુશ રાખશો. અને તે કદાચ અહીં કરતા પણ ત્યાં વધારે ખુશ રહેશે. પણ એક પિતા તરીકે હું તમને ફરી ફરીને વિનવું છું કે તેને હંમેશા ખુશ રાખજો.

તે કદિ મારા માટે બોજ ન હતી. બલ્કે એ તો મારા જીવનની સાર્થકતાનું કારણ છે. મારે એને મારાથી અળગી કરવી પડે છે કેમકે એજ કુદરતનો નિયમ છે. સામાજિક નિયમો અનુસાર મારે તેને એમના પોતાના ઘરે વળાવી પડે છે. મારા ઘરની રોશની હવેથી તમારુ ઘર દીપાવશે.

હું મારી સમગ્ર દુનિયા હવેથી તમને સોંપુ છું. હું મારી રાજકુમારી તમને આપુ છું. પ્લીઝ તેને રાણી બનાવીને રાખજો. મેં મારું લોહી રેડી તેને ઉછેરી છે. અને હવે તેણી એકદમ યોગ્ય છે જે તમારી દુનિયા પ્રેમ, ઉષ્મા, દરકાર અને સૌંદર્યથી પૂર્ણ કરશે. હું ઇચ્છુ છું કે તેના બદલામાં તમે તેને ખુશીઓ આપજો.

જો તમને ક્યારેય એવુ લાગે કે મારી દીકરી કંઇ ખોટું કરે છે તો ચોક્કસ તેણીને સજા કરશો પણ થોડા પ્રેમથી. તે એકદમ નાજુક છે. એને કંઇ ઓછુ આવે તો મનાવી લેજો. એને ફક્ત તમારી થોડી દરકારની જરુર રહેશે. જો તે ક્યારેય બીમાર પડે તો તેની કાળજી રાખજો. તમારો થોડોક પ્રેમ પણ તેના માટે દવાનું કામ કરશે. પણ જો એ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય તો તેમને આકરી સજા કરજો. પરંતુ તે સાથે સહાનુભુતિ પણ દાખવશો.તે હજી એક શીખાઉ છે. તેણીને સમજવાની કોશીશ કરશો. પ્લીઝ તેને હંમેશા ખુશ રાખશો.

જો હું મહિનાઓ સુધી એમનો ચહેરો ન જોઇ શકું કે દિવસો સુધી તેમની સાથે વાત ન કરી શકું તો પણ કંઇ વાંધો નહીં. હું તો એમ ઇચ્છુ છું કે તે તમારે ત્યાં એટલી ખુશ રહે કે તે તેના પિતાનું ઘર બહુ યાદ જ ન કરે. હું હાથ જોડીને તમોને વિનવું છું કે તેનું જીવન ખુશીઓથી ભરી દેજો.

પ્રિય જમાઇરાજ, તમને આ શબ્દો કદાચ અત્યારે બહુ અર્થપૂર્ણ નહી લાગે પરંતુ જો તમે એટલા નશીબદાર હશો કે ભવિષ્યમાં એક પુત્રીના પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશો ત્યારે એની વળાવવાની વેળાએ તમારા હૄદયનો એક એક ધબકાર કહેશે કે 'પ્લીઝ એમને હંમેશા ખુશ રાખજો.'

-દરેક પુત્રીઓના પિતાને સમર્પિત.

1 comment: