Pages

Saturday, 17 September 2016

બસ જિંદગી એવી રીતે


-----------------------------

બસ જિંદગી એવી રીતે જીવી જવાય છે,
કડવાશ જેટલી હો હવે પી જવાય છે.

નાહક કહો છો આપ હજી જોમ છે ઘણું,
આ તો છે ઢાળ તેથી જ દોડી જવાય છે.

લેવા પડે છે ઠીક વિસામા ઘડી ઘડી,
થોડુક ચાલીએ અને થાકી જવાય છે.

આંખો ખૂલી ફરી તો સપાટી ઉપર હતો,
હાથે કરી ને ક્યાં કદી ડૂબી જવાય છે?

ઠૅબે ચડ્યો છે મારો જ ઓછાયો રાહ માં,
એવું છે થોડું કૂદી કે ઠેકી જવાય છે.

- પરશુરામ ચૌહાણ

Wednesday, 14 September 2016

નક્કી હશે..

નક્કી હશે..
કંઈ ને કંઈ હર કોઈ ને બંધાણ તો નક્કી હશે,
સહેજ પણ અંદર કશે ભંગાણ તો નક્કી હશે.

ફક્ત મોજાઓ જ આકર્ષાય ના અમથા કદી,
ચંદ્ર ને પણ આ તરફ ખેંચાણ તો નક્કી હશે.

ફક્ત એવી ધારણા થી આ સફર લાંબી બની,
કે હજી આગળ કશે રોકાણ તો નક્કી હશે.

ઓશિયાળી લાગણી ના વહાણ મોઝારે હવે,
કો'ક કાંઠે ક્યાંક એ સંજાણ તો નક્કી હશે.

જર્જરિત ખંડૅર જેવો હું ધરાશાયી થયો,
તુ મને ઢંઢોળ ,મુજ માં પ્રાણ તો નક્કી હશે .

પરશુરામ ચૌહાણ

ઝરમર ઝરમર વરસે

ઝરમર ઝરમર વરસે આ તારી લાગણી.
ભીંજવે મને તન મન થી તારી લાગણી.

વરસુ વરસુ ને વરસી પડે આ તારી લાગણી.
વાદળો ની છાંવ વચ્ચે સંતાકુકડી રમે આ તારી લાગણી.

કયારેક ધોધમાર કયારેક ઝાપટુ -વાંછટ આ તારી લાગણી.
મને તો ગમે અનરાધાર વરસતી આ તારી લાગણી.

અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ બનતી આ તારી લાગણી.
'કાજલ' ભીજાય હંમેશ યાદ કરી આ તારી લાગણી.
તુ વરસે ના વરસે હુ વરસુ અનરાધાર એ મારી લાગણી.

- કિરણ પિયુષ શાહ
07/09/16

આમ સાગર કિનારે તરસ્યો બેઠો

રસ જન્મો જન્મ ની લઇ આમ સાગર કિનારે તરસ્યો બેઠો.
તરસ ના મારયો સાગર ની ખારાશ પણ પી બેઠો.
હ્રદય માં તમારીઅધુરી ચાહત ને સંગ્રહી જીવી ગયો.
દ્રીધા જીવવા ની હતી ને મૃત્યુ નો મહોત્સવ કાયમી બનાવી ગયો.
એમાં તમામ ઇચ્છા ને ભગ્ન સ્વપના નો જામ બનાવી પી ગયો.
ચાહત માં ખત્મ ખુદ ને કરી હું મારી કહાણી કહી ગયો.
કાજલ મારી આંખ ના આંસુ ને તમારી આંખ માં રોપી ગયો.
નામ માં શું રાખયુ છે કહી નામ જગ માં અમર કરી ગયો.
- કિરણ પિયુષ શાહ
12/9/16

હું મારા ખાલી ડબામાં

કોલેજ માં તેને પામવા તેની પાછળ ભટક્તો હતો,
તેનો સ્પર્શ પામવા તેની પાછળ બસમાં લટકતો હતો॰ .


નજર મેળવા મે ધણા પ્રયાસ કર્યા હતા તેની સાથે ,
પણ હું તેની આંખ માં કણા ની જેમ ખટકતો હતો.


મારો પ્રેમ ખરો હતો કે ખોટો હતો, પછી સાબિત થયું,
હું તો તેને મારી આરાધ્યા દેવી જ સમજતો હતો.


આ ભાવનગર શહેરમાં પણ ઓળખે છે સૌ મ ને સારી રીતે ,
એ હદે ક્યારેક તેના ચપટી પ્રેમ માટે કણસતો હતો !


જો પ્રેમમાં નાદારી નોંધાવું થાય આબરૂ ના કાકરા ,
હું મારા ખાલી ડબામાં નાખી અહમ ના કાકરા ખખડતો હતો

૧૦૦૦ રૂપિયાની નોટ

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં ૧૦૦૦ રૂપિયાની નોટ રાખીને ભાષણ આપવાનું શરુ કર્યું.
આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો.
ભાષણ શરુ કરતા જ તેમને હાથમાં પકડેલી 1000 ની નોટ બતાવતા પૂછ્યું,

"કોને જોઈએ છે આ ૧૦૦૦ રૂપિયાની નોટ ?"
ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા.
એમને કહ્યું,
"ભલે, 
જેટલાએ હાથ ઉપર કાર્ય છે તે બધાને હું આ ૧૦૦૦ ની નોટ આપીશ

પણ
એ પેહલા મારે કઈક કેહવું છે."
એમ કહી એ ૧૦૦૦ રૂપિયાની નોટનો તેમને ડૂચો વાળી દીધો.
ખંડમાં સન્નાટો છવાઈ ગયો.
ચુન્થેલી એ નોટને તેમને ખોલીને ફરી પૂછ્યું,
"હજુ પણ આ ૧૦૦૦ની નોટ કોને જોઈએ છે?"
ફરી હાથ ઉપર થવા લાગ્યા.
"ભલે" કહી એમણે એ ૧૦૦૦ રૂપિયાની નોટ જમીન પર ફેકી દીધી
અને
તેના પર પગ મુકીને તે ચગદાયેલી નોટને ફરી હાથમાં લઇ ઉંચી કરી પૂછ્યું.
"હજુયે આવી ખરાબ
અને
ધૂળવાળી નોટ કોને જોઈએ છે?"
છતાંયે
બધાના ધીમે ધીમે હાથ ઉપર થવા લાગ્યા.
પછી
એમણે કહ્યું,
"મારા પ્રિય મિત્રો,
આજે આપણે ખુબ મહત્વની વાત શીખ્યા છીએ.
નોટને મેં ડૂચો કરી, 
રગદોળી 
છતાં તમારે તે જોઈએ છે,

કારણ કે તમને ખબર છે
કે
આનાથી એની કિંમત ઘટશે નહિ.
અત્યારે પણ તેની કિંમત ૧૦૦૦ રુપીયા જ છે.
આવી જ રીતે જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ,
ખોટા નિર્ણયો
કે
ભૂલને લીધે હતાશ, નિરાશ થઇ સંકોચાઈ જઈએ છીએ.
આ નોટની જેમ જ ડૂચો વળી જઈએ છીએ
અને
આપણને લાગે છે
કે
આપણે સાવ નકામાં થઇ ગયા છીએ
પણ
એવું નથી.
કઈ પણ થાય છતાં આપણી કિંમત નથી ઘટતી.
આપણે બધા ખાસ છીએ આ વાત ક્યારેય ન ભૂલતા."
નાણાનું જે રીતે એક ચોક્કસ મુલ્ય છે એવુંજ માનવજીવનનું પણ છે.
સંજોગોને લીધે તે પછડાય, કચડાય
- ગમે તે થાય 
છતાં એક માણસ તરીકેનું તેનું મુલ્ય ઘટી જતું નથી.

પૈસા ના અભાવે જગત 1% દુઃખી છે,
પણ સમજ ના અભાવે જગત 99% દુઃખી છે.

Tuesday, 26 July 2016

સિર્ફ દો રંગ તય કરતે હૈ: કૌન રુકેગ઼ા કૌન જાયેગા

તમિલનાડુ ના એક નાનકડા શહેર ના ડૉક્ટર દંપતિ નો એક નો એક પંદર વર્ષ નો હીથેન્દ્ર  20 સપ્ટેમ્બર 2008 ના દિવસે બાઈકપર હેલ્મેટ ન પહેર્યું હોવાથી રોડ એક્સિડન્ટ માં માથા ના પાછળ ના ભાગે ઇજા પામે છે અને તેને આઇ.સી.યું. માં સાઉથ ચેન્નાઇ ની એપોલો હોસ્પિટલ માં ખસેડવામાં આવે છે. અને ત્યાં તે બ્રેઈનડેડ અવસ્થા માં સરી પડે છે. બે દીવસ સુધી કોઈ જ ફેરફાર ન જણાતા તેનુ મૃત્યુ લગભગ નિશ્ચિત હતુ. મગજ બંધ થયુ હતુ. પણ શરીર ના બીજા અંગો કાર્યરત હતા. અને તેના માતા-પિતા એક ના એક બ્રેઈનડેડ પુત્ર ના જીવતા અંગો દાન કરવાનો નિર્ણય લે છે. હીથેન્દ્ન નું હ્ર્દય તેનાં શરીર માંથી બહાર કાઢ્યા પછી 30 મિનીટ થી વધુ ધબકી શકે એમ હતુ નહીં. હવે શોધ કરવાની હતી એવા દર્દી ની કે જેને તાત્કાલિક એક નવા હાર્ટ ની જરૂર હોય. અને ચેન્નાઇ તેમજ તેની આસપાસ ની બધી હોસ્પિટલો માં આ સંદેશો તાત્કાલિક મોકલવામાં આવે છે.

યસ, આજ સમયે પશ્ચિમ ચેન્નાઇ ની લાઈફ લાઇન હૉસપીટલ માં જીવન અને મૃત્યુ ની વચ્ચે લડાઈ લડતી નવ વર્ષ ની અભિરામી ને જરૂર હતી એક સ્વસ્થ ધબકતા હ્ર્દય ની.

હવે વાત હતી હીથેન્દ્ર ના હ્ર્દય ને તેના શરીર માંથી કાઢ્યા બાદ 30 મિનીટ માં અભિરામી સુધી પહોંચાડવાની. સામાન્ય રીતે આ બે હોસ્પિટલ વચ્ચે નું અંતર 45 મિનીટ નું ગણાય અને એમાંય ચેન્નાઇ જેવા મહાનગર નું ટ્રાફિક પણ હોય. સમયસર હાર્ટ ને દક્ષિણ ચેન્નાઇ માં આવેલી એપોલો હોસ્પિટલ થી પશ્ચિમ ચેન્નાઇ માં આવેલ લાઈફ લાઇન હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ચેન્નાઇ પોલીસ કમિશનર ને વિનંતિ કરી પોલીસ ની મદદ લેવામાં આવી.
 અને પોલીસ કમિશનર ના આદેશ થી બન્ને હોસ્પિટલ વચ્ચે ના રૂટ પર આવતો બધો ટ્રાફિક રોકવામાં/બંધ કરવામાં આવ્યો.  અને પોલીસ નાજ ડ્રાઇવર મોહનદાસ એ  દિલધડક ઓપરેશન પુરુ પાડી ને માત્ર 11 મિનીટ માં હાર્ટ ને લાઈફ લાઇન હોસ્પિટલ સુધી પહોંચાડી દીધું.

અને આજે અભિરામી જીવે છે.

           *


તાજેતર માં આવેલી ફિલ્મ ટ્રાફિક ચેન્નાઇ ના આ કિસ્સા પર થી પ્રેરિત હોય. પણ આ ફિલ્મ આ કિસ્સા થિ જરા હટકે છે. ફિલ્મ માં એક સાથે ચાર સ્ટોરી પેરેલલ ચાલે છે. અને તમારા દિલ થી લઇ દિમાગ સુધી નાં બાધા કનેક્શનસ હલબલાવી તમને વિચારશૂન્ય બનાવી મુકે છે. 

દિલ અને દિમાગ ના સવાલો  વચ્ચે નિર્ણય લેવા માટે ઝઝુમતા એક પિતા ની સંઘર્ષકથા. એક તુંડમિજાજી, ધનવાન, સેલિબ્રિટી વ્યક્તિ ની પોતાના સંતાન આગળ લાચાર પિતા બનવાની કથા. આંધળા પ્રેમ અને દોસ્તી માં દગો મેળવનાર એક ડૉક્ટર ની મનોવ્યથા અને એક સામાન્ય ગરીબ ટ્રાફિક કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાય ને સસ્પેન્ડ થયાં પછી ફરી નોકરીએ લાગે ત્યારે તેની અંદર ચાલી રહેલી ખુમારી ની વાત છે. આ સિવાય ફિલ્મ ના દરેક પાત્ર ની એક અલગ સ્ટોરી છે. 

ફિલ્મ માં એક્ટિંગ ના આકા મનોજ બાજપાઈ અને સાઉથ ના મંજાયેલ એક્ટર પ્રસન્જીત ચેટરજી હોય પછી પૂછવું જ શું ? તેં સિવાય પોલીસ કમિશનર ના રોલ માં જિમી શેરગિલ એક પિતા ના રોલ માં સચિન ખેડેકર તથા ફિલ્મ ના દરેકે દરેક એક્ટરે પોતાના પાત્ર ને સ્ક્રીન પર જીવાડયા છે. પીયૂષ મિશ્રા ના લખેલા ચોટદાર ડાયલોગ્સ , દમદાર સ્ક્રિપ્ટ અને અદ્ભૂત જોરદાર સીનેમેટ્રોગ્રાફી , મિથુન નું વારંવાર સાંભળવાનું મન થાય તેવું સંગીત . એક આંખ ના પલકારા જેટલી વાર પણ સ્ક્રીન પર થી તમારી નજર હટવા ન દે, રૂંવાડા ઉભા કરીદે તેવી થ્રીલર ફિલ્મ.

ગુગલિંગ કરતાં જાણવા મળ્યું કે આ ફિલ્મ આજ નામ સાથે મૂળ મલયાલિ ભાષા માં 2011 માં બનેલી અને તેની રિમેક છે.

અઠવાડિયા પેલા આ ફિલ્મ જોઇ હતી અને હજી તેની વાત તેનાં ડાયલોગ્સ, તેનાં પાત્રો મગજ માં ઘૂમે છે. તમને ક્યારેય દિલ અને દિમાગ વચ્ચે ની પસંદગી માં મુશ્કેલી અનુભવો છો?...તો આ ફિલ્મ તમારા માટે છે. નાની પોસ્ટ પર રહી ને ઉંચી પોસ્ટ પર રહેલ માણસ કામ ન કરી બતાવે તેવું મોટુ કામ કરવાની ઇચ્છા ધરાવો છો?...તો આ ફિલ્મ તમારા માટે છે. તમે કોઈ ના પર આંધળો વિશ્વાસ મુકી  પ્રેમ કર્યો છે. અને પાછળ થિ એમાં દગો મળતાં વિચલિત થયાં છો?... તો આ ફિલ્મ તમારા માટે છે.
બહાર સિંહ ની જેમ ફરી અને ઘરે પોતાના બીમાર સંતાન ની પથારી પાસે બેસી આંસુ સર્યા છે?... તો આ ફિલ્મ તમારા માટે છે.

 બસ હવે ફિલ્મ ના બહુ વખાણ નથી કરતો પણ એટલું કહું કે આ ફિલ્મ જીવાતી જીંદગી ના રસ્તા પર નડતા ટ્રાફિક માંથી યુટર્ન મારવા કરતાં તેમાંથી પસાર થઈ ટ્રાફિક નો મુકાબલો કરવાનું શીખવી જશે.

આવતા જતા 

 हम सब अपने दिन की शरुआत एक
 दुआ से करते है,कि आज का दिन अच्छा हो ।

हर दिन एक नई शरुआत ,हर दिन की तरह
 वही हजारो की भीड़,सबके रास्ते अलग, मंजिले अलग ,ख्वाब अलग।

हर कोई अपनी पुरानी कहानियो में 
नए मोड़ ढूंढता चला जा रहा है,
अपनी ही तकलीफो का, खुशियो का,जित का, हार का,
पछतावे का या फिर उम्मीदका बोझ लिए अपने ही कंधो पर ढोती हुई 

ये जिंदगियां बगेर एक दूसरे को छूते हुए 
एक दूसरे के कितने करीब से गुजर जाती है ।

पर आज कुछ जिंदगियां जो कभी नही मिलती 
वो आज मिलने वाली थी,या युं कहु कि 
टकराने वाले थी।और उनकी टकराहट से 
सभी की जिंदगियां बदलने वाली थी 
हमेशां हमेशां के लिये।

कौन रुकेगा, कौन जाएगा सब दो रंग तय करते है।
हम सब एक पल के लिए अपनी आशाओं और किस्मत लेकर 

चौराहे पर इन्तजार करते है और पलक झपकते ही अपने अपने रास्ते चले जाते है।
शायद हम सब फिर इसी मोड़ पर फिर मिलेंगे।

                ~પીયૂષ મિશ્રા



~રેફરન્સ સોર્સ ગુગલદેવતા/વિકિપીડિયા સાથે લેખક હિતેશ નરસિઁગાણી