Pages

Thursday, 22 September 2016

માનસિક શાંતિ માટેના ઉપાયો.


જમવુ તો *માં બાપ* ભેગુ પછી ભલે *ઝેર* હોય - અનેરહેવું તો *ભાઈઓ* ભેગુ.... પછી ભલે *વેર* હોય...

*સાવરણી* બાધેંલી હોય ત્યારે *કચરો* સાફ કરે છે- પરંતુ*છૂટી* પડી જાય ત્યારે ખૂદ *કચરો* બની જાય છે.- માટે *પરિવાર*થી *બંધાયેલા* રહો....

આપણને ઓછું મળ્યું છે - એ આપણું દુ:ખ નથી,- પણ જે મળ્યું એ આપણને ઓછું લાગી રહ્યું છે - એ આપણું દુ:ખ છે.

મંગળમાં જીવન છે કે નહીં, એની ચિંતા પછી કરજો. - પહેલા જીવનમાં મંગળ છે કે નહીં, એ તો તપાસી લો !

રામ-રાવણ, બંને તુલા રાશિના છતાં ગમે તો રામ જ ને? પૈસા-પરમાત્મા, બંને કન્યા રાશિના, - પરમાત્મા જ ગમે એ નક્કી ખરું ?

ક્ષમા, ભૂતકાળને ભલે બદલતી નથી પણ ભવિષ્યને ઉજ્જવળ તો બનાવી જ દે છે.

રોજ એકાદ નવો મિત્ર બનાવતા જવું અને એકાદ જૂના દુશ્મનને ઓછા કરતા જવું એ તો આલોક - પરલોક બંને માટે લાભદાયક પણ છે અને ફાયદાકારક પણ છે...

જ્યાંરે દિવાલો માં તિરાડો પડે છે. ત્યાંરે દિવાલો પડી જાય છે. અને જ્યાંરે સંબધો માં તિરાડો પડે છે. ત્યાંરે દિવાલો બની જાય છે.

બધા દિવસો 'સારા' નહી મળે પણ દરેક દિવસમાં 'સારું' કંઇકતો મળશે જ...

મારા આપેલા બે રૂપિયાનો ભિખારીએ દુરુપયોગ ન જ કરવો જોઈએ એવો મારો સતત આગ્રહ રહે જ છે......જોકે પ્રભુ તરફથી મને મળેલ શરીરનો,
સંપતિનો, શબ્દોનો અને સમયનો હું બેફામ, દુરુપયોગ કરી રહ્યો છું પણ એ વાત અહી યાદ રાખવી એ અસ્થાને છે એમ હું માનું છું.......


પ્રભુને આપણે સંભળાવ્યું તો ઘણું. પ્રભુનુ સાંભળ્યું કેટલું ?

આપણને મળી રહેલ પ્રકાશ આડે આપણે ખુદ ઊભા રહી જઇએ તો આપણને આપણા પડછાયા સિવાય બીજું શુ દેખાય ?
આપ-ધાતમાં માણસ મરી જાય છે પણ ગર્ભ-પાતમાં તો માણસાઇ જ મરી જાય છે.

જીવનમાં કડક રહેવાની નહીં, તકલીફોમાં અડગ રહેવાની જરુર છે.

રાત્રિનો અંધકાર તો પ્રકાશ તરફ જ ચાલતો હોય છે; પરંતુ અહંકારનો અંધકાર તો વિનાશ તરફ જ ચાલતો હોય છે.

*******************
પારકી પંચાત કરશો નહી. - તમામ પરિસ્થિતિ મા શાંત રહેજો. - કડવા ઘુટડા ગળી જજો.- કદી જીવ બાળશો નહી.


તમારા કામકાજના વખાણ બીજા કરે એવું ઝંખશો નહી._ કોઈની ઈર્ષા કરશો નહી. - તમે જ તમારી જાતને સુધારો.

જે અનિવાર્ય હોય તે સહન કરી લો.- તમારી ફરજ ચુકશો નહી. - નિસ્વાર્થ સેવા કરો.- સારા-નરસા નો વિવેક કરતાં શીખો.
જરૂરિયાત ઘટાડો.- કરવા યોગ્ય જ કામ કરો.- ખંતપૂર્વક સદ્દગુણો કેળવો.- હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથોનુ ન કરો.


માગ્યા વગર સલાહ આપવા દોડી જશો નહી.- દલીલબાજી થી દૂર રહો.- બધામાં ઈશ્વર દર્શન કરો.

જીવનમાં આવતા દુખોને પણ ઈશ્વરની પ્રસાદી માની સ્વીકારી લો.

Allo

વાહ! શું એપ બનાવી છે! વધુ ઝડપ અને વધુ જીવંત 

તમે Google Assistant સાથે વાત કરી શકો છો. ગણતરીની ક્ષણોમાં જે માંગો તે હાજર..અને જે અજુગતું લાગે તો સાફ જવાબ આપી દે 

: " Sorry I can't understand " 

છેલ્લે તમે "Thank you "લખો તો એ સ્માઇલી સાથે Welcome લખવાનું ન ભૂલે. જીવંત અનુભવ અને એ પણ કોઇ પણ બ્રાઉઝરમાં કરતા વધુ ઝડપી સર્ચીંગ ....

Google છે આ એપનો નિર્માતા એટલે થોડા જ દિવસોમાં ખૂટતા-ઘટતા બધા features ઉપલબ્ધ પણ કરી શકશે.
મૂખ્ય તો એકમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરાયો છે એક જ એપમાં .
આવનાર દિવસોમાં લોકો પાસે - whatsapp અને allo એમ બન્ને વિકલ્પો રહેશેે. સૌથી મોટી વાત એ છે એ આ એપ whatsapp કે Hike. કે Facebook જેવી hard પડતી નથી પણ વધુ હળવી અનુભવાય છે. આજના બૌધ્ધિક યુગમાં હવે multipurpose app જ જરુરીયાતોને પૂર્ણ કરી શકશે.



Wednesday, 21 September 2016

ભારતીય સૈન્ય અને યુદ્ધ

અત્યારે દેશમાં ભારતીય સૈન્ય અને યુદ્ધ સંબંધિત જે ભાવનાત્મક વાતાવરણ સર્જાયું છે. આ સમયે સરહદ ઉપર, સરકારમાં અને સોશિયલ મિડીયા એમ કુલ ત્રણ જગ્યાએ તણાવપૂર્ણ માહોલ છે અને આ ત્રણેય પાંખો પોતપોતાની રીતે વ્યુહ –વાર્તાલાપ કરી રહી છે. સરહદ ઉપર જે તણાવપૂર્ણ માહોલ છે તેમાં શું થશે એ સરકાર નક્કી કરશે ત્યારે જે થવાનું હશે એ થશે.....પણ અહિંયા સોશિયલ મિડીયામાં’ય બે પક્ષો સામ-સામે આવી ગયા છે જેમાં કાળીચૌદશની રાતે તાણીને કાઢેલા અમુક મોદીનંદનો છેલ્લા ત્રણેક દિવસથી યુદ્ધ નહી કરવાના કારણો, ફાયદાઓ, બહાનાઓ, ઉદાહરણો વગેરે સમજાવીને યેનકેન પ્રકારે, સીધી કે આડકતરી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારના કે ફેંકુના પક્ષ વાહિયાત દલીલો કરી રહ્યા છે.
.
(૧) જેમ કે યુદ્ધ થાય તો પેટ્રોલ ડિઝલના ભાવ વધશે...શું તમે ભાવવધારો સહન કરશો?
તો આટલા વર્ષોથી અને પઠાણકોટ તેમજ ગુરૂદાસપુર ના હુમલા પછી યુદ્ધ નથી થયું તો પેટ્રોલ ડિઝલ ક્યાં ૬ કે ૭ રૂપિયે મળવા લાગ્યુ??? ચાવાળાના વિદેશ પ્રવાસ માટે પેટ્રોલનો ભાવવધારો સહન કરી લઈયે છીયે તો દેશની સરહદો માટે નહી કરીયે???
...................................
(૨) યુદ્ધના હિસાબે વિજળીની અછત ઉભી થાય તો દેશને અંધારામાં રહેવું પડશે. ૧૫ વર્ષ ગુજરાત્તને અંધારામાં રાખ્યુ અને છેલ્લા અઢી વર્ષથી તમારો બાપ આખા દેશને અંધારામાં રાખી રહ્યો છે એ અંધારૂ ઓછું છે તે હવે ઈલેક્ટ્રીસીટીના અંધારાનો ડર બતાવો છો ભડવાઓ?? .........................................................................
(૩) યુદ્ધ થાય તો કરવેરા વધશે શું તમે કરવેરા નિયમિત ભરશો??
મોંઘા મોંઘા ફંક્શનો અને પૃથ્વિપ્રદક્ષિણા માટે અમે ભારતીયો છેલ્લા અઢી વર્ષથી “ગંગા સેસ” “કૃષિ સેસ” “સ્વચ્છતા સેસ” “ફલાણા સેસ” ના નામે લાખો-કરોડો રૂપિયા તો એમ પણ ચુકવીયે છીયે તો દેશની શાંતિ માટે પાંચ રૂપિયા વધારે કેમ નહી ચુકવીયે ભાઈ??
...................................................................
(૪) ફક્ત આતંકવાદી હુમલાઓ થાય ત્યારે જ દેશભક્તિનો ગ્રાફ ઉંચે ચડી જાય છે. ૨૦૧૪ ની ચુંટણી સમયે તમારો તમારા બાપનો દેશભક્તિનો ગ્રાફ ઉંચે અંતરિક્ષમાં ચડી ગયો એનું શું???
.............................................................
(૫) ઘરે ટીવી જોતા-જોતા પાકિસ્તાનના ટુકડા કરવાની સલાહ આપવાવાળાના કહેવાથી ઘરવાળી સફરજનના ટુકડા પણ કરી નથી આપતી. એમ તો તમારો બાપ પણ ઈન્ડીયા ટીવીમાં બેઠો-બેઠો જ ફાંકા નાખતો હતોને ? ત્યારે કેમ આવી બધી ફિલોસોફી યાદ ન આવી?? ઘરવાળી તો એની પણ સફરજનના ટુકડા નથી કરી આપતી તેમ છંતા એકના બદલામાં દસ માથા લાવવાની હોંશિયારી મારતો હતો ત્યારે તમારા જેવા તાણીને કાઢેલા ભક્તો ક્યાં હતા???
...........................................................
(૬) આપણી પાસે ખાલી ૨૦ દિવસ ચાલે એટલો જ દારૂગોળો છે. લ્યો બોલો તો પછી આ સત્તામાં આવ્યાને અઢી વર્ષ સુધી શું કર્યું?? દારૂગોળો નથી એ ખબર અત્યારે જ પડી??? કે પછી વિદેશ પ્રવાસમાં અને ગામ આખાને મોદુ બનાવવાની યોજનાઓમાં વ્યસ્ત હતા???
...........................................................
(૭) યુદ્ધ મફતમાં નથી થતા, શીયાસિન પર ચોકી રાખવાનો વાર્ષિક ખર્ચ પંદરસો કરોડ છે, તેમજ વિચારો કે યુદ્ધ માટે આખી આર્મી બોર્ડર પર ડિપ્લોય કરવાની થાય તો ખર્ચ ક્યાં જાય??
વાહ આર્મી નો ખર્ચો મોંઘો પડે પણ મોટા મોટા સમારંભો, જન્મદિવસ ઉજવણીનો ખર્ચો, મોંઘા ફંક્શનો, મોટા મોટા ડોમ, સંઘના મફતિયાઓને અપાતી સરકારી સુવિધા અને સુરક્ષા આ બધાનો ખર્ચો કોણ તમારો બાપ આપે છે???
......................................................................
(૮) વિદેશનીતિથી માંડીને યુદ્ધમોરચા પરની એક – એક ચાલ વિચારીને ચાલવી પડે, આંધળુકીયા કરવાથી કોઈ ફાયદો નથી. અલ્યા હરામખોરો અત્યારે આટલી બધી અક્કલ આવી ગઈ છે પણ જ્યારે મંચ – માઈક અને મેદની હાથમાં આવી જાય ત્યારે એકના બદલે દસ માથા અને લવ-લેટર વગેરે હોંશિંયારી મારતો હતો ત્યારે એના ભાષણ સાંભળીને હિઝડાની તાળીયો કેમ પાડતા હતા??? પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપવો જોઈયે એવું જ્યારે બોલ્યો ત્યારે તમને ડફોળોને ખબર પડતી ન હતી કે યુદ્ધમોરચા પર અને વિદેશનીતિ પર એક-એક ચાલ વિચારીને ચાલવી પડે??? ત્યારે કેમ હોશિંયારી મારતા હતા કે ઈન્ટરનેશનલ પ્રેશર આપણે પેદા કરી શકીયે છીયે એમ.
...........................................................................................
(૯) ઉના દલિત કાંડની મુલાકાતે આવનાર બધા નેતાઓ ક્યાં છે??
ગોળી મારવી હોય તો દલિતોને નહી મને ગોળી મારજો આવું બોલવાવાળા ને શોધી લાવો એટલે બાકીના બધા નેતા ક્યાં છે એ ખબર પડી જશે.
..............................................................
(૧૦) દેશના શહિદો ઉપર રાજનિતી ન થવી જોઈયે અને સરકારને કામ કરવા માટે સમય આપવો જોઈયે અને લોકોએ સંયમ રાખવો જોઈયે
અરે તારી જાતનો ભગતડો મારૂ તારો બાપ જ્યારે મુંબઈ હુમલા વખતે પોલીસ પ્રોટેક્શનને ક્રોસ કરીને તાજ હોટલમાં ઘુસી અને બધા આતંકીને મારવા સારૂ રજનીકાંત બનવાની કોશિષ કરી રહ્યો હતો ત્યારે આવી ખબર પડતી ન હતી કે મોત ઉપર રાજનીતિ ન કરીયે અને સરકારને સમય આપીયે અને થોડોક સંયમ રાખીયે??? શું લોટા જેવાઓ હાલી જ નિકળ્યા છો......નાકમાં લબડતી લેંટ લઈને ટોપાઓ.
...........................................................
અત્યાર સુધી ચાવાળાની દરેક વાતમાં વાંદરાની જેમ કુદકા મારી અને હિઝડાની જેમ તાળીઓ પાડીને વાહવાહી કરતા હરામખોર ભક્તોને યુદ્ધ બાબતે રાતોરાત એવું જ્ઞાન આવી ગયું છે કે ન જાણે કેટકેટલુંય બ્રહ્મજ્ઞાન શોધી-શોધીને માર્કેટમાં લાવીને સોશિયલ મિડીયામાં બાયલાવેડા ફેલાવી રહ્યા છે. અને લોકોને બોર્ડર ઉપર જાવાની, સૈન્યમાં ભરતી થવાની, પોતાના બાળકો મોકલવાની સલાહો આપી રહ્યા છે તે તમામ ભક્તોને ખાસ વિનંતિ છે કે યુદ્ધ થાય કે ન થાય પણ તમને તમારા સાહેબે મોઢું તો શું પછવાડું બતાવે એવા પણ રહેવા દીધા નથી માટે છાનીમાનીના કરતા હો ઈ કરો અને સલાહ તમારી પાસે રાખો.

જીભનું ઓપરેશન કેજરીવાલે કરાવ્યુ અને બોલતી કોઈક બીજાની કેમ બંધ થઈ ગઈ?????
(ખાસ નોંધ :- ભાષાસૌજન્ય બાબતે કોઈએ માથાકૂટ કરવી નહી...હુકમથી)

જેને યુદ્ધ તાત્કાલિક જોઈએ છે

જેને યુદ્ધ તાત્કાલિક જોઈએ છે તેને 'બોર્ડર' સુધી એસી સિડાન કારમાં જવાનો ખર્ચ હું આપીશ !
કટોકટી- આ શબ્દ બંધારણમાં ક્લાસમાં ભણાવું ત્યારે પણ સ્ટુડન્ટસને સમજાવું છું કે આ શબ્દ જેટલો હળવો દેખાય છે તેટલો નથી. આ કંઈ પેટ્રોલ - મોબાઈલના રૂપિયા ખૂટ્યા અને ફ્રેન્ડ પાસેથી લઈને રોળવી લીધું એવી 'ઈમરજન્સી-કટોકટી' નથી. કરોડો રૂપિયાનો ખર્ચ અને હજારો શૈનીકોના જીવ જોખમમાં મુકવાની વાત છે. જે કોઈ પણ વ્યક્તિ/સરકાર 'યુદ્ધ' નો નિર્ણય લે તે ગમે તેટલી બેજવાબદાર હોય તો પણ શૈનીકો માટે પણ સમજીને નિર્ણય લેવો પડે.
આ હુમલાઓ થયા તે ખોટું જ થયું છે, કડક પગલા અને જરૂર પડીએ યુદ્ધની તયારી બતાવવી જ પડે પણ એ કંઈ 'તમે અને હું' કહીએ ત્યારે અને તેમ ના થાય. જનરલ માણેક શો એ ઇન્દિરાગાંધીને કહી દીધું હતું કે 'યુદ્ધ થશે તે નિર્ણય તમારો પણ ક્યારે તે નિર્ણય અમારો રહેશે' અને તેમણે તે સાચ્ચું સાબિત કરી આપ્યું હતું. યુદ્ધ પહેલાની તયારીઓ, વાતાવરણ, ભૌગોલીક પરિસ્થિતિ, આંતરરાષ્ટ્રીય પીઠબળ અને આવતા સમયની આર્થિક બાબતો... કેટલીય બાબતો જોવી પડે.
તકલીફ થઇ એ સાથે નવરાઓ ચાલુ પડી ગયા... 'કોંગ્રેસની સરકારની આ આ ભૂલોને કારણે આ પરિસ્થિતિ થઇ છે' , 'ભાજપ ૨ વર્ષથી વાતો જ કરે છે' , 'આ બધું મનમોહનસિંહના સમયમાં જ બગડ્યું હતું' , 'નરેન્દ્રમોદી ખાલી વાતો જ કરે છે' શાબ્બાશ ! તમે શું કરો છો ? વાહન જ્યાંત્યાં પાર્ક કરો છો, પાણી બગાડો છો, રસ્તા પર થૂકો છો, ટેક્સ ચોરી કરો છો, કામમાં દાંડાઈ કરો છો અને સરકારે શું કરવું તેની ફાંકા-ફોજદારી કરો છો !
અત્યારે 'યુદ્ધ જ થવું જોઈએ' એવું કહેનારા; યુદ્ધના ખર્ચને પહોંચી વળવા જે ટેક્સ આવે તેમાં પણ ચોરી કરશે અને સરકારનો વિરોધ કરશે.
અત્યારે કોંગ્રેસ-ભાજપની બુરાઈ કરવાના બદલે જે શહીદ થયા છે તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. વડાપ્રધાનના નેશનલ ડીફેન્સ ફંડમાં શક્ય તેટલી રકમ મોકલીએ. આવનારા દિવસો માટે તયાર રહીએ.
ભારત માતા કી જય ! વંદે માતરમ !
જય હિન્દ

Tuesday, 20 September 2016

ગુજરાતી વેપારી

એક ગુજરાતી વેપારી એ પ્રાણીસંગ્રહાલય ખોલ્યું અને ૫૦ રુ, ટિકીટ રાખી પણ કોઇ ના આવ્યું. પછી ટિકીટ ૨૫ રૂ કરી.. ૨૦ કરી.. ૧૦ કરી ....કોઇ ના આવ્યું. છેલ્લે કંટાળીને ફ્રી માં એન્ટ્રી ચાલુ કરી.. થોડી જ વાર માં બધું જ ભરાઈ ગયું.
પગ મુકવાની પણ જગ્યા નહિં... 

પછી પેલાએ સિંહ ને પાંજરામાંથી છોડ્યો અને બહાર નિકળવા માટે ૨૦૦ રૂ ટિકીટ રાખી.

નોંધ - આ ઘટનાને રિલાયેન્સ જિઓ સાથે કંઇ નિસ્બત નથી.
😀😂

Saturday, 17 September 2016

બસ જિંદગી એવી રીતે


-----------------------------

બસ જિંદગી એવી રીતે જીવી જવાય છે,
કડવાશ જેટલી હો હવે પી જવાય છે.

નાહક કહો છો આપ હજી જોમ છે ઘણું,
આ તો છે ઢાળ તેથી જ દોડી જવાય છે.

લેવા પડે છે ઠીક વિસામા ઘડી ઘડી,
થોડુક ચાલીએ અને થાકી જવાય છે.

આંખો ખૂલી ફરી તો સપાટી ઉપર હતો,
હાથે કરી ને ક્યાં કદી ડૂબી જવાય છે?

ઠૅબે ચડ્યો છે મારો જ ઓછાયો રાહ માં,
એવું છે થોડું કૂદી કે ઠેકી જવાય છે.

- પરશુરામ ચૌહાણ

Wednesday, 14 September 2016

નક્કી હશે..

નક્કી હશે..
કંઈ ને કંઈ હર કોઈ ને બંધાણ તો નક્કી હશે,
સહેજ પણ અંદર કશે ભંગાણ તો નક્કી હશે.

ફક્ત મોજાઓ જ આકર્ષાય ના અમથા કદી,
ચંદ્ર ને પણ આ તરફ ખેંચાણ તો નક્કી હશે.

ફક્ત એવી ધારણા થી આ સફર લાંબી બની,
કે હજી આગળ કશે રોકાણ તો નક્કી હશે.

ઓશિયાળી લાગણી ના વહાણ મોઝારે હવે,
કો'ક કાંઠે ક્યાંક એ સંજાણ તો નક્કી હશે.

જર્જરિત ખંડૅર જેવો હું ધરાશાયી થયો,
તુ મને ઢંઢોળ ,મુજ માં પ્રાણ તો નક્કી હશે .

પરશુરામ ચૌહાણ