Pages

Friday, 5 February 2016

બન્યા તા શ્વાસ જેના માંથી એ આંધી નહીં આવે,

"બન્યા તા શ્વાસ જેના માંથી એ આંધી નહીં આવે,
હજારો મહાત્મા તો આવશે ગાંધી નહીં આવે."- મરીઝ 



જો તમે આ પોસ્ટ વાંચતા હોય અને જય વસાવડા નો  ગાંધીજી એ આપેલ ભાષણ વાળો (3 ફેબ્રુઆરી,2016 ગુજરાત સમાચાર  ની શતદલ પૂર્તિ માં છપાયેલ)  લેખ ન વાંચ્યો હોય તો પ્લીઝ વાંચી જાઓ... જો તે વાંચ્યા વગર આ વાંચશો તો સમ લાગશે...

આજ કાલ શું ફેશન ચાલે છે. ગાંધી ને ગાળો આપવાની, અને ફેશન ની વિરુદ્ધ થોડા ચલાય ફેશન તો મારવી જ પડે ને..
થાય ભૂલ થાય ...માણસ થી જ થાય મિત્રોસ... અને આપણે તો પાછા આઝાદ દેશ ના આઝાદ નાગરિક ગાંધી જી એ જ કહ્યું તું કે... જે સ્વતંત્રતા માં એક ભૂલ કરવાની પણ સ્વતંત્રતા નો હોય તો એ સ્વતંત્રતા કોઈ કામની નય.. એટલે આવી સ્વતંત્રતા નો આપણે ઉપયોગ કરી જ લેવાનો.. આવું જ તો બાપુ ઇચ્છતા હતા..

ખબર હોય કે નો હોય... આપણો કક્કો સાચો અને તે જ ઘૂંટવા નો...આપણું છે ઈ મહાન ને બીજા નું ધૂળ ઢેફાં એવું જ હોય ને મિત્રોસ..??
તટસ્થતા વિચાર વા બેસીએ તો વળી ક્યાંક આપણી માન્યતા ભુલાય જાય ... એટલે આપણે માનતા હોય એવું જ વાંચવાનું ને એવું જ સાંભળવાનું અને તેજ સમજવાનો પ્રયત્ન કરવાનો...
.એમાં ઓલું એક ભાઈ એ કહ્યું તું... કે ઓલા જુના નોકિયા ના મોબાઈલ જેવું છે, આજ થી 20 વર્ષ પેહલા તે કેટલો સુવિધા જનક લાગતો. તે રાખવા માટે પણ સ્ટેટ્સ જોઈતું.. અને આજે તેને તુચ્છ ગણવામાં આવે અત્યાર ના સ્માર્ટ ફોન ની સરખામણી માં તો ... ત્યારે આ ગાંધી તો 19 મી સદી નું મોડલ.. ક્યાંથી મેળ પડે આપણાં જેવી 21 મી સદી ની કહેવાતી  સ્માર્ટ પ્રજા ને..

મને તો સાલું એ નથી સમજાતું કે આ ગાંધીજી નો વિરોધ કરવા વાળા પાસે ગાંધીજી ની વિરુદ્ધ માં એવા ક્યાં મુદ્દા છે જયારે આખી દુનિયા ગાંધી ના વિચાર પર વિચાર કરતી હોય ત્યારે આપણે ગાંધી ની ભૂલો શોધવા બેઠા છી. છે ક્યાં ઈ મુદ્દા ગાંધી વિચાર ની વિરુદ્ધ માં  આજની સમસ્યા(વૈશ્વિક લેવલ ની) ને હલ કરવા માટે ના ઈ લઇ ને પર્સનલ માં મળજો એટલે મનેય સાલું કાંઈક નવું તો જાણવામળે.

આપણાં રાજકારણી ઓમાં એક પક્ષ તો પોતાને જ સાચો રાષ્ટ્રવાદી દેશભક્ત જ માને છે. તેણે તો સરદાર, નેતાજી,ભગતસિંહ... આ બધા નામો ને તો હાઈજેક કરી ને જ પોતાની પાસે રાખ્યા છે ભલે તેમના વિચારો સાથે તેને ધોવા નોય સંબંધ નો હોય અને બીજો પક્ષ આપણે ભલે મેં મંગળ સુધી પહોંચી ગયા હોય તે હજુ રાજીવ ગાંધી ના લાવેલા કોમ્પ્યુટર ના ગાન ગાવા માં અને તેની ઉજવણી માંથી જ ઊંચું નથી આવતું.
ગાંધી વિષે તો હું વિચાર વાનું પણ નથી કહેતો તેમના વિચારો વિષે વિચાર્યું જ નહિ ને આપણે નોટ માં ફોટો છાપી અને રાષ્ટ્રપિતા  નું બિરુદ આપી ને ગાંધી ને તો સાઇડલાઇન જ કરી નાખ્યા...
(તેનું પણ એક કારણ છે કારણ કે ગાંધી વિચારો માં થોડા રાજકારણ રમાય... )
હા આઝાદી માત્ર ને માત્ર ગાંધીજી એ અપાવી એમ હું નથી માનતો આઝાદી અપવવા માં ઘણા વીર પુરુષો ના બલિદાન છે. પણ ગાંધી નો માર્ગ અનોખો છે આઝાદી તો આમેય મળવાની હતી જ અને તે ભગત સિંહ ના માર્ગે મળી હોત તો કદાચ મળી તેના કરતા વહેલી પણ મળત... પણ શું ત્યારે આપણો ભારત અખંડ રહી શકત...?? કેટલાક કહેશે હા , તેમ થયું હોત તો પાકિસ્તાન નો પ્રશ્ન જ ના રેત... પણ ટોપાવ..ગોડસે ભક્તો .. જરા એતો વિચારો 562 રજવાડા ત્યારે સ્વતંત્ર થાત તો શું આજે ભારત નો જે નકશો છે તેવો હોત?
આપણે તો ભાઈ પેન્ટ નું ખિસ્સું ફાટેલ હોય તોય ઘરે ઘરે આપણું અલગ રજવાડું હો...
એવા માં અખંડ  ભારત રેત ખરું?

    " રાજા ઓ ના રાજ મુકાવ્યા ...
એવા ધન્ય વીર વલ્લભ સરદાર"
     
બાપુ ખાલી આઝાદી અપવવા માં નોતા માનતા પણ આઝાદી અપાવ્યા પછી તે નો કેમ ઉપયોગ કરવો તે પણ શીખવવા માંગતા હતા.. શું બાપુ એ ઇચ્છયું તું એવો ઉપયોગ થાય છે ખરો આજે?
100 વર્ષ પેહલા એ આમ તો એન આર આઈ  યુવાન જે વિદેશ માં મોટું પરાક્રમ કરી જ આવ્યો તો અહીં તો તેને કોઈ ઓળખતું પણ ન હતું ત્યારે પોતાના એક ભાષણ થી અખા દેશ ને નવો રાહ ચીંધતો એ યુવાન  અંગ્રેજ વાઇસરોય સામે બેઠા હોય તેની સામેજ તેની સુરક્ષા પર કટાક્ષ કરતો હોય, માતૃભાષા માં શિક્ષણ ની વાત કરતો હોય, સ્વચ્છતા ની વાત કરતો હોય..
આવા મર્દ ને આજે લોકો બાયલો કેવા માં ફેશન માને છે અને પોતાને દેશ ભક્ત કેવડાવી ગૌરવ અનુભવે છે. શરમ આવે મને તો એવા લોકો પર
શું આપણે ગાંધી પાસે થી કઈ  બાપુ એ કહેલના 100 વર્ષ પેહલા ની પરિસ્તીથી ને આપણે આઝાદી ના 69 વર્ષે પણ તેમાં કાંઈ સુધારો કરી શક્યા? એમાં વાંક કોનો ? ભાષણ વાંચી જજો સમજાઈ જશે...
મારી વાત કરું તો હું પહેલે થી સફારી અને નગેન્દ્રદાદા નો ચાહક છું કઈંક તો આને લીધે જ મને શરૂઆત માં ગાંધીજી પ્રત્યે અણગમો ...
પણ ત્યારે હું એક વાત ને લીધે જ તેમનો આદર કરતો કે જે હોય તે એ માણસ માં કૈક તો હશે ને.. એની માને , અમુક ગણ્યાંગાંઠિયા  લોકો ને બાદ કરતા આખા દેશ ની પ્રજા તેની પાછળ ઘેલી હતી.. અરે કૉંગ્રેસ ના  તે સમય ના દેશ ના મોટા માથા ના નેતાઓ તે પણ પછી ગાંધી ના ફોલોઅર્સ થય ગયેલા..જેમણે ગાંધી ને અટકાવ્યા તા તે પણ.. ..
કૈક તો હશે ને એ બંદા માં.. આટલું વિચારી ને પણ તે આદર ને પાત્ર નથી મિત્રોસ્...?
   બળ થી અને કળ થી તો એક કરવા વાળા ઘણા થયા પણ માત્ર વિચારો થી એક કરનાર મહાત્મા નથી તો બીજું શું છે ?
કળ અને બળ થી એક કરવા વાળા તો ઘણા આવશે પણ ફરી ખાલી વિચારો થી એક કરવા વાળા ગાંધી નહિ આવે..
    અસ્તુ !
મિત્રોસ્ ... જય હિન્દ!
.
.
 # પ્રાર્થના : જેટલા લોકો ના ખિસ્સા માં ગાંધી ને રાખવા માંગે છે તેટલા જ તેમના વિચારો હર્દય માં રાખે

#આવતા જતા
જો મને કોઈ આવી ને પૂછે કે પાછલા 150-200 વર્ષ માં ભગવાન થી પણ વિશેષ વિચાર વળી ભારત માટે કોઈ વ્યક્તિ જન્મી છે તો હું (બીજા ઘણા ની જેમ) ઇન્સ્ટન્ટ જવાબ માં એક જ નામ આપીશ..

"મોહનદાસ કરમચંદ ગાંધી"
        
             ~હિતેશ નરસિંગાણી

(બાપુ ના એ ભાષણ વાળો જય વસાવડા નો લેખ વાંચવા માટે ની લિંક.. 

http://gujaratsamachar.com/index.php/articles/display_article/anavrut

6 comments:

  1. Very Good.

    ગાંધીનો વિરોધ કરનારા હોય કે સમર્થન કરનારા, વૈચારિક શક્તિનો અભાવ જ જોવા મળે. ગાંધી કે સરદારનાં નામનો ઉપયોગ કરનારા રાજકારણીઓ તેનાં નામને વટાવી વૉટની રોકડી કરવા માંગે છે. ગાંધીએ અહિંસાનો કોન્સેપ્ટ આપ્યો તેને આપણે જાણ્યા સમજ્યા વગર અહિંસાવાદમાં ખપાવી દીધો. ગાલ પર તમાચા મારે તો બીજા ગાલ ધરવાની વાતને નમાલાપણાંમાં ખપાવી દેનારાઓએ સમજવુ જોઈએ કે આંખનાં બદલામાં આંખ વાળા ખ્યાલમાં દુનિયા આંધળી થઈ જશે.

    ReplyDelete
  2. Very Good.

    ગાંધીનો વિરોધ કરનારા હોય કે સમર્થન કરનારા, વૈચારિક શક્તિનો અભાવ જ જોવા મળે. ગાંધી કે સરદારનાં નામનો ઉપયોગ કરનારા રાજકારણીઓ તેનાં નામને વટાવી વૉટની રોકડી કરવા માંગે છે. ગાંધીએ અહિંસાનો કોન્સેપ્ટ આપ્યો તેને આપણે જાણ્યા સમજ્યા વગર અહિંસાવાદમાં ખપાવી દીધો. ગાલ પર તમાચા મારે તો બીજા ગાલ ધરવાની વાતને નમાલાપણાંમાં ખપાવી દેનારાઓએ સમજવુ જોઈએ કે આંખનાં બદલામાં આંખ વાળા ખ્યાલમાં દુનિયા આંધળી થઈ જશે.

    ReplyDelete
  3. અહિંસાથી આઝાદી ના મળે એવું મારૂ મંતવ્ય ભૂલભરેલું હતું, અત્રે નીચે આપેલા કેટલાક વિશ્વ વિખ્યાત બનાવો મારા ધ્યાનમાં આવ્યા છે અને આથી મને મારી ભૂલ સમજાઈ છે!!
    1. ધરી રાષ્ટ્રોએ શરૂ કરેલા(!) વિશ્વ યુદ્ધથી વિનાશના આરે આવેલા જેમનો સુરજ કોઈ દિવસ આથમતો નથી તેવા Great Britainએ સવાર સાંજ પ્રાર્થના સભાઓ આયોજિત કરતાં, સરહદે આવેલા જર્મન સૈન્ય સામે નતમસ્તકે પોતાના ગાલ ધરી અદબ વળી નમ્રતા થી ઊભા રહેતા તેમની આ અહિંસાથી જર્મની નો પરાજય થયો, અહિંસા નો સર્વત્ર જયજયકાર થયો!
    2. કોઈ વાતે નમતું ના મૂકનાર અને અણું શસ્ત્રોના પ્રયોગ કરવાથી પણ ના ઝૂકનાર જાપાન અમેરિકાએ દરેક સૈનિકના હાથમાં ગુલાબ ના ફૂલો અને વિરોધ વ્યક્ત કરતાં સૂત્રોવાળા બેનર પકડાવી પૂરા જાપાનમાં અહિંસક કૂચ કરાવતા માત્ર દિવસ પાંચમા ઘૂંટણીયે પડ્યું!!
    3. વિયેતનામ યુદ્ધ દરમિયાન વિયેતનામિ નાગરિકોએ અહિંસા રૂપી શસ્ત્ર અજમાવતા અમેરિકન સૈન્ય ઊભી પૂછડીએ ભાગી ગયું!!
    4. આ કિસ્સો તો આંખ ઉઘાડનારો છે!! જોઈ લો અહિંસાની તાકાત!! 20-20 વર્ષ મંડેલાએ હિંસક ક્રાંતિ થી હકો મેળવવા પ્રયત્ન કર્યા! આખરે 20 વર્ષે તેમણે જ્ઞાન લાધ્યું કે સત્ય તો હમેશા અહિંસાના પક્ષે જ હોય એટ્લે તેમણે અહિંસક ક્રાંતિ શરૂ કરી અને જુઓ ચમત્કાર!! 20-20 વર્ષની હિંસક ક્રાંતિ થી જે ના મળ્યા એ હકો અહિંસક ક્રાંતિ થી આખરે મળ્યા!!!
    જય અહિંસા!! જય અહિંસા!! જય અહિંસા!!!

    ReplyDelete
  4. the problem is Gandhiji is not being praised for what he should be. same was most of the time he is not being criticized for what he should be. we can say same thing for Naheru as well. your point is wrong that if we went by Bhagtsingh's way, we would have been divided in small regions and could not end up as a single country!! but I really appreciate it because you are on a way Gandhiji should be praised for. and do not blame who protest against Gandhiji or insult him. you are nothing different than them if you are blaming Bhagatsingh the way and what you wrote for him here. what you wrote about him depicts that you have his and his methods' picture in your mind implemented by others! so you can not blame other people because they have same issue in Gandhiji's case!!

    ReplyDelete
  5. માર્ગ ન તો ગાંધીજીનો ખરાબ હતો, ન તો ભગતસિંહનો. બંનેનાં ધ્યેય એક જ હતા. -- ભારત દેશને બ્રિટનનાં સકંજામાંથી મુક્ત કરવો. એક જ ઘરમાં રહેતા સભ્યોમાં પણ જનરેશન ગેપને કારણે ભિન્ન વિચારધારા જોવા મળે છે. તો પછી આઝાદીનાં જંગમાં જોડાયેલા સેનાનીઓનાં લડત ચલાવવાનાં વિચારો ભિન્ન હોવાનાં જ. આ મુદે વિવાદ ઊભા કરવાનો કોઈ અર્થ નથી. અહિંસા અને હિંસા બંને જરૂરી છે. સરહદ પર જવાનો જો કોઈ દુશ્મનો પર ગોળીબારી ન કરે ને અહિંસાવાદી બની જાય તો દેશ પર સંકટનાં વાદળ ઘેરાઈ જાય. આઝાદીનાં જંગમાં ગાધીજીનાં અહિંસાનાં ખ્યાલનું વ્યૂહાત્મક મહત્ત્વ ઘણું હતું. લાંબાગાળા સૂધી આ જંગમાં ટકવાનું પણ મહત્ત્વ હોય છે. આ વીરો તો લડીને ચાલ્યા ગયા, આઝાદી અપાવી ગયા. તેને ટકાવવી કે નહિં તે કોના હાથમાં છે ? આપણા જ ને ? So, be mature. દેશની જે હાલત છે તેનાં જવાબદાર આપણે જ છીએ. આપણે હાલનાં ભ્રષ્ટાચારને પણ ચલાવી લઈએ છીએ, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય જેવી બાબતોમાં કોઈ યોગદાન આપતા નથી અને વાત કરીએ છીએ કે ગાંધીજીનાં વિચારો બરાબર હતા કે ભગતસિંહનાં ? શું આપણે દેશ માટે લોહીનું ટીપુ પણ વહાવ્યુ છે ? જન્મથી રેડીમેઈડ આઝાદી ભોગવીએ છીએ. કમસેકમ તેને જાળવીએ તો ખરા.

    ReplyDelete
  6. ગાંધીજી નો અહિંસા વાદ એક આખો અલગ વિચાર હતો જે લોકો ત્યારેય પૂરો નહોતા સમજી શક્યા કે તો અત્યારે ક્યાંથી સમજવાના..
    એક પ્રસંગ છે.. દિવ્યભાસ્કર માં ગુણવંત શાહ ના લેખ માં વાંચેલો
    એક વખત બાપુ અને કિશોરલાલ મશરૂવાળા સાથે સ્ત્રી શિક્ષણ પર ચર્ચા કરતા હતા તેમાં એક વાત આવી કે છોકરી ઓ કોલેજ કેમ નથી આવતી ... અને તેના કારણો માં એક હતું કે ત્યાં છોકરા ઓ કોલેજ આવતી છોકરી ઓ ની બોવ છેડતી કરતા અને ત્રાસ આપતા આ પર બાપુ એ કિશોર લાલ ભાઈ ને કહ્યું આ માટે તમે છોકરી ઓ ને શું સલાહ આપશો.. કિશોરલાલભાઈ એ જવાબ માં કહ્યું કે હું છોકરી ઓ ને એમ સલાહ આપીશ કે તમારી છેડતી કરતા હોય તેમને તમરા પગ માં પેહરેલું ચપ્પલ કાઢી ને માથા પર મારવુ..
    ગાંધીજી એ કહ્યું હું તો એવી સલાહ આપીશ કે તમારી પાસે ચાકુ હોય તો છેડતી કરનારા ના પેટ માં ચલાવી દેવું.. હું આને પણ અહિંસા માંજ ખપાવીશ
    (પ્રોપર યાદ નથી પણ આવું જ હતું)

    વાત અહીં સમજ્યા વગર વિરોધ કરવાની છે...
    પોતાની માન્યતા ઓ નો કક્કો ઘૂંટી ને ગાંધીજી ને ગાળો આપવાની ફેશન ના ગાડરિયા પ્રવાહ માં તણાવા વાળા ને ગોડસે સારા લાગે છે...
    હવે તે ગોડસે જેની ઓળખ ગાંધી થકી છે ... તેના મંદિરો બને છે અમુક લોકો ગાંધી નિર્વાણ દિન ને ગોડસે ની પૂજા કરી ઉજવણી કરી ગૌરવ અનુભવે છે ..

    શું આપણી સરકાર એ પણ નક્કી કરી શક્તિ કે આપણે કોને દેશ નો હીરો માનવો કોને વિલન?

    હવે મારી પોસ્ટ વાંચી ને એક ગોડસે મિત્ર મને ઘરે કેવા આવ્યો તને ખબર ને ભારત નું પબ્લિક જડ જેવું ..અમેય તેમાં જ આવીએ ... બધા ને સ્વતંત્રતા છે તો કરવા દો ને જેને જે ગમતા હોય તેની વાત કરે ઈ...

    આવી સ્વતંત્રતા ના વિચારો પણ ગાંધી મહાત્મા એ જ આપેલા એ તેમણે ના ભૂલવું જોઈએ...
    પોતે વાંચેલો કે સાંભળેલો ઇતિહાસ હમેંશા અંતિમ સત્ય હોય એ જરૂરી નથી,
    બાકી રવિભાઈ ની વાત એકદમ સાચી છે અહિંસા થી યુદ્ધો ના લડાય... પણ અહિંસા થી ક્રાંતિ થાય...

    બાકી હુંય કાંઈ ગાંધી ગાંધી ની આખો દી માળા ફેરવવા વાળો નથી...પણ કોને હીરો માનવો અને કોને વિલન એટલી પ્રાથમિક સમજ તો છેજ...

    ReplyDelete