પવન ને હું વાવું
પવન ને હું વાવું ,ક્ષિતિજ ને પેલે પાર,
ને ક્યાંક થી તુ મને મળી આવે ફોરમ ની સંગાથે,
પહાડો માં સુરજ ઉગે ને હું ઝરણું થઇને નાચું,
કોમળ કોમળ કુંપણ વચ્ચે મબલખ યાદો વાવું,
સુરજનો સોનેરી તડકો રેતકણો માં ભરાય,
ને ઝાકળ નાં ભીના સ્પર્શે,હું આછી આછી ચમકુ.
અસ્મિતા
No comments:
Post a Comment