જમવુ તો *માં બાપ* ભેગુ પછી ભલે *ઝેર* હોય - અનેરહેવું તો *ભાઈઓ* ભેગુ.... પછી ભલે *વેર* હોય...
*સાવરણી* બાધેંલી હોય ત્યારે *કચરો* સાફ કરે છે- પરંતુ*છૂટી* પડી જાય ત્યારે ખૂદ *કચરો* બની જાય છે.- માટે *પરિવાર*થી *બંધાયેલા* રહો....
આપણને ઓછું મળ્યું છે - એ આપણું દુ:ખ નથી,- પણ જે મળ્યું એ આપણને ઓછું લાગી રહ્યું છે - એ આપણું દુ:ખ છે.
મંગળમાં જીવન છે કે નહીં, એની ચિંતા પછી કરજો. - પહેલા જીવનમાં મંગળ છે કે નહીં, એ તો તપાસી લો !
રામ-રાવણ, બંને તુલા રાશિના છતાં ગમે તો રામ જ ને? પૈસા-પરમાત્મા, બંને કન્યા રાશિના, - પરમાત્મા જ ગમે એ નક્કી ખરું ?
ક્ષમા, ભૂતકાળને ભલે બદલતી નથી પણ ભવિષ્યને ઉજ્જવળ તો બનાવી જ દે છે.
રોજ એકાદ નવો મિત્ર બનાવતા જવું અને એકાદ જૂના દુશ્મનને ઓછા કરતા જવું એ તો આલોક - પરલોક બંને માટે લાભદાયક પણ છે અને ફાયદાકારક પણ છે...
જ્યાંરે દિવાલો માં તિરાડો પડે છે. ત્યાંરે દિવાલો પડી જાય છે. અને જ્યાંરે સંબધો માં તિરાડો પડે છે. ત્યાંરે દિવાલો બની જાય છે.
બધા દિવસો 'સારા' નહી મળે પણ દરેક દિવસમાં 'સારું' કંઇકતો મળશે જ...
મારા આપેલા બે રૂપિયાનો ભિખારીએ દુરુપયોગ ન જ કરવો જોઈએ એવો મારો સતત આગ્રહ રહે જ છે......જોકે પ્રભુ તરફથી મને મળેલ શરીરનો,
સંપતિનો, શબ્દોનો અને સમયનો હું બેફામ, દુરુપયોગ કરી રહ્યો છું પણ એ વાત અહી યાદ રાખવી એ અસ્થાને છે એમ હું માનું છું.......
પ્રભુને આપણે સંભળાવ્યું તો ઘણું. પ્રભુનુ સાંભળ્યું કેટલું ?
આપણને મળી રહેલ પ્રકાશ આડે આપણે ખુદ ઊભા રહી જઇએ તો આપણને આપણા પડછાયા સિવાય બીજું શુ દેખાય ?
આપ-ધાતમાં માણસ મરી જાય છે પણ ગર્ભ-પાતમાં તો માણસાઇ જ મરી જાય છે.
જીવનમાં કડક રહેવાની નહીં, તકલીફોમાં અડગ રહેવાની જરુર છે.
રાત્રિનો અંધકાર તો પ્રકાશ તરફ જ ચાલતો હોય છે; પરંતુ અહંકારનો અંધકાર તો વિનાશ તરફ જ ચાલતો હોય છે.
*******************
પારકી પંચાત કરશો નહી. - તમામ પરિસ્થિતિ મા શાંત રહેજો. - કડવા ઘુટડા ગળી જજો.- કદી જીવ બાળશો નહી.
તમારા કામકાજના વખાણ બીજા કરે એવું ઝંખશો નહી._ કોઈની ઈર્ષા કરશો નહી. - તમે જ તમારી જાતને સુધારો.
જે અનિવાર્ય હોય તે સહન કરી લો.- તમારી ફરજ ચુકશો નહી. - નિસ્વાર્થ સેવા કરો.- સારા-નરસા નો વિવેક કરતાં શીખો.
જરૂરિયાત ઘટાડો.- કરવા યોગ્ય જ કામ કરો.- ખંતપૂર્વક સદ્દગુણો કેળવો.- હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથોનુ ન કરો.
માગ્યા વગર સલાહ આપવા દોડી જશો નહી.- દલીલબાજી થી દૂર રહો.- બધામાં ઈશ્વર દર્શન કરો.
જીવનમાં આવતા દુખોને પણ ઈશ્વરની પ્રસાદી માની સ્વીકારી લો.
No comments:
Post a Comment