Pages

Thursday 10 March 2016

આપણે ખુશખુશાલ વ્યક્તિ શી રીતે બની શકીએ?


“આપણા વિચારોને દબાવી દેવાની ટેવ ન પાડીએ. તેને બદલે, વિચારોને આપણા સુધી પહોંચવા દઇ, આપણે એક પ્રકારે નિરીક્ષક બની જઇએ. આપણા પોતાના જ મનને નિરખવાથી શરૂઆત કરીએ. ભાગેડુવૃત્તિ ન કેળવશો.; તમારા વિચારોથી ડરશો નહીં.” – સ્વામી રામ
સાચાં કે ખોટાંથી પર થાઇએ. આજની ઘડી માણીએ. બસ, શ્વાસ લેતાં રહીએ.
આપણી જાતને ખુશખુશાલ રાખવી એ સતત પ્રક્રિયા છે.
આપણા વિચારોને સાક્ષીભાવે જોઇએ.તેનાથી ભાગી ન છૂટીએ. ડર પણ ન રાખીએ.નક્કી આપણે જ કરવાનું રહે છે કે આપણે આપની જીંદગી ડરથી વિતાવવી છે કે સંભાવનાઓના પડકારની મજા માણીને?
સંભાવનાઓ પર પસંદ ઉતાર્યા પછી મારે કદી પસ્તાવાનો વારો નથી આવ્યો. તમને પણ આમંત્રણ છે.

No comments:

Post a Comment