હાશ ....નવરાત્રિ પૂરી થય ...
આમ તૉ આપણા શાસ્ત્રો અને ધર્મ પ્રમાણે ..આ નવ દિવસો મા માતાજી ની ઉપાસના એટલે કે શક્તિ ની ભક્તિ કરવાની હોય છે ..
પણ આપણે તૉ એથીય ઘણું વિશેષ કરીયે છીયે ...હવે તૉ એવું લાગે કે આ ભક્તિ ભાવ તૉ ગૌણ વસ્તુ છે ...તેની પાછળ મૂળ હેતુ કંઈક જુદો જ છે ...
હમણા બે -ચાર દિવસ પેલા અમારે ગરબા ના કાર્યક્રમ મા જવાનું હતુ ..તેમા એક મિત્ર એ તૉ 8 વાગ્યા મા ફોન કર્યો ને કીધું તૈયાર થય જા આપણે જવાનું છે ..મેં કીધું અત્યાર મા શું છે ..મારે હજી જમવાનું બાકી છે .તે કય જે હોય તે ...મારે આરતી પેલા પૉચવુ છે અને આરતી જોવી છે ...લ્યો બોલો ...આરતી જોવી ..મેં કીધું ...શાંતિ રાખ થોડા મોડા જઈશુ તૉ ચાલશે ..તેને જીદ કરી મારે આરતી પેલા જ પોચવુ અને આરતી જોવી ...હવે કોની આરતી જોવી હશે એ તૉ રામ જાણે ...(માતાજી ની તૉ નય જ હોઇ ) પછી મેં કીધું ખાલી આરતી શું ..આપણે ભક્તિ ,પૂજા ,અર્ચના ,ભાવના,શ્રધ્ધા બધું જોશું ..પણ થોડા મોડા જઈશું ...
એટલે પત્યું ..
બોવ મજા આવે હો નવરાત્રિ મા આ આરતી ,પૂજા ,ભક્તિ ,અર્ચના ,શ્રધ્ધા ...વગેરે ને જોવાની ...
.
મે તૉ બોવ નોટીસ કર્યુઁ ...આ વખતે ..ગરબા મા માતાજી ના ગીત ઓછા અને ક્રુષ્ણ અને રાધા ના ગીતો વધુ હતા ...આ કાના એ પણ કંઇ બાકી નથ રાયખુ હો ....જ્યાં જગ્યા મલી ત્યાં પગ ઘુસેડ્યો અને જ્યાં જગ્યા નોતી ત્યાં જગ્યા કરી ને ઘુસેડ્યો ..
જુઓ ને આ ઓલરાઉન્ડર એ માતાજી ના ભક્તિ પર્વ મા પણ રાસલીલાઓ કરીને ..પોતાનું પ્રેમ પ્રકરણ ઉમેર્યુ ..
અને અમનેય રવાડે ચડાવ્યાં ....ઇતૉ રાસલીલા કરવા વાંસળી વગાડી ને ગોપીયુ ભેગી કરી લેતા અને ...અમારા થી તૉ હવે સીટિયુ પણ નો મારાય ..ત્યાં સિટીઓ વગાડવા નો હક માત્ર ઓલા સિક્યોરિટી વાડા નેજ છે ..
નવરાત્રી એટલે ખાલી માતાજી ની ભક્તિ નું પર્વ નઈ પન સાથે સાથે ...પ્રેમ સંબંધ પાકા કરવાનો પન તેહવાર છે .
જોવો ને આપણા એક ગરબા મા સામેથી લાઇન મારવા નું કય છે ...
"આવતા જતા જરા નજરો નાખતા જજો બીજું તૉ કંઇ નહી પરંતુ કેમ છો કેહતા જજો "
.
ગરબા ઇ પ્રેમ નું પર્વ હોવુ જ જોઈ ...આ જોવો ને
કોક ગરબા મા ..ગોપી કાના ને ફરીયાદ કરે છે ..તૉ કોક મા વડી કંઈક ખોવાઈ ગયું છે ઇ ગોતવાનું ક્યે છે... તૉ વડી કોક ગરબા મા રાસ રમવા નું આમંત્રણ આપે છે ..તૉ કોક ગરબા મા ડાયરેક્ટ પ્રપોઝ મારે છે ...તૉ વડી કોક ગરબા મા તે રિસાય જય છે ..તૉ વડી બીજા મા તે મનાવે પણ છે ..
આ બધા ગરબા મા જ love પ્રોબ્લેમ ની બધી વસ્તુ કેવા મા આવે છે ....
જો ..મારા મોટા ભાઇયોં આપણે આ આરતી ,અર્ચના ,પૂજા,ભક્તિ વગેરે જોવા કરતા આપણે ઉપર કિધા એવા ગરબા ના ગીતો ને સમજવાનો પ્રયત્ન કરશું તૉ વધારે ફાયદો થશે ..
કોક આના દ્વારા કંઈક કેવા માગતું હોઇ તૉ ..!!
નવરાત્રી મા પૂજા ,આરતી અર્ચના બધું સરસ જ લાગે ...એતૉ આડે દી હોઇ ત્યારે ખબર પડે ..એટલે be Concentrate
And enjoy ....
જો તમે સિંગલ હોઇ અને નવે નવ દી ગરબા રમવા ગયા હોઇ અને આજે પણ સિંગલ જ હોઇ તૉ ...ખરેખર તમે ગરબા રમવા જ ગયા હતા ..
(sent via what's app)
પ્રાથના :- માતાજી માફ કરે ..
આવતા -જતા
હે ...આવતા જતા જરા નજરુ નાખતા જજો ...બીજું તૉ કંઇ નહી પરંતુ કેમ છો કેહતા જજો ....કેમ છો કેહતા જજો ..
--હિતેશ નરસિંગાણી