Pages

Saturday, 23 April 2016

દુઃખમાં રડી લેવાની

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે.
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે.

.....)%


યાદ છે તમને ? ,બસ

બસ                       

પંચાણુ ટકા સળગી ગયેલી બસે અંતિમ શ્વાસ લેતા પ્હેલા કહ્યું

યાદ છે તમને ?
રોડ ઉપર બાંધેલી છાપરીવાળા બસસ્ટેન્ડે બેઠાં બેઠાં તો તમે દસ વાર પૂછી લેતા “બસ ક્યારે આવશે ? બસ ક્યારે આવશે ? “ અને હું આવું ત્યારે હોંશે હોંશે ગોઠવાઈ જતાં બારી પાસે અને નાની નાની હથેળીઓ બહાર કાઢીને “આવજો, આવજો” થી ભરી મૂકતાં આખી સીમને .
                                    
યાદ છે તમને ?
બ્લૂ ચડ્ડી અને સફેદ શર્ટ પહેરી ,નાનકડું દફ્તર લટકાવી તમે ઊભા રહેતા ગામના વડલા નીચે મારી રાહ જોતાં ,અને હું આવું એટલે  કૂદી પડતાં મારી સીટ પર જાણે માનો ખોળો ખૂંદતા હોવ ને એ રીતે  

યાદ છે તમને ?
હટાણું કરવા ગયેલા બાપુને લઈને, મોતિયો ઉતરાવવા ગયેલી માને લઈને, ભાણેજ સાથે પિયર રહેવા આવતી બહેનને લઈને, નિશાળે ભણવા ગયેલી દીકરીને લઈને, તમારી પેઢી દર પેઢીએ મૂકેલા વિશ્વાસને લઈને રોજ સાંજે હું જ તો પાછી આવતી હતી તમારા ગામમાં .

મને સળગાવતા પ્હેલા તમારા હાથ કંપી તો ઉઠ્યા જ હશે ,

પણ ! ! !

તમને માણસમાંથી ટોળું બનાવી નાખતા એ લોકોને એટલું તો પૂછી જો જો ,
તમે ક્યારે’ય બસમાં બેઠાં છો ખરાં ?

शिक्षक

 .....

किसी ने शिक्षक से पूछा - क्या करते हो आप ??

शिक्षक का सुन्दर जवाब देखिए---

सुन्दर सुर सजाने को साज बनाता हूँ ।
नौसिखिये परिंदों को बाज बनाता हूँ ।।

चुपचाप सुनता हूँ शिकायतें सबकी ।
तब दुनिया बदलने की आवाज बनाता हूँ ।।

समंदर तो परखता है हौंसले कश्तियों के ।
और मैं डूबती कश्तियों को जहाज बनाता हूँ ।।

बनाए चाहे चांद पे कोई सोने का ताज।
अरे मैं तो कच्ची ईंटों से ही ताज बनाता हूँ ।।

સફળતા

સફળતા પછી નો સૌથી     
       અઘરો તબક્કો,

   તમારી સફળતાથી ખુશ 
   થાનારને શોધવાનો છે...!!!

Sunday, 3 April 2016

રે યૌવન શાને દિશા ભટક્યો.

રે યૌવન શાને દિશા ભટક્યો, તારા યૌવનના શૂર રેલાવને.....૦
ભાગ દોડ વાળી આ દુનિયામાં જો,
કોઈ ન મળે સાથી,
તારા અંતરતલને બનાવીલે તારો સાથી,
દિવસ આવશે એવો એક,
 
સયની સાથે તું પણ બની જઈસ સિતારો. રે યૌવન.......................................(૧)


સ્વાર્થની આ દુનિયામાં જો,
કોઈન મળે સારથી.
તારા વિચારોને બનાવીલે તારો સારથી,
પહોંચીશ તું મંઝીલે એવી એક,
એ મંઝીલ પણ હશે દરેક મંઝીલોની બાદશાહ. રે યૌવન.......................................(૨)

-રાજ પેથાણી

Thursday, 24 March 2016

પોતાની પુત્રીના લગ્ન સમયે એક પિતાનું વક્તવ્ય



મેં વિચાર્યું હતુ કે હું મારા વક્તવ્ય દરમિયાન તમોને મારી પુત્રીના 'નવા' પરિવાર તરીકે સંબંધિત કરીશ. પરંતુ મને એ અયોગ્ય લાગ્યું કેમકે હવે તેના લગ્ન થઇ ચુકયા છે. અને હવે એક માત્ર તમો જ તેનો પરિવાર છો. સાચું કહું તો મને તેમા કોઇ વાંધો નથી. બલ્કે હું તો ઇચ્છુ છું કે તેણી હવે તમોને જ અગ્રતા આપે. આ એ સમય છે જ્યારે અમારે તેણીના જીવનમાંથી થોડું પાછળ હટી જવું જોઇએ. એ હું સ્વીકારું છું પરંતુ સાથે તેણીને હંમેશા ખુશ રાખવા વિનંતી કરું છું.

મને ભરોસો છે કે તમે તેને હંમેશા ખુશ રાખશો. અને તે કદાચ અહીં કરતા પણ ત્યાં વધારે ખુશ રહેશે. પણ એક પિતા તરીકે હું તમને ફરી ફરીને વિનવું છું કે તેને હંમેશા ખુશ રાખજો.

તે કદિ મારા માટે બોજ ન હતી. બલ્કે એ તો મારા જીવનની સાર્થકતાનું કારણ છે. મારે એને મારાથી અળગી કરવી પડે છે કેમકે એજ કુદરતનો નિયમ છે. સામાજિક નિયમો અનુસાર મારે તેને એમના પોતાના ઘરે વળાવી પડે છે. મારા ઘરની રોશની હવેથી તમારુ ઘર દીપાવશે.

હું મારી સમગ્ર દુનિયા હવેથી તમને સોંપુ છું. હું મારી રાજકુમારી તમને આપુ છું. પ્લીઝ તેને રાણી બનાવીને રાખજો. મેં મારું લોહી રેડી તેને ઉછેરી છે. અને હવે તેણી એકદમ યોગ્ય છે જે તમારી દુનિયા પ્રેમ, ઉષ્મા, દરકાર અને સૌંદર્યથી પૂર્ણ કરશે. હું ઇચ્છુ છું કે તેના બદલામાં તમે તેને ખુશીઓ આપજો.

જો તમને ક્યારેય એવુ લાગે કે મારી દીકરી કંઇ ખોટું કરે છે તો ચોક્કસ તેણીને સજા કરશો પણ થોડા પ્રેમથી. તે એકદમ નાજુક છે. એને કંઇ ઓછુ આવે તો મનાવી લેજો. એને ફક્ત તમારી થોડી દરકારની જરુર રહેશે. જો તે ક્યારેય બીમાર પડે તો તેની કાળજી રાખજો. તમારો થોડોક પ્રેમ પણ તેના માટે દવાનું કામ કરશે. પણ જો એ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય તો તેમને આકરી સજા કરજો. પરંતુ તે સાથે સહાનુભુતિ પણ દાખવશો.તે હજી એક શીખાઉ છે. તેણીને સમજવાની કોશીશ કરશો. પ્લીઝ તેને હંમેશા ખુશ રાખશો.

જો હું મહિનાઓ સુધી એમનો ચહેરો ન જોઇ શકું કે દિવસો સુધી તેમની સાથે વાત ન કરી શકું તો પણ કંઇ વાંધો નહીં. હું તો એમ ઇચ્છુ છું કે તે તમારે ત્યાં એટલી ખુશ રહે કે તે તેના પિતાનું ઘર બહુ યાદ જ ન કરે. હું હાથ જોડીને તમોને વિનવું છું કે તેનું જીવન ખુશીઓથી ભરી દેજો.

પ્રિય જમાઇરાજ, તમને આ શબ્દો કદાચ અત્યારે બહુ અર્થપૂર્ણ નહી લાગે પરંતુ જો તમે એટલા નશીબદાર હશો કે ભવિષ્યમાં એક પુત્રીના પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશો ત્યારે એની વળાવવાની વેળાએ તમારા હૄદયનો એક એક ધબકાર કહેશે કે 'પ્લીઝ એમને હંમેશા ખુશ રાખજો.'

-દરેક પુત્રીઓના પિતાને સમર્પિત.