Pages

Sunday, 2 October 2016

ગાંધી જયંતિ ની ઉજવણી માં શાસ્ત્રીજી ભુલાઈ ગયા


(2 ઓક્ટોબર 2016)
*~હિતેશ નરસિંગાણી*


અત્યાર સુધી હું એમ માનતો કે સરદાર, નહેરુ, સુભાષબાબુ, વીર સાવરકર, ભગત સિંહ, ડો. આંબેડકર આ બધાં નામો પર રાજકારણ રમાય છે કે ભૂતકાળ માં રમાયું છે. પરંતુ ગાંધીજી એમાં ક્યાંય દુર દુર સુધી નથી. ચલણી નોટ માં ભલે એમનો ફોટો હોય પણ ગાંધી ના નામ પર રાજકારણ થોડા રમાય...?
પણ આ મારો અત્યાર સુધી નો સૌથી મોટો ભ્રમ હતો.
ખૈર, આજે ઉપર આપ્યાં એ બધાં નામો ની સાથે સ્વાતંત્ર્ય સંગ્રામ માં જેમનું નામ લઇ શકાય અને આ બધાં થી અલગ જેમના નામ સુધી હજી ગંદા રાજકારણ ના ડોળા નથી પડ્યા એવાં વ્યક્તિત્વ ની વાત કરવી છે.
આજે ગાંધી જયંતિ માં શાસ્ત્રીજી નો જન્મદિવસ છે ભુલાઈ ગયું.હા આજે સ્વચ્છતા અભિયાન ની મોદી સાહેબ ની જાહેરાત માં ગાંધીજી ની પાસે શાસ્ત્રીજી ના નાનકડા ફોટા સિવાય છાપા, ટીવી કે સોશિયલ મીડિયા પર કાંઇ ખાસ આમના વિશે નું જોવા મળ્યું નહીં. બાકી લાલ બહાદુર શાસ્ત્રી જેવા વ્યક્તિત્વ નાં જન્મદિવસ પર એમની સાદગી, ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા, દેશ પ્રેમ, સ્વાભિમાન જેવા ગુણો વિશે લખવા માં છાપા ની પૂર્તિ ઓ ભરાઈ જાય તોય જગ્યા ઘટે.
મારે એમની બાયોગ્રાફી નથી કહેવી પણ શાસ્ત્રીજી ને ખરેખર ગાંધીજી સાથે એમની છબી માં એમની લગોલગ ફિટ બેસાડે છે. એવી એમનાં જીવન ની અમુક વસ્તુ/વાતો જે મે સાંભળી/વાંચી/જાણી છે.
એ વાતો મે અહિં લખી છે. જેનો પાકો રેફરન્સ મારી પાસે નથી જેથી કરીને ભૂલચૂક લેવીદેવી.
સાવ ગરીબ પરિવાર માં જન્મ, દોઢ વર્ષ ની ઉંમરે પિતા નું અવસાન, આઝાદી ની લડાઈ માં 17 વર્ષ ની ઉંમરે પહેલી જેલ અને સ્વાતંત્ર્ય સંગ્રામ માં સાત વખત વખત અને કુલ નવ વર્ષ નો જેલવાસ અને આઝાદી પછી ઉતર પ્રદેશ સરકાર માં મંત્રી એ સમય ની કૉંગ્રેસ માં રાષ્ટ્રીય સ્તરે સંગઠન ની કામગીરી પછી રેલ્વે મંત્રી ,ગૃહ મંત્રી અને દેશ ના જવાહરલાલ નહેરુ પછી દેશ ના બીજા વડાપ્રધાન બન્યા હતાં.વડાપ્રધાન બન્યા ના એક વર્ષ માં જ પાકિસ્તાન નું ભારતીય સીમાઓ પર આક્રમણ અને 1965 નું યુદ્ધ હજુ માંડ ત્રણ વર્ષ પહેલા ચીન નાં હાથે જે સેનાએ પછડાટ ખાધી હતી એમનાં માં નવું જોશ ભરી અને આક્રમકઃ રણનીતિ અપનાવી 1965 નાં યુદ્ધ માં લાહોર સુધી સેના ને પહોંચાડી પાકિસ્તાન ના કેટલાય પ્રદેશો જીતી ભારત ને વિજય અપાવ્યો અને ત્યારબાદ વૈશ્વિક દબાણ થી રશિયા ના તાશ્કંદ માં શાંતિ સ્થાપવા ની શરતે જીતેલા પ્રદેશો પાછા આપવા નાં દસ્તાવેજ પર સહી કર્યા ના દિવસે જ વિદેશ માં રહસ્યમય મૃત્યુ.
આમ તો ઉપર ના એક પેરેગ્રાફ માંજ એમનું આખું જીવન આવી જાય પણ એ સિવાય એમના જીવન ના એ ઘણાં બધાં પ્રસંગો જે એમને મહાન બનાવે છે. જે જાણી ને સદાય દેશ નાં દરેક નાગરિક ને એમ થાય કે કાશ આજે દરેક નેતા આમના જેવો થાય. તો ટૂંકમાં જોઈએ એમનાં જીવન ની એ પ્રેરક વાતો જે બાળકો ને ફરજીયાત સ્કુલ માં ભણાવવી જોઈએ.
*
લાલ બહાદુર જ્યારે નાના હતાં ત્યારે ગંગા નદી ની સામે પાર તેમનાં મિત્રો સાથે મેળા માં જાય છે. અને મિત્રો સાથે મેળા માંથી પાછા ફરે છે ત્યારે નદી કાંઠે આવી ને એમને ખબર પડે છે કે તેમની પાસે નાવડી માં પાછા સામે પર જવાના પૈસા નથી અને સ્વાભિમાની લાલ બહાદુર મિત્રો પાસે થિ ઉધાર પૈસા લેવાને બદલે એમને કહેછે તમે જાવ મારે હજી મેળા માં ફરવું છે. અને મિત્રો ચાલ્યા જાય પછી તેઓ કડકડતી ઠંડી માં જે ગંગાનાં ઠંડા પાણી માં લોકો પગ પણ ન ડુબાડે એ ઠંડા પાણી માં તીઓ કપડા કાઢી ને માથે મુકી નદી ના પાણી માં કૂદી પડે છે અને તરી જ આખી નદી પર કરી સામે પાર પહોચે છે.
*
1952 માં કૉંગ્રેસ ની સરકાર બન્યાં પછી તેઓ રેલમંત્રી તરીકેનો કારભાર સંભાળે છે. અને 1955 કે 56 માં એક રેલ્વે અકસ્માત માં 150 લોકો મૃત્યુ પામે છે. શાસ્ત્રી જી પોત જાહેર માં આ દોઢસો લોકો નાં મૃત્યુની નૈતિક જવાબદારી સમજી રેલ્વે મંત્રી ના પદ પર થી રાજીનામું આપી દે છે.
*
તેઓ વડાપ્રધાન હોવાં છતા તેમનુ સાવ સામાન્ય ઘર હતુ. કહેવાય છે તેમનાં ઘર માં કોઈ ભપકાદાર રાચરચીલું કે કોઈ ફર્નિચર પણ ન હતુ. માત્ર એક લાકડા નો સોફા હતો અને તેઓ પલંગ પર કે નીચે એક સાદડી પાથરી નેજ સુઈ જતા.
આવડા મોટા રાજનેતા હોવાં છતાં પણ તેમનાં ઘર માં અંદર ઉપર સુધી પાણી નો નળ ન હતો. અને તેમનાં પત્ની બહાર થી પાણી ભરી લાવતાં. આ વાત ની દિલ્હી કોર્પોરેશન ને ખબર પડતાં શાસ્ત્રી જી ને જાણ કર્યા વગર જ તાત્કાલિક તેમનાં ઘર માં ઉપર સુધી પાણી નો નળ ફિટ કરી દે છે. આ નળ ફિટ થયાં ની ખબર પડતાં જ તેઓ સીધા મ્યુનિસિપાલિટી ની ઓફિસે જાય છે અને પૂછે છે તેઓ જયાં રહે છે નાં એ વિસ્તાર માં બધાં નાં ઘરે અંદર સુધી નળ છે કે તેમને જ અં સુવિધા આપવામાં આવી છે. તયારે નકાર માં જવાબ મળતાં તેઓ તાત્કાલિક તેમનાં ઘર માંથી એ નળ ની પાઇપલાઇન ને કાઢવાનો હુકમ આપે છે.
*
એક વખત તેઓ દિલ્હી ની એક દુકાન માં પત્ની માટે સાડી ખરીદવા જાય છે. અને દુકાનદાર એમને મોંઘી મોંઘી સાડીઓ બતાવતો હોય છે. શાસ્ત્રી જી એમને કહે છે આનાથી થોડી સસ્તી બતાવ દુકાનદાર કહે છે આપ પૈસા ની ચિંતા નહીં કરો આપ ખાલી સાડી પસંદ કરો, પણ શાસ્ત્રીજી એની ભેટ નો અસ્વીકાર કરતાં કહે છે હજુ આના થીસસ્તી સાડી બતાવ મારી જેવા ગરીબ માણસ પાસે આટલા પૈસા ન હોય. દુકાનદાર એમને સસ્તી સાડી બતાવે છે છતાં પણ શાસ્ત્રી જી કહે છે હજુ આનાથી સસ્તી હોય તો બતાવ અને પછી કહે છે તારી પાસે સસ્તા માં સસ્તી સાડી હોય એમાંથી મને બતાવ અને એમાંથી એક સાડી તેઓ પસંદ કરે છે અને પૈસા આપી લઈ જાય છે.
* * *
આવાં તો ઘણાં કિસ્સાઓ છે. તેઓ વડાપ્રધાન હોવાં છતાં એટલું સાદાઈ થી જીવન જીવતાં કે તેમને ગાંધીજી નાં સાદાઈ નાં સૂત્ર નાં વારસદાર કહી શકાય. તેમની પાસે એક માત્ર કોટ હતો જે તેમને નહેરુ એ ભેટ માં આપેલો. વિદેશ પ્રવાસ વખતે કે દેશ માં જો તાત્કાલિક વિમાન પ્રવાસ કરવાનો હોય તો તેઓ ચાર્ટડ પ્લેન ને બદલે સામાન્ય ફ્લાઇટ માં ઇકોનોમી ક્લાસ ની મુસાફરી કરતાં.
ખાદી ના ઝભ્ભો અને કોટી, નીચે ધોતિયું પહેરતા અને પગ માં સ્લીપર જ પહેરતાં. તેઓ વડાપ્રધાન બન્યાં એ સમયે જ દેશ માં દુકાળ પડ્યો તયારે તેઓ તેની પત્ની ને પૂછે છે, તમે અઠવાડિયા માં એક વખત ઉપવાસ કરશો? પહેલાં ઘર નાં સભ્યો ને ઉપવાસ કરાવી ને દુકાળ વખતે આખા દેશ ને અઠવાડિયા માં એક ઉપવાસ કરવાની અપીલ કરે છે. અને એ સમયે એ ઉપવાસ ને લોકો શાસ્ત્રીજી નો સોમવાર તરીકે ઓળખવા લાગે છે. આ શાસ્ત્રીજી નો સોમવાર એટલો લોકપ્રિય બને છે કે આખા દેશ નાં 90% ઘરો માં સોમવારે ચૂલા સળગતા નથી. અને દેશ નું હજારો ટન અનાજ આમ તેઓ બચાવે છે.
65 માં જ્યારે પાકિસ્તાન કચ્છ બોર્ડર પર હુમલો કરે છે .ત્યારે જે દેશ ની સેનાએ ત્રણ વર્ષ પહેલા ચીન સામે હાર નો સામનો કર્યો હતો. એવાં સમયે જય જવાન જય કિસાન" નું દેશ ને સૂત્ર આપી જવાનો નું મનોબળ વધારે છે. અને સેનાને છૂટો દોર આપી પોતાની આક્રમકઃ નીતિ થી 65 નાં યુદ્ધ માં જીત આપવે છે. "જય જવાન જય કિસાન" યુદ્ધ વખતે દેશ ની નબળી આર્થિક પરીસ્તિથિ માં પોતાનાં બધાં ખર્ચા પાર કાપ મુકી દે છે. એવું ક્યાંક સાંભળ્યું છે કે એ વખતે તીઓ એટલી કરકસર કરતાં કે તેમનુ ધોતિયું ફાટી જાય છે ત્યારે નવું લેતાં નથી અને પત્ની પાસે સીવડાવી ને પેરે છે. પોતાનો વડાપ્રધાન તરીકે નો પગાર પણ લેતા નથી.
1942 માં હિંદ છોડો ચળવળ વખતે ગાંધીજી જ્યારે 'કરો યા મરો' નું સૂત્ર આપે છે ત્યારે શાસ્ત્રીજી ગાંધી નાં આંદોલન માંજ પોતે અહિંસા વાદી હોવાં છતા "મરો નહીં મારો" એવું કહેનાર, પોતાના દરેક પ્રવાસ માં પત્ની ને સાથે રાખનાર, પોતાના અંતિમ પ્રવાસમાં પત્ની સાથે જતાં નથી,લાલ બહાદુર શાસ્ત્રીજી શાંતિ મંત્રણા નાં નામે વિદેશ ની ધરતી પર જાય અને ભારતે જીતેલા પ્રદેશો પાછા આપી દે અને પછી ના અમુક કલાકો માંજ એમનું હાર્ટ એટેક થી મૃત્યુ થાય એ વાત હજમ ન થાય અને ન જ થવી જોઈએ.
ખૈર, આજ ના દિવસે આ સાદાઈ નાં પર્યાય એવાં મહામાનવ ને વંદન કરીએ.
શાસ્ત્રીજી તેમનાં પરિવાર સાથે
આવતાં_જતા
लालों में वह लाल बहादुर,

भारत माता का वह प्यारा।
कष्ट अनेकों सहकर जिसने,
निज जीवन का रूप संवारा।

तपा तपा श्रम की ज्वाला में,

उस साधक ने अपना जीवन।
बना लिया सच्चे अर्थों में,
निर्मल तथा कांतिमय कुंदन।

सच्चरित्र औ' त्याग-मूर्ति था,

नहीं चाहता था आडम्बर।
निर्धनता उसने देखी थी,
दया दिखाता था निर्धन पर।

नहीं युद्ध से घबराता था,

विश्व-शांति का वह दीवाना।
इसी शांति की बलवेदी पर,
उसे ज्ञात था मर-मिट जाना।
-डा राणा प्रताप सिंह गन्नौरी

1 comment:

 1. બીજો એક પ્રસંગ બહુ સાંભળ્યો છે. પછી બોવ લાંબુ થઈ જતુ હતુ એટ્લે ઉમેર્યો નહીં.
  લાલ બહાદુર શાસ્ત્રી ભારત ના વડાપ્રધાન હતાં ત્યારે તેઓ એક જગ્યા એથી બીજી જગ્યા એ જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો જ ઉપયોગ કરતાં. સરકારી ગાડી હતી પણ એ તેમનાં વડાપ્રધાન કાર્યાલય સુધી જ તેનો ઉપયોગ કરતાં. માત્ર વડાપ્રધાન કાર્યાલય નાં કોઈ સરકારી કામ થી બહાર જવાનું થાય તો એનો ઉપયોગ થતો. બાકી શાસ્ત્રીજી પોતાનાં ઘરે થી કાર્યાલય સુધી બસ કે રીક્ષા માં જતાં.
  તેમની પાસે એક ગાડી હોવી જોઈએ એવું તેમનાં પુત્ર એ તેમને સમજાવ્યું. અને પુત્ર નાં આગ્રહ થી ગાડી ની જરૂર જણાતા તેઓ ગાડી લેવાનો નિર્ણય કરે છે.
  પણ તેઓ પોતાના પૈસા માંથી જ ગાડી લેવાનું નક્કી કરે છે. પણ તેમની પાસે એ સમયે 13 હજાર ની ફિયાટ ગાડી લેવા માટે માત્ર 6 હજાર રૂપિયા જ હતાં. 6 હજાર રોકડા અને બાકી ની રકમ બેન્ક માંથી લૉન લઇ ને ગાડી લે છે. અને રેગ્યુલર હપ્તા ભરે છે.

  ભારત નાં વડાપ્રધાન હોવાં છતા એક ગાડી લેવા માટે તેમને લૉન લેવી પડે છે. તેઓ ધારત તો સરકારી ખર્ચે એક શું 10 ગાડી લઈ શકત. લ્યે તોય આપણાં થી નાં ન પડાય

  આટલું જ નહીં શાસ્ત્રીજઇ નાં મૃત્યુ પછી તેમનાં પત્ની ને સરકાર કે બેન્ક તરફથી લેટર આવે છે. તમારી લૉન માફ કરી દેવામાં આવે છે. હવે તમારે લૉન નાં હપ્તા ભરવાની જરૃર નથી. પણ સ્વાભિમાની શાસ્ત્રીજી નાં પત્ની એ લેટર ના જવાબ માં સામો લેટર લખી ને લૉન ની માફી નો અસ્વીકાર કરે છે. અને લૉન નાં બધાં હપ્તા ચુકવે છે.

  અત્યારે આવા રાજનેતા હોય કે થાય એવું મારી કલ્પના માં પણ નથી આવતું...

  ReplyDelete