Pages

Saturday, 17 September 2016

બસ જિંદગી એવી રીતે


-----------------------------

બસ જિંદગી એવી રીતે જીવી જવાય છે,
કડવાશ જેટલી હો હવે પી જવાય છે.

નાહક કહો છો આપ હજી જોમ છે ઘણું,
આ તો છે ઢાળ તેથી જ દોડી જવાય છે.

લેવા પડે છે ઠીક વિસામા ઘડી ઘડી,
થોડુક ચાલીએ અને થાકી જવાય છે.

આંખો ખૂલી ફરી તો સપાટી ઉપર હતો,
હાથે કરી ને ક્યાં કદી ડૂબી જવાય છે?

ઠૅબે ચડ્યો છે મારો જ ઓછાયો રાહ માં,
એવું છે થોડું કૂદી કે ઠેકી જવાય છે.

- પરશુરામ ચૌહાણ

No comments:

Post a Comment