જેને યુદ્ધ તાત્કાલિક જોઈએ છે તેને 'બોર્ડર' સુધી એસી સિડાન કારમાં જવાનો ખર્ચ હું આપીશ !
કટોકટી- આ શબ્દ બંધારણમાં ક્લાસમાં ભણાવું ત્યારે પણ સ્ટુડન્ટસને સમજાવું છું કે આ શબ્દ જેટલો હળવો દેખાય છે તેટલો નથી. આ કંઈ પેટ્રોલ - મોબાઈલના રૂપિયા ખૂટ્યા અને ફ્રેન્ડ પાસેથી લઈને રોળવી લીધું એવી 'ઈમરજન્સી-કટોકટી' નથી. કરોડો રૂપિયાનો ખર્ચ અને હજારો શૈનીકોના જીવ જોખમમાં મુકવાની વાત છે. જે કોઈ પણ વ્યક્તિ/સરકાર 'યુદ્ધ' નો નિર્ણય લે તે ગમે તેટલી બેજવાબદાર હોય તો પણ શૈનીકો માટે પણ સમજીને નિર્ણય લેવો પડે.
આ હુમલાઓ થયા તે ખોટું જ થયું છે, કડક પગલા અને જરૂર પડીએ યુદ્ધની તયારી બતાવવી જ પડે પણ એ કંઈ 'તમે અને હું' કહીએ ત્યારે અને તેમ ના થાય. જનરલ માણેક શો એ ઇન્દિરાગાંધીને કહી દીધું હતું કે 'યુદ્ધ થશે તે નિર્ણય તમારો પણ ક્યારે તે નિર્ણય અમારો રહેશે' અને તેમણે તે સાચ્ચું સાબિત કરી આપ્યું હતું. યુદ્ધ પહેલાની તયારીઓ, વાતાવરણ, ભૌગોલીક પરિસ્થિતિ, આંતરરાષ્ટ્રીય પીઠબળ અને આવતા સમયની આર્થિક બાબતો... કેટલીય બાબતો જોવી પડે.
તકલીફ થઇ એ સાથે નવરાઓ ચાલુ પડી ગયા... 'કોંગ્રેસની સરકારની આ આ ભૂલોને કારણે આ પરિસ્થિતિ થઇ છે' , 'ભાજપ ૨ વર્ષથી વાતો જ કરે છે' , 'આ બધું મનમોહનસિંહના સમયમાં જ બગડ્યું હતું' , 'નરેન્દ્રમોદી ખાલી વાતો જ કરે છે' શાબ્બાશ ! તમે શું કરો છો ? વાહન જ્યાંત્યાં પાર્ક કરો છો, પાણી બગાડો છો, રસ્તા પર થૂકો છો, ટેક્સ ચોરી કરો છો, કામમાં દાંડાઈ કરો છો અને સરકારે શું કરવું તેની ફાંકા-ફોજદારી કરો છો !
અત્યારે 'યુદ્ધ જ થવું જોઈએ' એવું કહેનારા; યુદ્ધના ખર્ચને પહોંચી વળવા જે ટેક્સ આવે તેમાં પણ ચોરી કરશે અને સરકારનો વિરોધ કરશે.
અત્યારે કોંગ્રેસ-ભાજપની બુરાઈ કરવાના બદલે જે શહીદ થયા છે તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. વડાપ્રધાનના નેશનલ ડીફેન્સ ફંડમાં શક્ય તેટલી રકમ મોકલીએ. આવનારા દિવસો માટે તયાર રહીએ.
ભારત માતા કી જય ! વંદે માતરમ !
જય હિન્દ
જય હિન્દ
No comments:
Post a Comment