Pages

Thursday, 24 March 2016

પોતાની પુત્રીના લગ્ન સમયે એક પિતાનું વક્તવ્ય



મેં વિચાર્યું હતુ કે હું મારા વક્તવ્ય દરમિયાન તમોને મારી પુત્રીના 'નવા' પરિવાર તરીકે સંબંધિત કરીશ. પરંતુ મને એ અયોગ્ય લાગ્યું કેમકે હવે તેના લગ્ન થઇ ચુકયા છે. અને હવે એક માત્ર તમો જ તેનો પરિવાર છો. સાચું કહું તો મને તેમા કોઇ વાંધો નથી. બલ્કે હું તો ઇચ્છુ છું કે તેણી હવે તમોને જ અગ્રતા આપે. આ એ સમય છે જ્યારે અમારે તેણીના જીવનમાંથી થોડું પાછળ હટી જવું જોઇએ. એ હું સ્વીકારું છું પરંતુ સાથે તેણીને હંમેશા ખુશ રાખવા વિનંતી કરું છું.

મને ભરોસો છે કે તમે તેને હંમેશા ખુશ રાખશો. અને તે કદાચ અહીં કરતા પણ ત્યાં વધારે ખુશ રહેશે. પણ એક પિતા તરીકે હું તમને ફરી ફરીને વિનવું છું કે તેને હંમેશા ખુશ રાખજો.

તે કદિ મારા માટે બોજ ન હતી. બલ્કે એ તો મારા જીવનની સાર્થકતાનું કારણ છે. મારે એને મારાથી અળગી કરવી પડે છે કેમકે એજ કુદરતનો નિયમ છે. સામાજિક નિયમો અનુસાર મારે તેને એમના પોતાના ઘરે વળાવી પડે છે. મારા ઘરની રોશની હવેથી તમારુ ઘર દીપાવશે.

હું મારી સમગ્ર દુનિયા હવેથી તમને સોંપુ છું. હું મારી રાજકુમારી તમને આપુ છું. પ્લીઝ તેને રાણી બનાવીને રાખજો. મેં મારું લોહી રેડી તેને ઉછેરી છે. અને હવે તેણી એકદમ યોગ્ય છે જે તમારી દુનિયા પ્રેમ, ઉષ્મા, દરકાર અને સૌંદર્યથી પૂર્ણ કરશે. હું ઇચ્છુ છું કે તેના બદલામાં તમે તેને ખુશીઓ આપજો.

જો તમને ક્યારેય એવુ લાગે કે મારી દીકરી કંઇ ખોટું કરે છે તો ચોક્કસ તેણીને સજા કરશો પણ થોડા પ્રેમથી. તે એકદમ નાજુક છે. એને કંઇ ઓછુ આવે તો મનાવી લેજો. એને ફક્ત તમારી થોડી દરકારની જરુર રહેશે. જો તે ક્યારેય બીમાર પડે તો તેની કાળજી રાખજો. તમારો થોડોક પ્રેમ પણ તેના માટે દવાનું કામ કરશે. પણ જો એ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય તો તેમને આકરી સજા કરજો. પરંતુ તે સાથે સહાનુભુતિ પણ દાખવશો.તે હજી એક શીખાઉ છે. તેણીને સમજવાની કોશીશ કરશો. પ્લીઝ તેને હંમેશા ખુશ રાખશો.

જો હું મહિનાઓ સુધી એમનો ચહેરો ન જોઇ શકું કે દિવસો સુધી તેમની સાથે વાત ન કરી શકું તો પણ કંઇ વાંધો નહીં. હું તો એમ ઇચ્છુ છું કે તે તમારે ત્યાં એટલી ખુશ રહે કે તે તેના પિતાનું ઘર બહુ યાદ જ ન કરે. હું હાથ જોડીને તમોને વિનવું છું કે તેનું જીવન ખુશીઓથી ભરી દેજો.

પ્રિય જમાઇરાજ, તમને આ શબ્દો કદાચ અત્યારે બહુ અર્થપૂર્ણ નહી લાગે પરંતુ જો તમે એટલા નશીબદાર હશો કે ભવિષ્યમાં એક પુત્રીના પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશો ત્યારે એની વળાવવાની વેળાએ તમારા હૄદયનો એક એક ધબકાર કહેશે કે 'પ્લીઝ એમને હંમેશા ખુશ રાખજો.'

-દરેક પુત્રીઓના પિતાને સમર્પિત.

બજરંગી નું બલિદાન



આહ...

પડવાના વાંકે ઊભા  રહેલા, જર્જરિત ખાટલામાંથી ઊભા  થવા જતા બજરંગીના મોઢેથી આહ્કારો નીકળી ગયો . વૈદે આપેલો લેપ લગાવવા છતાં ડાબો પગ ગઈ કાલ કરતા વધારે સુજી ગયો હતો. શહેરના કોઈ ડોક્ટર પાસે જવાની વાત તો આ ગરીબ માણસ ને માટે એક અપ્રાપ્ય લક્ઝરી જેવી હતી.બજરંગીના ઝૂપંડપટ્ટીના વાસની સામે કોર રહેતા વૈદે પોતાની ફી ઉધાર રાખીને બજરંગી નો પગ ચેક કરી આપ્યો હતો અને ત્રણ દિવસ માટે લગાડવાનો લેપ પણ આપ્યો હતો.

સણકા મારતા પગને તો હજી એ ભૂલી જાત. નોતી ભૂલાતી એનાથી એ ઘટના, જેને કારણે આજ પોતાના આ હાલ હતા.બજરંગીને પોતાની ઉપર જ ગુસ્સો આવ્યો ..સડક ખોદતી વખતે એ બેધ્યાન થયો એટલે જ તો પોતાનો કોસ પોતાના પગ પર વાગ્યોને ..., કાશ એ વખતે ઓલ્યા બંગડી વેંચવા વાળાની લારી ના નીકળી હોત અને કાશ એ પોતાની જોરુ "રૂખી" ને બે જોડી બંગડી લઇ દેવાના દિવાસ્વપ્ન જોવામાં ના સરી પડ્યો હોત...વેવલો ક્યાંનો ...?, રુખીને શરીર ઢાંકવાને એક આખી કહેવાય એવી સાડી પણ નથી અને આ હાલ્યો બંગડી પહેરાવવા ...,

ઉપરથી વૈદની વણમાગી સલાહ .. ."હમણાં અઠવાડિયું ખાટલા નીચેથી પગ નહિ મેલતો ...", અરે બાપલા એટલું સહેલું હોત તો જોઈતુ'તું જ શું ?, આજે જો એ ટેમમાં નહિ પુગે તો કન્ત્રાટી સાયેબ બીજા કોઈને રાખી લ્યેસે ..,બજરંગી એ વિચાર્યું ...એક નજર રુખીની સોડ માં સુતેલા અડધા નાગા ત્રણ બાળકો ઉપર નાખી . ત્રણે ના પેટ અને વાંસા એકબીજા સાથે એવી રીતે ચોંટેલા હતા જાણે "સામ્યવાદ " ની શારીરિક વ્યાખ્યા . જિંદગી સાથેની અપેક્ષાઓની જેમ વેદનાને પણ કોરે મુકીને લંગડાતે પગે કોસ ઉપાડીને નવી બંધાતી હાઈવે ની સડક તરફ એ ચાલ્યો . ગરીબો એ ક્યાંતો બધું કોરે મુકવાનું હોય છે ક્યાંતો ખુદ કોરે થઇ જવાનુ હોય છે.

દુખતા પગ સાથે ત્રણ કિલોમીટરનો રસ્તો કાપતા સહેજે કલાક થઇ ગયો.દૂરથી આવતા કોસ અને તગારાઓના અવાજ બજરંગીના ભયને સાચો પાડી રહ્યા .કામ શરુ થઇ ચુક્યું હતુ .લાખ વિનવણી છતાં કન્ત્રાટી સાહેબ એકના બે ના થયા.ઉપરથી સમયની ચોકસાઈ વિશે ભાષણ સંભાળવું પડ્યું એ અલગ. પીછો છોડાવવા સાહેબે એટલું ચોક્કસ કહ્યુકે જો કોઈ મજૂરને વહેલા જવું હશે તો બાકીના કલાકો માટે એ બજરંગીને રાખી લેશે . પણ આ દુકાળમાં હાથમાં આવેલું કામ કોણ છોડે? સાંજ ના છ વાગ્યા સુધી ભૂખ્યો તરસ્યો બજરંગી સડક પાસે બેઠો રહ્યો . સૂરજનો આકાર જેમ જેમ નાનો થતો ગયો તેમ તેમ બજરંગીના ડાબા પગનો આકાર મોટો થતો ગયો. કામ કરીને પાછા ફરતા મજુરોના મોઢા ઉપર થાક ઉપરાંત સંતોષની રેખાઓ હતી. હવે ...?, પોતાનું તો ઠીક, રુખીનું પણ ઠીક પણ પેલા ત્રણ શિશુ કંકાલોનું  શું ..? કઈ ખાવાનુ લીધા વગર તો ઘરે કેમ જાવું ..? ડાબો પગ તો ઢસડાતો જ હતો પણ ઘરે પાછા ફરવાની હિંમત ના હોવાને કારણે હવે જમણો પગ પણ જાણે જુગલબંધીમાં ઉતર્યો .

સડકથી ઝુપડપટ્ટી સુધીના રસ્તામાં વચ્ચે આવતા કબ્રસ્તાનની પાછળની વાડને અઢેલીને બે ઘડી   ખાવા તે ઉભો રહ્યો . ડિસેમ્બર મહિનાની પાછલી તારીખોમાં ઠંડી અને સાંજનું અંધારું કોણ પહેલું વધે તેની હોડમાં પડ્યા હતા.કબ્રસ્તાનના એક ખૂણે કોઈની દફનવિધિ ચાલી રહી હતી .આછા ઉજાસમાં બીજું કોઈ તો નાના ટોળામાંથી ઓળખાયું નહિ પણ કદાવર પીઠ ઉપરથી  બજરંગી ગામમાં આવેલી ડીલક્ષ બેકરી વાળા રશીદ શેઠને ઓળખી શક્યો .સાંજ પડ્યે રશીદ શેઠ બેકરીનો વાસી માલ સસ્તી કિંમતે કાઢી નાખતા એ મેળવવાને બજરંગી ઘણી વાર સદભાગી બન્યો હતો. કબ્રસ્તાનમાં થતા ગણગણાટથી બજરંગીને એટલો ખ્યાલ જરૂર આવ્યોકે રશીદ શેઠ નો બે વર્ષનો લાડકવાયો ઝારૂન ચાર દિવસની માંદગી બાદ આજે જન્ન્નતનશીન થયો હતો.છેલ્લે છેલ્લે તો બાજુના મોટા શહેરમાંથી વિલાયતથી ભણેલા ડોક્ટર પણ આવ્યા હતા, અને બચ્ચામાં જાન નથી રહી એવું આખરી નિદાન કરીને માનવતાની દ્રષ્ટિ એ ફક્ત અડધી(!) ફી લઈને શહેરમાં રાહ જોતા બીજા દર્દીઓને જોવા મારતી મોટરે ભાગી ગયા હતા.

કફન ઓઢેલા ઝારૂનના શબ ઉપર રશીદ શેઠ વાંકા વળીને ચમકતા કાગળમાં વીંટળાયેલ કોઈ વસ્તુ મૂકી રહ્યા હતા.
"ઝારુન બેટે, મૈ તેરા બદનસીબ અબ્બા તેરે લિયે કુછભી ન કર સકા ..,યે રખ બેટે , યે બિસ્કુટ તુજે બહોત અઝીઝ થે ના.., બસ ઇતના હી કર શકતા હું તેરે વાસ્તે, મેરે જીગરકે ટુકડે ...,અલ્લાતાલા તેરેકુ જન્નત બખ્સે ...", બેટાના કપાળે આખરી બોસો ભરતા ભરતા પહાડ જેવા શેઠ,તૂટીને ચુર ચુર થઇ ગયા.
શેઠને બેટા સાથે આખરી પળોની એકલતા આપવા માટે દફનની જગ્યાએથી ભીડ થોડી તીતર બીતર થઇ અને આંખ ખેંચીને જોતા બજરંગીને ક્ષણભરમાં ખ્યાલ આવી ગયોકે ઝારૂનની લાશ ઉપર ઝારૂનને બહુ ભાવતા ક્રીમવાળા બિસ્કીટના ત્રણ પેકેટ હતા .

દફન વિધિ પૂરી થતાં મૈયતમાં શામિલ થનારા લોકોની સાથે રશીદ શેઠ હતાશ પગલે કબ્રસ્તાનની બહાર જઈ રહ્યા હતા. પલ ભર માટે તો બજરંગીને રશીદ શેઠ પાસે જઈને આશ્વાસન આપવાની ઈચ્છા થઇ આવી .આખરે તો એ પણ એક બાપ હતો ને..? ,પણ બીજી જ ક્ષણે તેને ખ્યાલ આવ્યોકે રશીદ શેઠની તુલનામાં એ બહુ નાનો આદમી હતો અને ઓછું હોય તેમ શેઠનો પણ બે મહિનાનો હિસાબ ચૂકતે કરવાનો પણ બાકી હતો.
હવે કબ્રસ્તાન સુમસામ થઇ ગયું હતું . દૂર સીમમાં કુતરાઓની ભસાભસ સિવાય બીજો કોઈ અવાજ ન હતો આવતો .ઠંડા પવનના વધતા જતા વેગે બજરંગીને પોતાનું ફાળિયું છોડીને શરીર પર ઓઢવા માટે મજબૂર કર્યો .ઘરે જાવા માટે એણે બે ડગલા માંડ ભર્યા ત્યાં જ એને તેનો હાથ હળવો લાગ્યો . સાલો કોસ તો વાડ પાસે જ રહી ગયો. બબડીને બજરંગી પાછો ફર્યો . વાંકો વાળીને કોસ લેવા જતાએણે જમીન ઉપર નાનકડો ચમકતા કાગળનો ટુકડો જોયો . અરે આ તો પેલા બિસ્કીટ પર વીંટાયેલા કાગળના ટુકડા જેવો જ છે. જો ને કેવો ચમકે છે...?, નાનકા ને આમાંથી વિમાન બનાવી દઈશ .બચારો એવો રાજી થઇ જશે કે ખાવાનું પણ ભૂલી .....!!!

જીવન ની નબળી ક્ષણ એના આગમનની એંધાણી આપવામાં પણ એટલી જ નબળી ઉતરતી હોય છે તો આતો વળી નસીબના નબળા એવા બજરંગીની નબળી ક્ષણ ..., પેલા ઝારૂન સાથે જ દફન થયેલા બિસ્કીટ ..."તઈણ પેકેટ તો હતા કેમ ...?, એક નાનકા માટ , એક માણકી માટ અને એક મોટા ભૂદર માટ .., પચ્ચી જેટલા બિહકીટ તો હશે પેકેટમાં ..સોરાં રોજ્યે તઈણ ખાય ને ઉપર લોટો ભરીન પોણી પીએ તો પણ છ હાત દિ નું કોમ હાલી જાય .ભુદરો તો જાણ ક મોટો સે , પણ નાનકા ને માણકી મોંથી તો હાટેને વધસે તી રૂખડી ને ય હાલસે . પછ્યે ભલ વૈદડો ક્યે, ઈમ પોંચ દિ પડ્યો રહીશ .મુ છો ભૂખ્યો રેતો .. મુ ભૂખ્યો રેવા, તો આ કાયાની હંગાથ ઓલ્યો પગનો હોજો પણ હુકાઈ જાસ ક બીજું કોંઈ ..?"...બજરંગીએ પોતાને આવડ્યું એવું ગણિત માંડ્યું .

કોસ ઉપાડીને કબ્રસ્તાનની વાડમાંથી ગળકવા જાતા મન પાછું પાડવા લાગ્યું ..પાપ લાગહે ..નરકમાં જાવું પડસે ..સામે બીજું મન દલીલ માટે તૈયાર જ હતું .. આ જિંદગીમાં અને નરકમાં ફેર શું હોય ..?

નરકમોં તો મું જઈશ. પણ સોરાંઓ તો ભૂખ્યા નઈ રયે . હારું તાણ ...!!!,

હવે નિર્ણય બદલવાને કોઈ અવકાશ ન હતો . રહ્યો સહ્યો મનનો છટપટાટ કોસના ધીમા પણ તાલબદ્ધ અવાજમાં શમી ગયો.આ થોડી ક્ષણોના કામે પણ બજરંગીને પરસેવે રેબઝેબ કરી દીધો .કમોસમી વરસાદના થોડા વેગથી પડતા છાંટા ક્યાંક એને રાહતરૂપ લાગ્યા .આખરે ચમકતા કાગળમાં છુપાયેલો કુબેરનો ભંડાર દેખાયો ખરો...બજરંગી એ એક જ ઝાટકે પેકેટ ઉપાડ્યા .પેકેટ નીચેનું રેશમી કફન હવામાં સહેજ ફરફરી ઉઠ્યું . પલ ભર માટે થડકી ઉઠ્યો બજરંગી ..

હિંમત કરીને છાતી ઉપર હાથ રાખીને વધુ વાંકો વળ્યો અને ...હવા તો ક્યારની પડી ગઈ હતી પણ કફનનો વધતો સળવળાટ ... ?, હાથમાંના બિસ્કીટના પેકેટ મૂઠીના જોર થી તૂટીને છૂટી પડ્યા અને બિસ્કીટ વગરના ઉડતા કાગળ જેવો બજરંગીનો ભયાંકિત આત્મા પણ...

ઝારૂનના રૂદનની વધતી જતી માત્રાએ મધરાતે કબ્રસ્તાનની ઇર્દ ગીર્દ આવેલા છુટા છવાયા નાના મકાનોમાં રહેતા લોકોને જગાડી દીધા . લોકોને એક અને એક બે કરતા વાર ના લાગી . નાના ગામમાં વાત વાયુવેગે પ્રસરી ગઈ કે શહેરનો કહેવતો મોટો ડોક્ટર નિદાનમાં ખોટો પુરવાર થયો હતો. ઝારૂનના નબળા પડતા જતા ધબકારા એનું વિલાયતી સ્ટેથોસ્કોપ પારખવામાં ઊણું ઉતર્યું હતું . ભલું થાજો એ માટીની ગરમીનું જે એના દફનાવેલા શરીર પર હતી .ખુદાતાલાનો કરિશ્મા જ કે પેલો કમોસમી બારીશ જો ન પડ્યો હોત તો , કબર ઉપરની તાજી માટી પલળી ને અંદર સુધી હવા પણ ન ગઈ હોત.. અને ખાસ તો ભલું થાઓ એ ભડવીર બજરંગીનું જેણે ચોકકસ કાઈ હિલચાલ જોઈ અને ગામમાંથી લોકોને બોલાવવામાં સમય બરબાદ કરવા કરતા સમય વર્તીને એકલા હાથે ઝારૂનને બહાર કાઢ્યો . પણ આટલી તેજ ગતિથી ખોદકામ કરવામાં બિચારાનું પોતાનું જ હૃદય બેસી ગયું ...

વહેલી સવારે બજરંગીની સ્મશાનયાત્રા સુધરાઈની ચૂંટણીમાં ઉભા રહેલા અપક્ષ અને માથા ભારે ઉમેદવાર ચરણ દાસની આગેવાની હેઠળ ધૂમધામથી નીકળી . આ તકસાધુ નેતાને વહેલી સવારે કબ્રસ્તાનની અંદર પડેલા બિસ્કીટની જયાફત ઉડાડતા કુતરાઓને જોઇને પ્રેરણા મળી હોય કે બીજી કોઈ રીતે પણ ચરણદાસ રશીદ શેઠને બાથમાં લઈને સ્મશાનના દરવાજા પાસે જોરશોરથી ભાષણ કરી રહ્યા હતા જેનો મુદ્દો હતો એક હિંદુએ મુસ્લિમ બચ્ચા માટે આપેલુ બલિદાન  ...!!, પુત્રની પુન:પ્રાપ્તિની ખુશીમાં રશીદ શેઠ પણ હા માં હા મિલાવતા હતા.આ કોમી ઐક્ય જોઇને ચરણદાસ ના શેતાની દિમાગમાં રડી ખડી ખ્રિસ્તી વોટબેન્ક પર પણ હાથ મારવાનો વિચાર આવ્યો અને એમણે ગામની મધ્યે બજરંગી ની ખાંભીનું ઈશુના નવા વર્ષે અનાવરણ કરવાની જાહેરાત કરી અને ગામના લોકોને આ ખાંભી માટે ઉદાર હાથે ફાળો આપવાની વિનંતી કરી . રશીદ શેઠે નવા વર્ષે ગામ આખાને જમાડવાની જાહેરાત કરી તો ખ્રિસ્તી કોમના આગેવાન ફર્નાન્ડીસ ટેલરે માથાભારે ચરણદાસને વહાલા  થવા તમામ બાળકોને એક એક જોડી ખમીસ અને ચડડી ચરણદાસને શુભ હસ્તે નવા વર્ષે ખાંભી ના અનાવરણ પ્રસંગે આપવાની જાહેરાત કરી. ગામમાં ઉત્સાહનો એવો તો વંટોળ ફૂંકાયો કે બજરંગી ની ચિતાની રાખ તો રુખીના સીન્દૂરને સાથે લઈને જોજનો દૂર ઉડી ગઈ .

ઝુંપડાની બારસાખે ,આ ત્રણ ભૂખ્યા બાળકોનું હવે શું થશે એ વિચારે રૂખી ગુમસુમ બેઠી હતી . ત્યારે વાસનાં વડીલ જેવા કરસન કાકાએ રુખીને આશ્વાસન આપતા કહ્યું કે " લે હાલ, તારો મરદ તો મરીને પણ મોટું માણહ થઇ જ્યો . શરણભાઈ એ હું કહ્યું ઈ હોંભળ્યું ક નઈ , નવા વરહે તો બજરંગી ના મોનમોં મોટો જલહો થાહે .સંધાય હાથે જમહે ને સોરાંને નવા કપડાં બી ..."

અચાનક વડીલની આમન્યા છોડીને રૂખી એ માથું ઊંચું કરીને વહેરી નાખતી ભેંકાર નજરે કરસન કાકા સામે એવું  જોયું કે જમાનાના ખાધેલ કાકા પણ એક થડકો ચૂકી  ગયા

.બીજી જ પળે રુખીની આંખો ની ચમક બદલાઈ ગઈ અને રૂખી એટલું જ બોલી ....

"હેં કાકા , તી નવા વરહ આડય હજુ ચેટલા દિ ....???"

VITAMIN F


Why do I have a variety of friends who are all so different in character ? How can I get along with them all?               

I think that each one helps to bring out a "different" part of me.

 * With one of them I am polite.

* I joke with another friend.

* I sit down and talk about serious matters with one.

* With another I laugh a lot.


* I listen to one friend's problems.

* Then I listen to another one's advice for me.

My friends are all like pieces of a jigsaw puzzle. When completed they form a treasure Box !!! We all pray for each other.

Even Doctors tell us that friends are good for our health.

Dr. Oz calls them Vitamin F (for Friends) and counts the benefits of friends as essential to our well being.       

Research shows that people in strong social circles have less risk of depression and terminal strokes.  If you enjoy Vitamin F constantly you can be up to 30 years younger than your real age.  

The warmth of friendship stops stress and even in your most intense moments it decreases the chance of a cardiac arrest or stroke by 50%.

I'm so happy that I have a such a huge stock of Vitamin F😄😄
  


"Sugar & Salt may be Mixed Yogether, But Ants Reject the Salt & Carry Away Only Sugar.

Select the Right People in Life and Make Your Life Sweet."

(Thank you for being one of my Vitamins!)

વાંચનની ઓસરતી જતી વૃતિ એક ચિંતાનો વિષય કે પછી સમાધાન વૃતિ ?



એક અમેરિકન – વોટ ઇઝ ગીતા ? યુ નો ગીતા ? 
ભારતીય – યસ શી ઈઝ માય નૈબેર.

               આ પરિણામ છે દુનિયામાં વધતી જતી શોર્ટ મેસેજ સર્વિસ(sms)નું.  sms ની દુનિયાએ આપણી  બુદ્ધિની સામેવાળાને સમજવાની શક્તિને કેટલી હદે કોરી ખાધી છે. સામે વાળો માણસ કોઈ વ્યક્તિ વિષે પૂછે તો who થી પૂછે  what નહિ.એક ભારતીયને ‘ગીતાજી’ શું એ પણ ખબર ન હોય તો પછી વાત જ પૂરીને...?
             આ રોગ કોઈ એક વ્યક્તિ, વ્યક્તિ સમૂહ કે કોઈ એક પ્રદેશના લોકોનો નથી. આ રોગ આજે સર્વત્ર વ્યાપેલો રોગ છે. જે રોગ દિન પ્રતિદિન વાયુ વેગે વકરી રહ્યો છે. આ રોગ આપણને, આપણા પરિવારને અને આપણી નવી પેઢીને કેટલો ભારે પડી શકે છે ? વિચાર કર્યો છે ? આપણને ડેન્ગ્યું ને સવાઈનફ્લુથી બચવાના વિચારો આવે છે. આવા રોગ થી બચવા સાવચેતીના પગલા આપને લીધા છે.પરંતુ ક્યારેય ઓસરતી જતી તમારી વાચન વૃતિ વિચાર શૂન્યતાના મહાભયંકર  રોગમાં આપણને ધકેલી શકે છે....! સાવચેતીના પગલા લેવાનો વિચાર આવ્યો છે ? 
    તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં કેટલા છાપાઓ બહાર પડે છે ? ૬૨૪૮૩. આકડાઓ મુજબ તેનું કુલ સર્ક્યુલેશન ૧૮.૫ કરોડ કરતા પણ વધારે છે.આ ઉપરાંત ૯ કરોડ કરતાય વધુ સર્ક્યુલેશન ધરાવતા મેગેઝીનોની સંખ્યા ૬૩૪. જેની રીડરશીપ આશરે ૨૦ કરોડ થી પણ વધારે ગણવામાં આવી છે. આ ઉપરાંત whatsapp અને fb માં આપણે દરરોજ કેટલું વાચી નાખીએ છીએ ? ( ન વાચવાનું ? )
          આટલું બધું રોજ વંચાય છે તો કોણ કહે છે કે, ભારતમાં લોકો ઓછું વાંચે છે ? 
ધૂળ ખાતી લાઈબ્રેરીઓ ની અલમારીઓ....!
પુસ્તકો અને ગ્રંથોના વિતરકો.....!
જાહેર પુસ્તક મેળામાં ઉભરતા લોકોના સર્વેક્ષણો….!

                આજે ભારતમાં જેટલું કઈ વંચાય છે એ સાથે ખેદ એ છે કે છાપાઓના પહેલે પાનેથી શરુ કરીને છેલા પાનાના છેલા શબ્દો સુધી વાંચનારાઓમાં એવા કેટલા છે કે જે રામાયણ કે ગીતાજી જેવા સદગ્રંથોને પોતાના આત્માની જરુરીયાત સમજતા હોય ? આજે પ્રશ્ન એ છે કે, શું આપણે આપણી યુવા પેઢીમાં સદ વાંચનની ટેવ ને ખીલવી શકીશું ખરા ?

            વાંચનનો થોડો શોખ ધરાવતા યુવાનો પણ આજે બહુ બહુ તો પોતાના અભ્યાસનું, થોડુ જનરલનોલેજ  ને વધારામાં નઠારા છાપાઓને  તેની પૂર્તિઓ જ વાંચે છે. પરંતુ સદવાંચનને નામે તો મીંડું.
          એક જાણીતા બુકશોપના માલિકના શબ્દો : “ મારે ત્યાં ખરીદી કરવા આવતા યુવક યુવતિઓમાં ક્યારેય આધ્યાત્મિક કે નૈતિક વિચાર પ્રેરક પુસ્તક વાંચવા માગ્યુજ નથી.” 
      થોડા સમય પૂર્વે વાંચવામાં આવ્યુ કે, માત્ર અગિયારમું ધોરણ ભણતો એક વિદ્યાર્થી હોસ્ટેલમાં દાખલ થયો ત્યારે તેના પર રેગીંગ થયું. અને ગંદા પુસ્તકોનો ખડકલો તેના ઉપર મુકવામાં આવ્યો. હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પરાણે એ છોકરાને પુસ્તકો વંચાવ્યા અને એ છોકરાને લત લાગી ગઈ.આજે હોસ્ટેલમાં એક પણ વિધાર્થી એવો નથી કે જેને આવા પુસ્તકોની લત ના લાગી હોય.
                          આજની યુવા પેઢીને આવી વિકૃતાતાની દિશામાં ધકેલવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. નવી પેઢી વિકૃતાતાના અવતારો ધારણ કરી રહ્યું છે. ત્યારે આ યુવા પેઢી ક્યાં જઈ પહોંચશે ? એ ના પરિણામ નો વિચાર પણ હદય કંપાવી મુકે એવો છે. પરંતુ આમ શાથી બની રહ્યું છે ? જ્યાં આપણી સંસ્કૃતિમાં શબ્દને “શબ્દ બ્રમ્હ” કહીને બ્રમ્હની તોલે મુકવામાં આવ્યો છે, જ્યાંના સંસ્કારી શબ્દોએ ભારતવર્ષમાં વાલિયા માંથી વાલ્મીકિનું નિર્માણ કર્યું છે, રાક્ષસ કુળમાં પ્રહલાદને જન્માવ્યો છે.ત્યાં આજે જન્મ લેતો દરેક બાળક આંતકવાદનું રૂપતો ધારણ નહી કરને ? એવો ભય શા માટે સતાવી રહ્યો છે ? કારણ છે સદવાંચનની શૂન્યતા.
    કેટલા માં-બાપ એવા હશે કે જેમણે પોતાના પુત્ર કે પુત્રીના જન્મદિવસે એક સારું પુસ્તક ભેટમાં આપ્યું હશે ? અને એ પુસ્તક વંચાવવાનો આગ્રહ રાખ્યો હશે ? હા, આજે માં- બાપ પુત્ર-પુત્રીઓ ની પરિક્ષાઓ માટે તૈયાર થયા છે, પરંતુ નૈતિકતા પ્રેરનાર, સંસ્કાર પ્રેરક પુસ્તકો વાંચવા માટે તો હજી કુંભકરણની નિંદ્રામાંજ સુતા છે આજના માં-બાપ...!
    આપણે ત્યાં સારા પુસ્તકોની અછત નથી. એનો ઉપયોગ કરનારાઓની અછત છે. જોઈ આવો લાખોને કરોડોના ખર્ચે નિર્માણ પામેલા પુસ્તકાલયો...આપણા કરતાતો વધારે  કરોળિયાને, ઉધીએજ એ પુસ્તકોનો વધારે લાભ લીધો છે.
            આજની મોબાઈલને કમ્પ્યુટર યુગમાં જીવતા દરેકને કહેવાનું થયા કે શું આપણે fb માં ને whatsaap માં નકામી વાતો કરવા કરતા સારા બે ચાર વાક્યો ફોરવર્ડ ના કરી શકીએ. મોબાઈલમાં ફોટા પાડીને અસાઇમેન્ટ તૈયાર કરતા કોલેજીયનો સારા પુસ્તકોના પાનાઓ ના ફોટા પાડીને થોડીવાર વાંચી ના શકે...? 
          શબ્દોમાં પણ તાકાત હોય છે કળિયુગમાં પણ સતયુગનું નિર્માણ કરી શકે. અને ગમે તેવા  માણસને વ્યસની, વ્યભિચારી ને આંતકવાદીમાં પલટી નાખે. ઈતિહાસ ગવાહ છે કે હિટલરની આત્મકથા વર્ણવતું પુસ્તક ‘main kamplf’ પશ્ચિમી જગતમાં વિનાશ નોતરી ગયું. આમેરીકન લેખક નોર્મન કઝીન્સ નોંધે છે, “આ પુસ્તકના એક એક શબ્દે ૧૨૫ લોકોની જિંદગી ખુવાર કરી છે. તેના દરેક પાને ૪૭૦૦ અને પ્રત્યેક  પ્રકરણે ૧૨ લાખ લોકોની જન લીધી છે.”

         જવાદો આ બધી વાત જ્યાં આખી પૃથવી વિકૃતિના કાંટાઓથી ઉભરાયેલી છે, ત્યાં આપણે કેટલા કાંટા દુર કરીશું ? બહેતર એ છેકે  આપણે સદવાંચન રૂપી ચપ્પલ પહેરી લઈએ. જેથી આપણે અને આપણી આવનારી પેઢી આ વિકૃતિ માંથી બચી શકે. જો આ વાંચ્યા પછી  જો આપ દરરોજ  ઓછામાં ઓછુ દસ મિનીટ એક સારું પુસ્તક વાંચવા માટે તૈયાર થયા હોય તો મારું લખેલું સાર્થક છે અને તમારું વાચેલું સાર્થક છે. અને આજ એક માધ્યમ છે કે જે ભારતને વિશ્વગુરુ બનાવી શકશે.
         
સોફ્ટવેવ – “ જે માણસ કચરા જેવું સાહિત્ય વાંચે છે, તે અભણ જ છે. અર્થાત્ તે સાવ અભણ કરતા કઇ વિશેષ નથી.”      - માર્ક ટવેન


- રાજ પેથાણી

Sunday, 20 March 2016

એ આવો ચા પીવા..


જો જો આ દેશની હોળી ન થઇ જાય

                આ હિન્દુસ્તાન છે. એક બિનસાંપ્રદાયિક અને વાણીસ્વાતંત્ર્યની ભૂમિ છે. આથી આજ દેશની માટી માંથી જન્મીને, આજ દેશનું અન્ન ખાઈને , આજ દેશની ધરતીનું ખોદી શકાય છે. આ દેશ પર દેશ દ્રોહના પ્રહારો કરી શકાય છે. કુછ બાત હેકી હસતી મિટતી નહિ હમારી..... એ સત્ય છે કે આટ આટલા પ્રહારો થયા પછી પણ આપણો દેશ અને આપણા દેશની સંસ્કૃતિમાં જીવતા લોકો પર આવા પ્રહારોની કોઈજ અસર થઇ નથી.  પરંતુ એ પણ ચોક્કસ છે કે, આ દેશની ઉગતી પેઢી પર આવા પ્રહારો ખુબ મોટી નકારાત્મક આશરો ઉપજાવી રહ્યા છે. અને તેનાથી દેશના દરેક નાગરિક ને ચિંતિત થવું જ જોઈએ.
              દેશની વર્તમાન સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે, હવે દરેકે એક્શનમાં આવવું અનીવાર્ય બની ચુક્યું છે. જો આ દેશને બચાવો હોય તો...! કેટલાય વર્ષોથી આ દેશની ઉગતી પેઢીઓના માનસ પટ પર હિન્દુત્વ વિષે ગેર સમજ, ધિક્કાર, અને તિરસ્કાર કરાવતા શબ્દોની એવી અગન વર્ષા થઈ છે કે, ભારતીય સમાજ પોતાની પરંપરાને, પોતાના ઉજ્જવળ વારસાને, હીન અને પતિત સમજવા મજબુર થઈ ગયો.
           ભોગવાદ અને આંતકવાદની વચ્ચે ઉછરતી, ગૂંચવાયેલી આપણી નવી પેઢીને આ દેશની ગરિમાની કેટલી પડી છે ? એમને ખબર છે કે ભારત અને ભારતીયતા શું છે ? અંધશ્રધ્ધાનો સરવાળો છે ? અંતિમવાદ કે કટ્ટરતાનો પાળો છે ? તેમને સત્યથી અવગત કરી શકીશું ખરા ?
વાંચો.....! ભારત શું છે...? ભારત એક વિશાળદિલ જીવનશૈલી છે કે જેની વ્યાખ્યા કરવાનું એક બે શબ્દોમાં સંભવ નથી. શ્રી મતી એનીબેસન્ટના શબ્દો આપણા દરેકની આખો ખોલી નાખે તેવા છે...
          “લગભગ ચાલીસ વર્ષો સુધી વિશ્વના મહાન ધર્મોના અભ્યાસ પછી, મને એક પણ ધર્મ એવો નથી જડ્યો, એવો સંપૂર્ણ નથી લાગ્યો, એવો વૈજ્ઞાનિક નથી જણાયો, એવો દાર્શનિક અને આધ્યાત્મિક  નથી લાગ્યો, જેવો મહાન હિંદુ ધર્મ છે, જેને હિન્દુત્વના નામે ઓળખવામાં આવે છે. હિન્દુત્વ વિષે જેમ વધુ જાણતા જસો તેમ તેમ તેને વધુ ચાહવા લાગશો.જેમ જેમ તેને વધુ સમજવાનો પ્રયાસ કરશો, તેમ તેમ તેનું મુલ્ય વધુ ઊંડાણથી પામશો, અને જો જો કોઈ ગાફલાઈમાં ન રહેતા. હિન્દુત્વ વિના ભારતનું કોઈજ ભવિષ્ય નથી. હિન્દુત્વ એક એવી માટી છે જેમાં ભારતના મુળિયા ચોટયા છે. અને તેને  ઉખેડી નાખશો તો અવશ્યપણે ભારત મુરજાય જશે- જેવી રીતે કોઈ વ્રુક્ષને જમીન માંથી ઉખેડી નાખો અને જે દશા થાય તેવી રીતે. કેટલાય ધર્મો અને કેટલીય જાતિઓ ભારતમાં વિકસી રહી છે,  પરંતુ કોઈની પાસે ભારતના ભવ્ય ભૂતકાળ સુધી પહોંચવાની પહોંચ નથી કે ભારતને એક રાષ્ટ્ર તરીકે ટકવવા માટે તે કોઈની જરૂર નથી. તે જેવા આવ્યા છે તેવા જતા રહેશે, પરતું ભારત રહેશે. ભારત શું છે ? તેના ભૂતકાળની ભૌગોલીક અભિવ્યક્તિ છે, નસ્ટ થયેલી ભવ્યતાની એક સ્મૃતિ છે, તેની કળા છે, તેના ભવ્ય સ્મારકો, બધામાં આરપાર હિન્દુત્વ અંકાયું છે.”
            આટલું કહીને ડો. એનીબેસન્ટ હિંદુઓને ચેતવતા પ્રશ્નો પૂછે છે : “ જો હિંદુઓ જ  હિન્દુત્વને નહી જાળવે તો તેને કોણ બચાવશે ? જો ભારતનાજ  સંતાનો પોતાના ધર્મને પકડી નહી રાખે તો બીજું કોણ તેની રક્ષા કરશે ? ભારતને માત્ર ભારતજ બચાવી શકશે. અને ભારત કે હિન્દુત્વ બને એકજ છે.”
           જે  દેશના નાગરિકોની  ઉપર આ દેશની રક્ષા કરવાનું બહુજ મોટું દાયિત્વ છે. તે દેશની ઉગતી પેઢી કેટલી જાગૃત છે ? જેના પર ‘સંકીર્ણતા’ અને ‘સંકુચિતતા’ નો આરોપ લગાવામાં આવી રહ્યો છે તે દેશ માટે માત્ર એનીબેસન્ટ જ નહી, વિશ્વના પ્રખર વિદ્વાનો, તત્વ ચિંતકો અને મહાનુભાવો કેટલું  ગૌરવ લે છે.  તેની આ ઉગતી પેઢીને કેટલી જાણ છે હશે ?
          હવે સમય આવી ગયો છે આ દેશની પરંપરા સામે થતા પ્રહારો સામે લડવાનો..! પરંતુ કેવી રીતે ? આ દેશની ગરીમાને જાણીને અને અનુભવીને, આ દેશના બાળકો યુવાનોને શાળા કોલેજો  ઉપરાંત ટુયુંશનમાં મોકલીને નહી, આ દેશ પ્રત્યે અસ્મિતા જગાડે તેવા પુસ્તકો પાસે મોકલીને. બગીચાઓમાં મોકલીને નહી, મંદિરોમાં મોકલીને.
         યાદ રાખજો...! આધુનિકતાના આડંબરમાં એક હિંદુ તરીકે આપણી નવી પેઢીમાં હિન્દુત્વની ગરિમા  રેડવાનું ચુકી ગયાતો ...?
તો તે એક આત્મ વિનાશક અપરાધ બની રહેશે.
બુસ્ટર – જન્મે હિંદુ અને વર્તને હિંદુ બને અલગ બાબત છે.    

                                -રાજ પેથાણી

"નિશાન ચૂક માફ નહી માફ નીચું નિશાન"

વાચક મિત્રો,


                કેટલાય વર્ષોથી આપણે આ પંક્તિ સંભાળતા આવેએ છીએ. શાળાઓમાં લેવાતી પરીક્ષાઓમાં પણ રોકડા માર્ક્સ આપવતી આ પંક્તિનો વિચાર વિસ્તાર કરતા આવ્યા છીએ. આમ છતાં પણ આ પંક્તિ આપણે ખુદ આપણી લાઈફમાં કેટલી અનુભવી ? કોઈ આરંભેલા કાર્ય આ પંક્તિના રસ્તે કર્યા છે ? કર્યા છે તો કેટલા પર પડ્યા છે ?
             
આ બધી વિટંબણાઓ છોડીએ તો આ પંક્તિ જયારે અસ્તિત્વમાં પણ નોહતી આવી ત્યારે ઇતિહાસમાં પાણીની નામે એક બાળકે સાર્થક કરી હતી. પાણીની એક જ્યોતિષ પાસે જાય છે. અને જ્યોતિષને કહે છેકે  હે...! જ્યોતિષ મારા હાથમાં વિદ્યાની રેખા બતાવો ! મારે વિદ્યા લેવી છે...! પાણીની નો હાથ જોઇને જ્યોતિષ ઉતર આપે છે કે,"તારા હાથમાં તો વિદ્યાની રેખાજ નથી. તું ક્યારેય વિદ્યા નહી લઇ શકે." એ વખતે પાણીની ચપ્પું વડે પોતાના હાથમાં વિદ્યાની રેખા હોય ત્યાં ચીરો  પાડે છે અને કહે છે કે હવે તો વિદ્યા આવસેને ? એ પછી દુનિયા સાક્ષી છે કે એ જ પાણીની દુનિયાનો મહાન વ્યાકરણ શાસ્ત્રી બન્યો અને લઘુસિદ્ધાંત કૌમુદીની મહાન ભેટ આપી. મિત્રો ! જેને કઇક મેળવવુંજ છેને એના હાથમાં રેખાઓ ચિતરવાની જરૂર ન પડે એતો  કાર્ય કરને રેખાઓ ચીતરતી જાય ...!
             પણ આજે વાસ્તવિકતા એવી છેકે આવી પાનો ચડાવનારી પંક્તિઓના શબ્દો ફક્ત પુસ્તકોમાં જ જડાઈને રહી ગયા છે. એક બાળક હતો. એ નિશાન ટકવાની રમત રમી રહ્યા હતો, જ્યાં તીર લાગે ત્યાં કુંડાળું કરી દેતો અને રાજી થતો મારું નિશાન પેલા કુંડાળાની અંદરજ લાગ્યું...! પરંતુ મિત્રો, હકીકતમાં આ રમત આવી રીતે રમાય ? કેમ રમાય એ આપણને બધાને ખબર છે. આપની લાઈફમાં પણ આપણે કઈક આવીજ રમત રમી રહ્યા છીએ. કાર્યના અંતે જે પરિણામ આવે એનો સ્વીકાર કરી લઈએ છીએ. આનું કારણ પણ આટલુજ છે કે પેલા બાળકની જેમ આપણને આપણું નિશાન જ ખબર નથી હોતી. આપણી જીવનની સફર જ ઘેટા-બકરાં જેવી ગાડરિયા પ્રવાહની છે.
             આપણે એમજ માની લીધું છે કે આજ સુધી જે કઇ નથી થયું તે આવનારા સમયમાં પણ નહી થાય. અને એનું પરિણામ આપણી લાઈફ પેલા બાળકની રમત જેવી થઈ ગઈ છે. આજે આપના નીશાન નીચા શા માટે થતા જાય છે ? કારણ હું જ તમને આપી દઉં. આપણી શિક્ષણ પદ્ધતિ અને આપણી  બદલાયેલી માનસિકતા. પરીક્ષાની  કેવળ ગોખણપટ્ટી માંથી વિદ્યાર્થીને બહાર લાવીને જ્યાં સુધી રચનાત્મક અને મુલ્ય શિક્ષણ નહી આપવામાં આવે ત્યાં સુધી આપણી પરિસ્થીતી પેલા બાળક જેવીજ  રહેવાની છે.
            મિત્રો, આપના બધાના નિશાન અલગ અલગ છે, આપણી પસંદગી અલગ અલગ છે. અને આપણે આજ દિશામાં આગળ વધવાનું છે, ઉચી ઉડાન પામવાની છે. ભગવાનની દયા કહીએ કે જે કહીએ તે પણ બધાને એક રૂચી વાળા બનાવ્યા હોત તો ? કલ્પના નિરાતે કરજો પણ વાસ્તવિકતા એ છે કે આપણને જેમાં રસ પડે છે, જેમાં મજા આવે છે તેમજ આપને આગળ વધીએ છીએ. જો તમારી પસંદગી ક્ષેત્ર હશે તો તમે જરૂર તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો.
            પણ નીશાન વીંધવા હજુ એક તત્વ ખૂટે છે. અને તે છે ઝનુન. કઇક કરવાની, કઇક કરી છુટવાની અદમ્ય ઈચ્છા.મિત્રો, લક્ષ્ય પર પાડવા ઝનૂની બનવું હોય તો મહાભારતના કર્ણને આદર્શ તરીકે સ્વીકારવો અતિઉત્તમ રહેશે.
           સાથળની આરપારથી ભમરો નીકળી જાય છતાં પણ ગુરુ પાસેજ વિદ્યા લેવી છે આવી દ્રઢતા વાળો કર્ણ હસ્તિનાપુરની સભામાં જાય છે અને તેનું જાતિવાદને કરને આપમાન કરવામાં આવે છે. અને ત્યારે કર્ણ જે શબ્દો ઉચ્ચારે છે, "ક્યાં જન્મ લેવો એ મારા હાથની વાત નોહતી ! પરંતુ પરાક્રમ દેખાડવું મારા હાથની વાત છે."  મિત્રો, કર્ણ જેવું ઝ્નુંન જયારે આપણામાં આવશેને ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહી શકે. ઇતિહાસના પન્નાઓમાં આપણું નામ સોનેરી અક્ષરોમાં લખાઈ જશે.

બુસ્ટર- જે વિષયમાં રસ છે અને જે વિષય આવડે છે તેમાં નિષ્ણાત બનવા શિક્ષણનો મોટો હિસ્સો ફાળવો. દુનિયાની તમામ બાબતો ને સીખી લેવી તેમાં કોઈ માલ નથી.

                                                        -રાજ પેથાણી

ટી.બી. મેકોલેનો એના પિતા પર પત્ર





કલકતા, ઓક્ટોબર ૧૨, ૧૮૩૬
પરમ પ્રિય પિતાજી !


                 આપણી શાળાઓ ખુબ સરસ રીતે ઉન્નતી કરી રહી છે. હિંદુઓ પર આ શિક્ષણનો પ્રભાવ ખુબ અદભુત થયો છે. અંગ્રેજી શિક્ષણ મેળવ્યું છે એવો એક પણ હિંદુ એવો નથી જે સાચા હદયથી પોતાના ધર્મને અનુસરતો હોય. થોડા એવા છે જે નીતિના વિચારથી પોતાને હિંદુ  કહે છે અને  કેટલાક ખ્રિસ્તી બની રહ્યા છે. એ મારો વિશ્વાસ છે કે જો આપણી આવીજ   શૈક્ષણિક    નીતિ ચાલતી રહેશે તો અહીની સન્માનિત જાતિઓમાં આગામી ત્રીસ વર્ષમાં એક પણ એવો બંગાળી બાકી નહી બચ્યો હોય જે મૂર્તિ પૂજક હોય. આ એમને ખ્રિસ્તી બનાવ્યા વિના જ થઈ જશે. એમના ધર્મમાં હસ્તક્ષેપ કરવાની આવશ્યાકતા પણ નહી રહે. આપણું અંગ્રેજી જ્ઞાન અને વિચાર શીલતા વધારવાથી એ આપ મેળે થઈ જશે. આવી સંભાવના પર મને અત્યંત પ્રસન્નતા થઈ રહી છે.



આપનો પ્રિય
ટી.બી.મેકોલે




Saturday, 19 March 2016

વંદના કરું છુ

વંદના કરું છુ હું વંદના,પ્રમુખસ્વામીને વંદના
કોટિ કોટિ વંદના, પ્રમુખસ્વામીને વંદના...૦

અંતરના તિમિર હરનારને, અંતરથી વંદના.
પાપોને હરનારા છો તમે પશ્ચાતાપથી વંદના.
કોટિ કોટિ વંદના, પ્રમુખસ્વામીને વંદના..૧

શાસ્ત્રીજીને, યોગીજીના કૃપાપાત્રને વંદના.
હરિભક્તોના પ્રાણ છો તમે પ્રમુખજીને વંદના.
કોટિ કોટિ વંદના, પ્રમુખસ્વામીને વંદના...૨

મોક્ષના દાતા નારાયણસ્વરૂપને વંદના.
મનુષ્ય રૂપમાં અક્ષરધામને વંદના.
કોટિ કોટિ વંદના, પ્રમુખસ્વામીને વંદના...૩

પરાત્પર ગુરુહરી, ગુણાતીતને વંદના.
શત શત જીવજો, પ્રમુખજી તમને વંદના.
કોટિ કોટિ વંદના, પ્રમુખસ્વામીને વંદના...૪

                                  -રાજ પેથાની

Monday, 14 March 2016

શરુથી અંત સુધી શૂન્ય

શરુથી અંત સુધી શૂન્ય
શમણુ હતુ, તોયે ભવ્ય

પ્રકાશમાં અંજાય આંખો
ટેરવે ટેરવે પામ્યુ દ્ર્શ્ય

રિકતતા નામે રસાયણ
ક્યાં છે આથી મોટુ દ્રવ્ય

મૃત્યુ યાને સ્મૃતિનો નાશ
હે જીવન છે હવે રહસ્ય?

હોવુ એટલે હું કે કૈં બીજુ?
કે આ સિવાય કૈંક અન્ય

ડો હિતેષ એ. મોઢા

Sunday, 13 March 2016

કાઠીયાવાડી સાંજ..

ગામના પાદરમા આવેલા એક ના એક માતાજીના નાનકડા મંદીરનો પુજારી, સુરજ આથમતો જોઈને આરતીની થારી તૈયાર કરીને હાકલ પાડે ત્યા તો ગામના ભાભલા, ટાબરીયા અને જુવાનીયાઓ મંદીરે પોચી જાય... 
બે તણ છોકરાવ હાથમા ઝાલર, ખંજરી હાથમા લય ને ઉભા રય જાય.. અને એય  હસ મોટા નગારા ઉપર ધડીંગ ધડીંગ બાવડા જીકતા હોય..
 અને બાયુ આરતી ગાતી હોય... .
 આવા ઐશ્ર્વરીય વાતાવરણમા માતાજીની આરતી થાતી હોય.. અને જે સુર્યનો અસ્ત થાતો હોય... 
ઈ ને સાંજ કેવાય ..બાપ.. 
બાકી શહેરમા તો.. ઈલેકટીક નગારા ઉપર ટેપ મા જે આરતી વગડતી હોય એનાથી તો ખાલી રાયત પડે મારા વાલા.. આથમતી સાંજ ને માણવી હોયને તો..
 કાઠીયાવાડમા આવુ પડે...બાપલા..

ધર્મ અને વિજ્ઞાન

અંધશ્રદ્ધા છે આંધળી
વહેમને વંટોળે વહે;
અતિશ્રદ્ધા છે અવળચંડી
વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી 
ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સિદ્ધિયંત્રો બનાવી,
ફીટ કર્યાં ફોટામાં.

પશ્ચિમે ઉપગ્રહ બનાવી,
ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ મઢી દીધા અંગુઠીમાં.

જાપાન વિજાણુ યંત્રો થકી,
સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી,
ગરીબી રાખી અમ દેશમાં.

અમેરિકા વૈજ્ઞાનિક અભિગમથી 
બળવાન બન્યો વિશ્વમાં;
આપણે ધાર્મિક કર્મકાંડો થકી
કંગાળ બન્યા દેશમાં.

પશ્ચિમે પરિશ્રમ થકી,
સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પૂજાપાઠ–ભક્તિ કર્યા
સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડવર્ડ જેનરે રસી શોધી, 
શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદિર બાંધી
મૂર્ખ ઠર્યા આખા જગમાં.

પર્યાવરણથી જયારે જગત આખું છે ચિંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી,
લાકડાં ખડકીએ છીએ ચિતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ,
લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ ઠગનારા ઘણા છે આ દેશમાં.

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી,
ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

લસણ–ડુંગળી–બટાકા ખાવાથી
 પાપ લાગે આ દેશમાં, 
આખી ને આખી બેન્ક ખાવાથી
પાપ ન લાગે આ દેશમાં.

Saturday, 12 March 2016

માફક બધા છે.


ચાલો થોડું માણસ-માણસ રમીએ...!!!

વિતેલા  દિવસો  પાછા  નહીં  આવે,  સમય  ની  કિંમત  સમજતાં  થઇએ..!
વાંક  મારો  હતો  કે  તારો,  એ  વાત  ને  હવે  ભુલતથઇએ...!    
અરસ  પરસ  થોડુ  સહન  કરી  લઈ  ને,  ચાલો  સબંધો  સાચવતા  થઇએ...!
માત્ર  "આજ"  આપણને  મળી  છે,  કાલની  કોઈ  ને  ખબર  કયાં,  ચિંતાની  ગાંઠ  બાજુ  એ  મુકી,  ચાલ  હરપળ  માં  જીવતાં  થઇએ...!
ગણિત  પ્રભુ  નું  સમજાતું  નથી,  ને  આપણી  મરજીથી  કંઈ  થાતુ  નથી,  ભલે  એ  દેખાતો  નથી  પણ,  ચાલ  ઇશ્વરમાં  માનતાં  થઈએ...!!
ચાલો  થોડું  માણસ-માણસ  રમીએ,  નમીએ,  ખમીએ,  એક  બીજા  ને  ગમીએ,  અને  સુખ-દુઃખમાં એક  બીજાને  કહીએ,  "તમે  ફિકર  ના  કરો  અમે  છીએ"
આજે  એક  નવો  જ  સંકલ્પ  લઈએ,  "એક બીજાની  અદેખાઈ,  સ્પર્ધા  તજીએ,  એક  બીજાના  પુરક  બનીએ,"
ચાલો  થોડું  માણસ-માણસ  રમીએ...!!!

આજનાં દિવસે




12 March

આજનાં દિવસે ગાંધીજીએ ઐતિહાસિક દાંડીકૂચ નો આરંભ કર્યો હતો. ઈ. સ. 1930 ની 12 મી માર્ચે સાબરમતી આશ્રમ, અમદાવાદથી આ યાત્રાની શરૂઆત કરી હતી. 

આ યાત્રામાં ગાંધીજી સાથે કુલ 78 લોકો જોડાયા હતા. 

યાત્રા પગપાળા હતી. સાબરમતીથી દાંડીનું અંતર 390 km ( 240 miles ) છે. 

ગાંધીજી જે ગામે રાતે પહોંચતા ત્યાં લોકોને આઝાદી માટે જાગૃત કરતા. સોમવારે તેઓ મૌનવ્રત પાળતા. 

દાંડી નવસારી જિલ્લાનું દરિયાકિનારાનું ગામ છે. 

6 એપ્રિલ નાં રોજ દાંડી પહોંચી ચપટી મીઠું ઉપાડી મીઠાનાં કાયદાનો ભંગ કર્યો.

शब्द जोङ देँ टूटे मन

"शब्द संभाले बोलिए, शब्द के हाथ न पावं!
"एक शब्द करे औषधि, एक शब्द करे घाव!
.
"शब्द सम्भाले बोलियेे, शब्द खीँचते ध्यान! 
"शब्द मन घायल करेँ, शब्द बढाते मान! 
.
"शब्द मुँह से छूट गया, शब्द न वापस आय..
"शब्द जो हो प्यार भरा, शब्द ही मन मेँ समाएँ!
.
"शब्द मेँ है भाव रंग का, शब्द है मान महान!
"शब्द जीवन रुप है, शब्द ही दुनिया जहान! 
.
"शब्द ही कटुता रोप देँ, शब्द ही बैर हटाएं! 
"शब्द जोङ देँ टूटे मन, शब्द ही प्यार बढाएं.....!!

G.K.



प्रथम अन्तरिक्ष पर्यटक
डेनिस टीटो

 एवरेस्ट शिखर पर पहुँचने वाला पहला व्यक्ति
शेरपा तेनजिंग तथा सर एडमंड हिलेरी

 उत्तरी ध्रुव पर पहुँचने वाला पहला व्यक्ति
रॉबर्ट पियरी

 दक्षिणी ध्रुव पर पहुँचने वाला पहला व्यक्ति
एमंडसेन

साहित्य के प्रथम नोबेल पुरस्कार विजेता
रेने एफ. ए. सुल्ली प्रुघोम

 शांति के प्रथम नोबेल पुरस्कार विजेता
जीन एफ. ड्यूनोट एवं फ्रेडरिक पैसी

 चिकित्सा के प्रथम नोबेल पुरस्कार विजेता
ए.ई. बान बेहरिंग

 भौतिकी के प्रथम नोबेल पुरस्कार विजेता
डब्ल्यू. ए.रोएंटजन

रसायन के प्रथम नोबेल पुरस्कार विजेता
जे.एच. वैंटहॉफ

 अर्थशास्त्र के प्रथम नोबेल पुरस्कार विजेता
रैगनर फ़्रिश एवं जौन टिनब्रजेन

 भूमिगत मेट्रो रेलवे प्रारंभकर्ता प्रथम देश
ब्रिटेन
बैंक नोट जारीकर्ता प्रथम देश
स्वीडन

 कागजी मुद्रा जारी करने वाला प्रथम देश
चीन

संयुक्त राज्य अमेरिका का प्रथम राष्ट्रपति
जॉर्ज वाशिंगटन

ब्रिटेन का प्रथम प्रधान मंत्री
रॉबर्ट वालपोल

 संयुक्त राष्ट्र संघ का प्रथम महासचिव
त्रिग्वेली (नार्वे)

 प्रथम फुटबाल विश्व कप जीतने वाला देश
उरुग्वे

 संविधान निर्माण करने वाला प्रथम देश
संयुक्त राज्य अमेरिका

 गुटनिरपेक्ष आन्दोलन के प्रथम सम्मलेन का आयोजन स्थल
बेलग्रेड

 भारत पर आक्रमण करने वाला प्रथम यूरोपियन
सिकंदर

चीन पहुँचने वाला प्रथम यूरोपियन
मार्कोपोलो

 वायुयान से पहली उड़न भरने वाला व्यक्ति
राइट बंधू

 विश्व के चारो ओर समुद्री यात्रा करने वाला प्रथम व्यक्ति
फर्दीनेंड मैगलन

 चंद्रमा पर मानव भेजने वाला प्रथम देश
संयुक्त राज्य अमेरिका

 कृत्रिम उपग्रह को अन्तरिक्ष में प्रक्षेपण करने वाला प्रथम देश
रूस
 आधुनिक ओलम्पिक खेलो का आयोजन करने वाला प्रथम देश
यूनान

Thursday, 10 March 2016

આપણે ખુશખુશાલ વ્યક્તિ શી રીતે બની શકીએ?


“આપણા વિચારોને દબાવી દેવાની ટેવ ન પાડીએ. તેને બદલે, વિચારોને આપણા સુધી પહોંચવા દઇ, આપણે એક પ્રકારે નિરીક્ષક બની જઇએ. આપણા પોતાના જ મનને નિરખવાથી શરૂઆત કરીએ. ભાગેડુવૃત્તિ ન કેળવશો.; તમારા વિચારોથી ડરશો નહીં.” – સ્વામી રામ
સાચાં કે ખોટાંથી પર થાઇએ. આજની ઘડી માણીએ. બસ, શ્વાસ લેતાં રહીએ.
આપણી જાતને ખુશખુશાલ રાખવી એ સતત પ્રક્રિયા છે.
આપણા વિચારોને સાક્ષીભાવે જોઇએ.તેનાથી ભાગી ન છૂટીએ. ડર પણ ન રાખીએ.નક્કી આપણે જ કરવાનું રહે છે કે આપણે આપની જીંદગી ડરથી વિતાવવી છે કે સંભાવનાઓના પડકારની મજા માણીને?
સંભાવનાઓ પર પસંદ ઉતાર્યા પછી મારે કદી પસ્તાવાનો વારો નથી આવ્યો. તમને પણ આમંત્રણ છે.

રાહબર તો હતા જ ને.



રસ્તા ફંટાયા પછીના પગરવ શોધું છુ,
કયાંક ધૂળની ડમરી ઉડે,
ને તારા પગલા ને મારા પગલાંનેમળવાનું મન થાય,
પગલાં તો ભેટે...,
પગલાં માં ય ધબકે છે યાદ...
રાહબર તો હતા જ ને...
અસ્મિતા

Friday, 4 March 2016

સ્વર્ગ નો સ્ટોર..

વર્ષો પહેલા જીંદગી કેરા હાઈવે  પર હું  ગયેલો,
એ વખતે  એક  અદભૂત  અનુભવ  મને  થયેલો !

રોડના  કિનારે  એક  દુકાન પર લખ્યું'તું: "સ્વર્ગનો સ્ટોર",
કુતુહલપૂર્વક ત્યાં  જઈને, મેં ખખડાવ્યું'તું  ડોર .....

દરવાજે  એક  ફરિશ્તો. ટોપલી લઈને  આવ્યો !
સ્ટોરનો આખો રસ્તો, એણે સરસ  સમજાવ્યો .....

હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો: "સાંભળ  ભાઈ,
જે  જોઈએ  તે  ભેગું કરીને, લઇ આવ તું  અહીં" .....

કદાચ  પડે  જો  ટોપલી  નાની, તો  બીજો  ફેરો  કરજે,
નિરાંત જીવે  ખરીદજે, ને ઘરને તારા  ભરજે .....

પ્રથમ  સ્ટોલમાંથી ૨-૪ પેકેટ, ધીરજ  મેં  લીધી,
પ્રેમ અને ડહાપણની સાથે, સમજણ પણ ખરીદી .....

૨ બેગો ભરી શ્રદ્ધા  લીધી, માનવતા  કેમ  વિસરું?
થયું  કે થોડી  હિંમત પણ લઇને, પછી  જ બહાર નીકળું .....

સંગીત, શાંતિ  અને  આનંદ, ડીસ્કાઊંટ રેટે  મળતા,
પુરુષાર્થની  ખરીદી  પર, મફત મળતી'તી  સફળતા .....

ભક્તિ  મળતી'તી  સ્કીમ  પર, પ્રાર્થના પેકેટ  સાથે,
લેવાય એટલી લીધી મેં  તો, વહેંચવા છુટ્ટે હાથે .....

દયા-કરુણા લઇ  લીધી, મળતી'તી  પડતર  ભાવે,
થયું  કે બંને જો  હશે, તો ક્યારેક કોઈને કામ આવે .....

ટોપલી  મારી  ભરાઈ ગઈ'તી , જગ્યા રહી'તી  થોડી,
રહેમ પ્રભુની મળતી'તી, એ કેમ દઉં છોડી?

કાઉંટર પર પહોંચીને પૂછ્યું, "કેટલા પૈસા થયા?"
ત્યારે  ફરિશ્તાની  આંખોમાં, પ્રેમના  અશ્રુ  આવી  ગયા .....

બોલ્યો: "વહેંચજે સૌને આ , કરતો ના સહેજે  ઢીલ,
ભગવાને  ખુદ હમણાં  જ , ચૂકવી  દીધું  તારું  બિલ" .....
પ્રણામ

Tuesday, 1 March 2016

એક તારી યાદ આવી ને


એક તારી યાદ આવી ને મનને ઝંઝોળી ગઈ
આંખોમાં ઉમટયા કાળા વાદળ, ને નયન ભીંજવતી ગઈ,
કોઈક પંખી બોલ્યું મારામાં ટહુકા દઈ
હળવેથી વરસાવી સ્નેહ મનને પંપાળી ગઈ,
કયાંક કોઈ તરસ ઉગી'તી તે છીપાઈ ગાઈ,
અંતરના રણનું મૃગજળ આરોગતી ગઈ,
લીલાછમ યૌવનનાં બિછાના પર ચરણ ચાપતી ગઈ,
આકાશમાં ગોઠવેલા અરીસામાં તને ચમકાવતી ગઈ,
કેટલાય પત્રો લખ્યા ને ફાડ્યા,શ્યાહી ખબર નહિ કેવી તે સુકાઈ ગઈ,
ક્યાં કોઈ સ્પર્શ્યો વસંત કોઈ ફુલને,
ઉભી બજારે વસંત અમથીજ કરમાઈ ગઈ,
યાદોના ઉપવનમાં પાનખરને ઝૂલાવતી ગઈ,
જીવથી મળેલા જીવને ફરી વિખેરતી ગઈ.
અસ્મિતા